IPO: આજે ખુલી રહ્યો છે આ ફાર્મા કંપનીનો IPO, ઝુનઝુનવાલાએ કર્યું છે રોકાણ, ફટાફટ ચેક કરો પ્રાઇસ બેન્ડ
ફાર્મા કંપની Concord Biotech Limited નો IPO સબસ્ક્રિપ્શન માટે ઓપન થઇ ગયો છે
જો તમે પણ IPO માં રોકાણ કરવા માંગતા હોવ અને છેલ્લા કેટલાક દિવસોમાં રજૂ કરવામાં આવેલા આઇપીઓમાં રોકાણ કરવાનું ચૂકી ગયા હોવ તો આજનો દિવસ તમારા માટે એક ઉત્તમ તક લાવવાનો છે. વાસ્તવમાં ફાર્માસ્યુટિકલ કંપની Concord Biotech Limited નો IPO સબસ્ક્રિપ્શન માટે ઓપન થઇ ગયો છે. સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાએ પણ આ કંપનીમાં રોકાણ કર્યું છે અને તેમનો પોર્ટફોલિયો હવે તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા સંભાળી રહ્યા છે. તે 8 ઓગસ્ટ સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે.
કંપનીએ નક્કી કરી આ પ્રાઇસ બેન્ડ
કોનકોર્ડ બાયોટેક લિમિટેડના IPO માટે પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. તેની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 705 થી 741 રૂપિયા રાખવામાં આવી છે. આ IPO દ્વારા કંપનીના હાલના શેરધારકો 20,925,652 શેર વેચશે. આ ફાર્માસ્યુટિકલ કંપનીનો IPO લોન્ચ થાય તે પહેલા જ આ સ્ટોક ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી તેનો જીએમપી રૂ.150 પર ટ્રેડ કરી રહ્યો હતો.
ઈશ્યુ સાઈઝ રૂ. 1551 કરોડ
અમદાવાદ સ્થિત કોનકોર્ડ બાયોટેક, ગુજરાત, અમેરિકા (યુએસએ), યુરોપ અને જાપાન જેવા દેશો સહિત વિશ્વના 70 દેશોમાં તેની પ્રોડક્ટ્સ સપ્લાય કરે છે. Concord Biotech IPO આજે સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે અને રોકાણકારો 8 ઓગસ્ટ સુધી તેમાં રોકાણ કરી શકશે. આ ઈસ્યુ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) છે અને તેનું કદ રૂ. 1,551 કરોડ છે. નોંધપાત્ર રીતે OFS એ કોઈપણ લિસ્ટેડ કંપનીઓ માટે એક્સચેન્જ પ્લેટફોર્મ દ્વારા તેમના શેર વેચવાની એક સરળ રીત છે.
કોનકોર્ડ બાયોટેકનો આઇપીઓ એન્કર ઇન્વેસ્ટર્સ માટે ગુરૂવારે ખોલવામાં આવ્યો હતો. કંપનીએ આ રોકાણકારો દ્વારા રૂ. 465 કરોડ એકત્ર કર્યા છે. કંપનીના એન્કર રોકાણકારોની યાદીમાં ઘણા મોટા નામ સામેલ છે. આમાં સિંગાપોર સરકાર, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, ગવર્નમેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ, પોલર કેપિટલ ફંડ્સ, એચએસબીસી મ્યુચ્યુઅલ ફંડ, ડબલ્યુએફ એશિયન રિકોનિસન્સ ફંડ (ડબ્લ્યુએફ એશિયન રિકોનિસન્સ ફંડ) અને ધ પ્રુડેન્શિયલ એશ્યોરન્સ કંપનીના નામ છે.
રેખા ઝુનઝુનવાલાનાનું છે રોકાણ
આ કંપનીમાં રેખા ઝુનઝુનવાલાએ રોકાણ કર્યું છે. જોકે, આ કંપનીમાં ઝુનઝુનવાલા પરિવારના રોકાણનો ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી. કંપનીએ તેના IPO હેઠળ સંસ્થાકીય રોકાણકારો (QIBs) માટે ઇશ્યૂના 50 ટકા અનામત રાખ્યા છે. આ સિવાય બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે 15 ટકા અને રિટેલ રોકાણકારો માટે 35 ટકા હિસ્સો રાખવામાં આવ્યો છે. કંપનીએ તેના કર્મચારીઓ માટે વધારાના ડિસ્કાઉન્ટની જોગવાઈ કરી છે. આ અંતર્ગત કર્મચારીઓ માટે પ્રતિ શેર 70 રૂપિયાનું ડિસ્કાઉન્ટ નક્કી કરવામાં આવ્યું છે. કોનકોર્ડ બાયોટેકનો IPO 18 ઓગસ્ટે લિસ્ટ થઈ શકે છે, 8 ઓગસ્ટે બંધ થયા બાદ તેના શેરની ફાળવણી 11 ઓગસ્ટે કરવામાં આવશે. આ પછી રોકાણકારોના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા માટે 17 ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી છે. શેરબજારમાં કોનકોર્ડ બાયોટેક IPOના લિસ્ટિંગ માટેની સંભવિત તારીખ 18 ઓગસ્ટ, 2023 નક્કી કરવામાં આવી છે. જો તમે કંપનીના પ્રદર્શન પર નજર નાખો તો નાણાકીય વર્ષ 2023 માં કંપનીને 853.17 કરોડ રૂપિયાની આવક ઊભી કરી છે, જે અગાઉના વર્ષ 2022 કરતા 19.67 ટકા વધુ છે.