શોધખોળ કરો

કૉ-બ્રાન્ડેડ ટ્રાવેલ ક્રેડિટ કાર્ડને લૉન્ચ કરવા માટે IRCTCએ HDFC બેંક સાથે સહભાગીદારી કરી

IRCTC એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ તરીકે જાણાતા આ નવા લૉન્ચ થયેલા કૉ-બ્રાન્ડેડ કાર્ડનું ફક્ત એક જ વેરિયેન્ટ છે અને તે ફક્તને ફક્ત એનપીસીઆઈના રુપે નેટવર્ક પર જ ઉપલબ્ધ છે.

અમદાવાદ:   રેલવે મંત્રાલય હેઠળની પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કૉર્પોરેશન લિ. (IRCTC) અને ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી(HDFC) બેંકે બુધવારે ભારતના સૌથી લાભદાયી કૉ-બ્રાન્ડેડ ટ્રાવેલ ક્રેડિટ કાર્ડને લૉન્ચ કરવા માટે સહભાગીદારી કરવાની જાહેરાત કરી છે. IRCTC એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ તરીકે જાણાતા આ નવા લૉન્ચ થયેલા કૉ-બ્રાન્ડેડ કાર્ડનું ફક્ત એક જ વેરિયેન્ટ છે અને તે ફક્તને ફક્ત એનપીસીઆઈના રુપે નેટવર્ક પર જ ઉપલબ્ધ છે.

તે IRCTCની ટિકિટ બૂક કરવા માટેની વેબસાઇટ અને IRCTC રેલ કનેક્ટ એપ દ્વારા બૂક કરવામાં આવેલી ટ્રેન ટિકિટ પર વિશેષ લાભ પૂરાં પાડશે અને મહત્તમ બચત કરી આપશે. વધુમાં IRCTC એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડધારકોને જોડાવા માટેનું આકર્ષક બૉનસ, બૂકિંગ્સ પર ડિસ્કાઉન્ટ્સ અને સમગ્ર દેશના રેલવે સ્ટેશનો ખાતે કેટલીક એક્સક્લુસિવ લૉન્જનું ઍક્સેસ પ્રાપ્ત થશે.

મુસાફરોને ચઢિયાતું મૂલ્ય પૂરું પાડવા અને તેમના અનુભવને સુધારવા માટે આ કાર્ડમાં ભારતની બે અગ્રણી બ્રાન્ડ્સની ક્ષમતાઓનું સંયોજન કરવામાં આવ્યું છે. તે દેશમાં કાર્ડ ઇશ્યૂ કરવાના મામલે માર્કેટના અગ્રણી તરીકેની એચડીએફસી બેંકની કુશળતાનો લાભ ઉઠાવશે, તેના શ્રેણીમાં શ્રેષ્ઠ રીવૉર્ડ્સ પ્રોગ્રામ પૂરો પાડશે અને ટ્રેનની મુસાફરીમાં IRCTCની બેજોડ સેવા પૂરી પાડશે.

IRCTCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રજની હાસિજા, એચડીએફસી બેંકના પેમેન્ટ્સ, કન્ઝ્યુમર ફાઇનાન્સ, ડિજિટલ બેંકિંગ અને આઇટીના ગ્રૂપ હેડ પરાગ રાવ અને એનપીસીઆઈના સીઓઓ પ્રવીણા રાયે નવી દિલ્હીમાં યોજાયેલા લૉન્ચના સમારંભ દરમિયાન આ ક્રેડિટ કાર્ડને લૉન્ચ કર્યું હતું.

આ જોડાણ અંગે વાત કરતાં IRCTCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રજની હાસિજાએ જણાવ્યું હતું કે, ‘એચડીએફસી બેંક એ દેશમાં સૌથી મોટી અને સૌથી વિશ્વસનીય બેંકોમાંથી એક છે. આ પહેલ માટે તેમની સાથે સહભાગીદારી કરીને અમે ખુબ જ ખુશ છીએ. આ કૉ-બ્રાન્ડેડ કાર્ડ દેશના મોટાભાગના રેલવે સ્ટેશનો ખાતે નવી ખુલેલી અત્યાધુનિક લૉન્જનું એક્સક્લુસિવ ઍક્સેસ પૂરું પાડે છે. આ ક્રેડિટ કાર્ડ ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને સુવ્યવસ્થિત કરવામાં મદદરૂપ થશે તથા ગ્રાહકોને શ્રેણીમાં શ્રેષ્ઠ હોય તેવા લાભ અને અનુભવ પૂરાં પાડશે.’

એચડીએફસી બેંકના પેમેન્ટ્સ, કન્ઝ્યુમર ફાઇનાન્સ, ડિજિટલ બેંકિંગ અને આઇટીના ગ્રૂપ હેડ  પરાગ રાવે જણાવ્યું હતું કે, ‘એચડીએફસી બેંક દેશમાં શ્રેણીમાં શ્રેષ્ઠ બેંકિંગ સેવાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. IRCTC એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ અમને દેશના લાખો લોકોને અમારા કાર્ડની સેવાઓ પૂરી પાડવામાં મદદરૂપ થશે. ભારતીય રેલવે એ દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસમાંથી એક છે અને અમે ટિકિટ બૂક કરવાના સમયથી જ ટ્રેનના મુસાફરોના અનુભવને સુધારવા માટે IRCTCની સાથે સહભાગીદારી કરનારી પ્રથમ ખાનગી ક્ષેત્રની બેંક બનીને ખૂબ જ આનંદિત છીએ. દેશના સૌથી મોટા કાર્ડ ઇશ્યૂઅર તરીકે ભારતમાં ચૂકવણીની ઇકોસિસ્ટમનું સંવર્ધન કરવાના અને તેને સમર્થન પૂરું પાડવાના અવનવા માર્ગો શોધતા રહેવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.’

નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાના ચીફ ઓપરેટિંગ ઑફિસર  પ્રવીણા રાયે જણાવ્યું હતું કે, ‘રુપે ખાતે અમારી તમામ સેવાઓ અને નવીનીકરણોના કેન્દ્રમાં ગ્રાહકો છે. અમે આ કૉ-બ્રાન્ડેડ ક્રેડિટ માટે IRCTC અને એચડીએફસી બેંક સાથે સહભાગીદારી કરીને ખૂબ ખુશ છીએ, જે રેલવેના મુસાફરોને ચૂકવણીની ખામીરહિત સુવિધા અને આકર્ષક લાભ પૂરાં પાડશે તેમજ તેમની ખરીદીની જરૂરિયાતને પણ પૂરી કરશે. રુપે ક્રેડિટ કાર્ડ હવે ચૂકવણીઓ માટે યુપીઆઈ પર ઉપલબ્ધ હોવાથી આ કૉ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ સમગ્ર દેશમાં ડિજિટલ ચૂકવણીઓના સ્વીકરણ અને પહોંચને પ્રોત્સાહન આપશે.’

IRCTC એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડની મુખ્ય વિશેષતાઓ અને લાભ

• વેલકમ બેનીફિટ - કાર્ડ ઇશ્યૂ થયાંનાં 30 દિવસની અંદર કાર્ડ સક્રિય કરવા પર રૂ. 500નું એમેઝોન વાઉચર
• www.irctc.co.in  પરથી ટિકિટ બૂક કરવા પર ખર્ચવામાં આવેલા દર 100 રૂપિયા દીઠ 5 રીવૉર્ડ પોઇન્ટ્સ.
• સ્માર્ટ બાય મારફતે કરવામાં આવેલા બૂકિંગ પર 5% કૅશબૅક
• ખર્ચવામાં આવેલા દર 100 રૂપિયા દીઠ 1 રીવૉર્ડ પોઇન્ટ (ઇએમઆઈ, ઇંધણ અને વૉલેટને ફરીથી ભરવાના ટ્રાન્ઝેક્શનો, ભાડાની ચૂકવણીઓ અને સરકાર સંબંધિત લેવડદેવડો પર લાગુ થતું નથી).
• વર્ષ દીઠ IRCTC રેલવે લૉન્જના 8 કૉમ્પ્લિમેન્ટ્રી ઍક્સેસ.
• એસી ટિકિટ બૂકિંગ પર વધારાના રીવૉર્ડ પોઇન્ટ.
• કાર્ડ ઇશ્યૂ થયાંનાં 30 દિવસની અંદર કાર્ડ સક્રિય કરવા પર રૂ. 500નું વેલકમ ગિફ્ટ વાઉચર.
• 90 દિવસની અંદર રૂ. 30,000નો ખર્ચ કરવા પર રૂ. 500ની કિંમતનું ગિફ્ટ વાઉચર.
• IRCTC વેબસાઇટ અને એપ પર 1% ટ્રાન્ઝેક્શન ચાર્જિસની માફી

IRCTC એચડીએફસી બેંકના કૉ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડના ગ્રાહકો IRCTC અને એચડીએફસી બેંક એમ બંનેની વેબસાઇટ મારફતે આ ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકે છે અને ખૂબ જ સરળ અને વધુ લાભદાયી અનુભવને માણવાની સાથે-સાથે એપ મારફતે કાર્ડની મહત્ત્વની વિગતો અંગે જાણકારી મેળવી શકે છે. આ ઉપરાંત, તેઓ આ કાર્ડ માટે અરજી કરવા એચડીએફસી બેંકની નજીકમાં આવેલી શાખામાં પણ જઈ શકે છે.

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કૉર્પોરેશન લિ. (IRCTC) એ ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળની એક ‘મિનિ રત્ન (કેટેગરી-1)’ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે. સ્ટેશન ખાતે, ટ્રેનમાં અને અન્ય સ્થળોએ કેટરિંગ અને આતિથ્યસત્કારની સેવાઓને સુધારવા આ સેવાઓને વ્યાવસાયિક બનાવવા તથા તેને મેનેજ કરવા તથા બજેટ હોટલો, વિશેષ ટુર પૅકેજો, માહિતી અને વાણિજ્યિક પ્રચાર-પ્રસાર અને વૈશ્વિક રીઝર્વેશન સિસ્ટમ વિકસાવીને ઘરેલું અને આંતરરાષ્ટ્રીય પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રેલવેની વિસ્તારિત કરવામાં આવેલી શાખા તરીકે 27 સપ્ટેમ્બર, 1999ના રોજ IRCTCની સ્થાપના કરવામાં આવી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Embed widget