(Source: ECI/ABP News/ABP Majha)
Gold Buying: શું સોનું ખરીદવાનો આ શ્રેષ્ઠ સમય છે ? 2500 રૂપિયા સુધી ઘટ્યો ભાવ, જાણો હાલનો ભાવ
Gold Rates Cut: છેલ્લા કેટલાક સમયથી સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે પીળી ધાતુની કિંમત 10 ગ્રામ માટે ઘટીને 60,000 રૂપિયા થઈ ગઈ છે.
Gold Rate below 60000 rupees: છેલ્લા કેટલાક સમયથી સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે પીળી ધાતુની કિંમત 10 ગ્રામ માટે ઘટીને 60,000 રૂપિયા થઈ ગઈ છે. જોકે ગત મહિના દરમિયાન સોનાની કિંમતમાં સતત વધારો જોવા મળ્યો હતો અને તેના કારણે સોનું 60 હજાર રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યું હતું.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન સોનામાં વિક્રમી વધારો નોંધાયો હતો અને ગયા મહિને તે રૂ. 61,800 સુધી પહોંચી ગયો હતો. જોકે હવે તેની કિંમત ઘટીને 2500 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. સોનાની કિંમતમાં ઘટાડો ડોલરની મજબૂતાઈને કારણે થયો છે.
એક્સપર્ટ શું કહે છે
રિદ્ધિસિદ્ધિ બુલિયન્સ (RSBL)ના એમડી પૃથ્વીરાજ કોઠારીએ જણાવ્યું હતું કે 13 જૂને યુએસ ફેડની બેઠક પહેલા સોનાના ભાવ રૂ. 60,000થી નીચે છે. આવી સ્થિતિમાં ફેડની બેઠકમાં લેવાયેલા નિર્ણયની અસર સોનાની કિંમત પર જોવા મળી શકે છે. એવી અટકળો છે કે ફેડ જૂનની મીટિંગમાં વ્યાજદર જાળવી શકે છે. નિષ્ણાતો માને છે કે ગોલ્ડ બુલ રન માટે રૂ. 60,000નો આધાર બની ગયો છે.
શું સોનું વધુ નબળું પડશે?
વિશ્લેષકો માને છે કે ઉનાળો પરંપરાગત રીતે સોના માટે નબળી ઋતુ છે, કારણ કે નજીકના ભવિષ્યમાં પીળી ધાતુની માંગ વધારવા માટે કોઈ નોંધપાત્ર પરિબળ નથી. તે જ સમયે, આગામી યુએસ ફેડ મીટિંગના પરિણામો સોનાના ભાવને અસર કરતા રેટ વધારા અંગે સ્પષ્ટ ચિત્ર રજૂ કરી શકે છે. જોકે હવે છેક તહેવારોની સીઝનમાં સોનાની માંગ નીકળશે, જેથી તેના ભાવમાં હાલ કોઈ વધારો થાય તેવા સચોટ કારણ નથી.
સોનાની કિંમતમાં કેમ વધારો થઈ શકે છે
નિષ્ણાતોનું કહેવું છે કે ડૉલર ઇન્ડેક્સ 104.50ના સ્તરને જાળવી રાખવામાં સક્ષમ નથી. આવી સ્થિતિમાં, યુએસમાં ફુગાવાનો દર અને યુએસ બેરોજગારીની સંખ્યા ફેડને વ્યાજ દરમાં વધારો કરતા અટકાવી શકે છે. આનો અર્થ એ થશે કે સોનાના ભાવમાં વધારો થઈ શકે છે.
સોનું કેટલાને સ્પર્શી શકે છે
નિષ્ણાતોના મતે સોનું રૂ.58,600ના સ્તરથી નીચે જઈ શકે છે. જો કે, આ પછી તે ઝડપી થઈ શકે છે અને તે 61,440 રૂપિયાની નજીક પહોંચી શકે છે. આની ઉપર, આગામી સ્તર રૂ. 62,500 અને રૂ. 63,650ને સ્પર્શી શકે છે.