શોધખોળ કરો

Infosys Layoffs: ઈન્ફોસિસે 240 ટ્રેઇની કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ?

Infosys layoff: ફેબ્રુઆરીની શરૂઆતમાં કંપનીએ 300 થી વધુ ટ્રેઇની કર્મચારીઓને છૂટા કર્યા હતા

Infosys layoff: દેશની જાણીતી IT કંપની Infosys એ 240 એન્ટ્રી લેવલના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ ટ્રેઇની કર્મચારીઓ ઈન્ટરનલ ટેસ્ટમાં પાસ થઇ શક્યા નહોતા. કંપનીએ 18 એપ્રિલે આ માહિતી આપી હતી. ફેબ્રુઆરીની શરૂઆતમાં કંપનીએ 300 થી વધુ ટ્રેઇની કર્મચારીઓને છૂટા કર્યા હતા. જોકે, ઇન્ફોસિસે આ યુવાનોને NIIT અને UpGrad માં મફતમાં કૌશલ્ય શીખવાની તક આપી છે જેથી તેઓ ભવિષ્ય માટે કંઈક સારું કરી શકે.

કંપનીએ ઓછી આવક વૃદ્ધિની અંદાજ લગાવ્યો છે

કંપનીએ વર્તમાન બજારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું કારણ કે ઓછા ઓર્ડરને કારણે કંપનીએ ચાલુ નાણાકીય વર્ષ માટે આવક વૃદ્ધિ માત્ર 0 થી 3 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ લગાવ્યો છે. આ ક્ષેત્રમાં મંદીનો સંકેત આપે છે. વાસ્તવમાં અમેરિકા અને યુરોપ જેવા મોટા બજારોમાં ગ્રાહકો ખર્ચ ઘટાડી રહ્યા છે. આના કારણે આઇટી સેવા પૂરી પાડતી કંપની ઇન્ફોસિસને ઓછા કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે.

કંપનીએ તેના કર્મચારીઓને એક ઇમેઇલ મોકલ્યો

18 એપ્રિલના રોજ કર્મચારીઓને મોકલવામાં આવેલા એક ઇમેઇલમાં કંપનીએ લખ્યું, "તમારા અંતિમ મૂલ્યાંકન પ્રયાસના પરિણામો જાહેર કરવા ઉપરાંત, તમને જાણ કરવામાં આવે છે કે તમે વધારાના તૈયારી સમય, ડાઉટ ક્લિયરિંગ સેશન્સ, અનેક મોક અસેસમેન્ટ અને ત્રણ પ્રયાસો છતાં 'જેનેરિક ફાઉન્ડેશન ટ્રેનિંગ પ્રોગ્રામ' માટે પાત્રતા માપદંડોને પૂર્ણ કર્યા નથી." પરિણામે તમે ટ્રેઇની કાર્યક્રમમાં તમારી સફર ચાલુ રાખી શકશો નહીં.

ઇન્ફોસિસ સ્પોન્સર્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ

ઈમેલમાં આગળ લખ્યું હતું કે, "ઈન્ફોસિસની બહાર તકો શોધવાની તમારી સફરમાં મદદ કરવા માટે અમે તમારા માટે પ્રોફેશનલ આઉટપ્લેસમેન્ટ સેવાઓની વ્યવસ્થા કરી રહ્યા છીએ. અમે તમને BPM ઉદ્યોગમાં સંભવિત ભૂમિકાઓ માટે તૈયાર કરવા માટે ઇન્ફોસિસ સ્પોન્સર્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ લઈને બીજો કારકિર્દી વિકલ્પ પણ પ્રદાન કરવા માંગીએ છીએ. તાલીમ પૂર્ણ થયા પછી તમે ઈન્ફોસિસ BPM લિમિટેડમાં ઉપલબ્ધ તકો માટે પણ અરજી કરી શકો છો. જો તમે તમારા IT કૌશલ્યને વધારવા માંગતા હોવ તો ઇન્ફોસિસ સ્પોન્સર્ડ આઇટી ફંન્ડામેન્ટલ્સ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ તમારા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે જેથી તમારી IT કારકિર્દીની સફરને વધુ ટેકો મળી શકે. આ ઉપરાંત ટ્રેઇની કર્મચારીઓને એક મહિનાનો પગાર, રહેવાની વ્યવસ્થા, મૈસુર ટ્રેનિંગ સેન્ટરથી બેંગલુરુ અથવા તેમના વતન સુધીનું મુસાફરી ભાડું મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી

વિડિઓઝ

Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Embed widget