શોધખોળ કરો

નવા વર્ષે મુસાફરોને Indian Railways ની ભેટ, ટિકિટ બુકિંગ પર મળશે ડિસ્કાઉન્ટ, જાણો શું છે ઓફર ?

Indian Railways discount offer: રેલ્વે મંત્રાલયના નિર્ણય મુજબ, આ ડિસ્કાઉન્ટ સ્કીમ 14 જાન્યુઆરી, 2026 થી શરૂ થઈને 14 જુલાઈ, 2026 સુધી અમલમાં રહેશે.

Indian Railways discount offer: જો તમે નવા વર્ષમાં ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો ભારતીય રેલ્વે (Indian Railways) તમારા માટે ખુશખબર લઈને આવ્યું છે. રેલ્વે મંત્રાલયે મુસાફરોની સુવિધા માટે અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે ટિકિટ બુકિંગ પર ખાસ વળતરની જાહેરાત કરી છે. હવે મુસાફરોને અનરિઝર્વ્ડ ટિકિટ (Unreserved Ticket) એટલે કે જનરલ ટિકિટના બુકિંગ પર સીધો આર્થિક ફાયદો થશે.

જાણો કઈ તારીખથી અને કેવી રીતે મળશે લાભ?

રેલ્વે મંત્રાલયના નિર્ણય મુજબ, આ ડિસ્કાઉન્ટ સ્કીમ 14 જાન્યુઆરી, 2026 થી શરૂ થઈને 14 જુલાઈ, 2026 સુધી અમલમાં રહેશે. મુસાફરોએ આ લાભ મેળવવા માટે 'રેલવન એપ' (RailOne App) નો ઉપયોગ કરવાનો રહેશે. જો તમે આ એપ દ્વારા ટિકિટ બુક કરો છો અને કોઈપણ પ્રકારના ડિજિટલ પેમેન્ટ (Digital Payment) મોડનો ઉપયોગ કરીને નાણાં ચૂકવો છો, તો તમને ભાડામાં 3% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

નિયમોમાં શું ફેરફાર થયો?

અત્યાર સુધીની વ્યવસ્થા મુજબ, મુસાફરોને માત્ર આર-વોલેટ (R-Wallet) દ્વારા પેમેન્ટ કરવા પર જ કેશબેક (Cashback) નો લાભ મળતો હતો. પરંતુ હવે રેલ્વેએ તેનો વ્યાપ વધાર્યો છે. આ અંગે રેલ્વે મંત્રાલયે 'સેન્ટર ફોર રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ' (CRIS) ને પત્ર લખીને સોફ્ટવેરમાં જરૂરી ફેરફારો કરવા સૂચના આપી છે.

નવા નિયમ મુજબ, ભલે તમે R-Wallet સિવાયના કોઈપણ ઓનલાઈન માધ્યમથી પેમેન્ટ કરો, તો પણ તમને 3% ડિસ્કાઉન્ટ મળશે. જોકે, R-Wallet પર મળતું જૂનું કેશબેક પણ યથાવત રહેશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઓફર અન્ય કોઈ થર્ડ-પાર્ટી પ્લેટફોર્મ પર નહીં, પરંતુ માત્ર RailOne એપ પર જ ઉપલબ્ધ છે. CRIS દ્વારા મે મહિનામાં આ યોજનાની ફરી સમીક્ષા કરવામાં આવશે.

સ્પષ્ટતા કરતા કે આ ઓફર અન્ય કોઈપણ ઓનલાઈન અનરિઝર્વ્ડ ટિકિટ ખરીદી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી, એક અધિકારીએ જણાવ્યું હતું કે વર્તમાન સિસ્ટમ હેઠળ, RailOne એપ પર અનરિઝર્વ્ડ ટિકિટો ખરીદનારા અને R-Wallet દ્વારા ચુકવણી કરનારા સંભવિત મુસાફરોને ત્રણ ટકા કેશબેક આપવામાં આવે છે. જોકે, નવી ઓફર હેઠળ, RailOne પર અનરિઝર્વ્ડ ટિકિટ ખરીદનારાઓને બધી ડિજિટલ ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ત્રણ ટકા ડિસ્કાઉન્ટ મળશે.

RailOne એપના ઉપયોગી ફીચર્સ

મુસાફરો માટે આ એપ માત્ર ટિકિટ બુકિંગ પૂરતી સીમિત નથી, પરંતુ તેમાં નીચે મુજબની સુવિધાઓ પણ મળે છે:

રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ બંને પ્રકારની ટિકિટનું બુકિંગ.

પ્લેટફોર્મ ટિકિટ (Platform Ticket) સરળતાથી મેળવી શકાય છે.

તમારી ટ્રેનનું PNR સ્ટેટસ ચેક કરી શકાય છે.

રેલ્વે સ્ટેશન પર કોચની પોઝિશન જાણી શકાય છે.

પાર્સલ અને માલસામાન (Freight) ને લગતી પૂછપરછ.

ટોપ સ્ટોરી

SIP Calculator: 40 વર્ષે SIP શરુ કરી તમે નિવૃતિ માટે બનાવી શકો છો 1 કરોડનું ફંડ! આ રહ્યું કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષે SIP શરુ કરી તમે નિવૃતિ માટે બનાવી શકો છો 1 કરોડનું ફંડ! આ રહ્યું કેલ્ક્યુલેશન 
Gold Silver Rate: સોના, ચાંદીની ફરી વધી ચમક, કિંમતમાં થયો વધારો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Gold Silver Rate: સોના, ચાંદીની ફરી વધી ચમક, કિંમતમાં થયો વધારો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget