(Source: ECI/ABP News/ABP Majha)
Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?
Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?
શિયાળાની શરૂઆતમાં લસણના ભાવમાં વધારો થતાં મધ્યમ વર્ગ હવે મુશ્કેલીમાં મુકાયો છે. અમદાવાદ સહિત રાજ્યોમાં હાલમાં લસણનો ભાવ કિલો એ 500 ને પાર થયો છે. વેપારીઓ પ્રમાણે આ વર્ષે કમોસમી વરસાદને કારણે લસણના પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે, જેને કારણે આવક ન થતાં ભાવ વધારો થયો છે. હાલમાં લસણના ભાવમાં ઘટાડાની કોઈ શક્યતા નથી. દિવાળીમાં આવેલ કમોસમી વરસાદ થઈને અત્યારે પાકોની જે ક્વોલિટી આવે છે એક નબળી આવે છે અને સારી ક્વોલિટીના ભાવો છે. હવે હોલસેલમાં જ 350 થી 400 સવાસો રૂપિયા ભાવ પડે છે. એટલે રીટેલમાં 500 500 રૂપિયાની રેન્જ તો બની જ જાય છે. બહારના વિસ્તારોમાં પરા વિસ્તારોમાં તો 600 રૂપિયા સુધી ઘરાકો પાસેથી ભાવ લે છે. લસણની આવક ઓછી છે અને શિયાળામાં હવે થોડી ડિમાન્ડ બી છે એટલે ડિમાન્ડ સપ્લાય વચ્ચે વચ્ચેનો ગેપ છે એ થોડો વધારે છે એટલે હજી તો એક મહિનો તો લગભગ આવી સિચ્યુએશન રહેશે એવું અનુમાન છે.