શોધખોળ કરો

Aadhaar Card: તમારું Aadhaar Card અસલી છે નકલી ? આ 4 સ્ટેપમાં જાણો

આધાર કાર્ડ આજના યુગમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. મતલબ કે કોઈ પણ કામ હોય તો આધાર કાર્ડ હોવું ફરજિયાત છે.

Aadhaar Card News: આધાર કાર્ડ આજના યુગમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. મતલબ કે કોઈ પણ કામ હોય તો આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. આધાર કાર્ડનો ઉપયોગ બેંકમાં ખાતું ખોલવા, સિમ કાર્ડ મેળવવા, સરકારી રાશન લેવા, બેંકમાંથી લોન લેવા, ક્રેડિટ કાર્ડ બનાવવા અને અન્ય સરકારી અને બિન-સરકારી સુવિધાઓનો લાભ લેવા માટે થાય છે. બાળકોથી લઈને વડીલો માટે આધાર કાર્ડ આવશ્યક છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારું આધાર કાર્ડ નકલી છે કે નહીં ? કારણ કે ઘણા છેતરપિંડી કરનારા લોકોના નકલી આધાર કાર્ડ પણ બનાવે છે. આવી સ્થિતિમાં, તમારે સાવચેત રહેવાની જરૂર છે અને ફક્ત આધાર કેન્દ્રની મુલાકાત લઈને તમારું આધાર કાર્ડ બનાવવાની જરૂર છે. તે જ સમયે, તમે જાણી શકો છો કે તમારું આધાર કાર્ડ વાસ્તવિક છે કે નકલી.

આ 4 સ્ટેપમાં જાણો અસલી-નકલી આધાર કાર્ડ

સ્ટેપ 1: અસલી અને નકલી આધાર કાર્ડ શોધવા માટે તમારે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ https://resident.uidai.gov.in/verify પર જવું પડશે

સ્ટેપ 2: આ પછી તમારે માય આધાર વિકલ્પ હેઠળ આધાર સર્વિસના સેક્શનમાં જવું પડશે. અહીં તમારે Aadhaar Verifyમાં આધાર નંબર પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 3 હવે તમારી સામે આધાર વેરિફિકેશન પેજ ખુલશે. અહીં તમને એક બોક્સ દેખાશે, જેમાં તમારે તમારો 12 અંકનો આધાર નંબર નાંખવાનો રહેશે.

સ્ટેપ 4 આ પછી, તમારે તમારી સામે દેખાતા વેરિફાઈ બટન પર ક્લિક કરવાનું રહેશે. પછી તમને ખબર પડશે કે તમારા આધારનું સ્ટેટસ શું છે. અહીં તમે જાણી શકશો કે તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી.

પેન કાર્ડમાં આધાર કાર્ડની મદદથી આ રીતે બદલી શકો છો એડ્રેસ, જાણો આ સિમ્પલ સ્ટેપ્સ

પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) એક 10 અંકોનો આલ્ફાન્યૂમેરિક નંબર છે, જેને આવક વેરા વિભાગ તરફથી જાહેર કરવામાં આવે છે. કોઇપણ નાગરિક આના માટે એપ્લાય કરી શકે છે. પેન કાર્ડ આવકવેરા વિભાગથી વ્યક્તિની તમામ લેવડદેવડની સાથે જોડવા માટે સક્ષમ બનાવે છે. પેન કાર્ડની મદદથી ટેક્સ પેમેન્ટ, ટીડીએસ અને ટીડીએસ ક્રેડિટ, ઇન્કમનુ રિટર્ન અને અન્ય ટ્રાન્ઝેક્શનની જાણકારી લેવામાં આવી શકે છે. 

પેન કાર્ડ તે વ્યક્તિઓ માટે ખુબ જરૂરી છે, જે ટેક્સની ચૂકવણી કરે છે, જોકે, હવે મોટી લેવડદેવડ, કોઇ યોજનાનો લાભ, પેન્શન અને બેન્ક ખાતા ખોલાવવા વગેરે માટે પણ પેન કાર્ડ એક મુખ્ય ડૉક્યૂમેન્ટ છે. વળી, આધાર કાર્ડની વાત કરીએ તો આ 12 અંકોની એક એવી ઓળખ સંખ્યા છે, જે ભારતમાં ક્યાંય પણ ઓળક માટે યૂઝ કરવામાં આવી શકે છે. 

આધારની મદદથી બદલાઇ શકે છે પેન કાર્ડનું એડ્રેસ  - 
સરકારે કેટલાક મામલામાં લોકો માટે આ સુવિધા આપી છે, જો તેની પાસે વૈધ આધાર છે, તો તે પોતાના પેન કાર્ડ પર પોતાના આવાસીય એડ્રેસ બદલી શકે છે કે અપડેટ કરવા માંગે છે, તો તેને યૂટીઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલૉજી એન્ડ સર્વિસીઝ લિમીટેડના પૉર્ટલ પર જવુ પડશે. 

પૉર્ટલ પર આ પ્રૉસેસને કરો ફોલો  -
આ પછી વ્યક્તિને પેન કાર્ડ નંબર, આધાર નંબર, ઇમેઇલ આઇડી વગેરે મોબાઇલ નંબર જેવી આવશ્યક ડિટેલને નોંધાવવી પડશે. હવે આધારની મદદથી એડ્રેસ અપડેટ કરવા માટે વ્યક્તિને 'આધાર ઇ-કેવાઇસી એડ્રેસ અપડેટ'ના ઓપ્શન પર ક્લિક કરવાનુ છે. આ પછી કેપ્ચા ભરવો પડશે, અને ટર્મ્સ એન્ડ કન્ડીશનમાં એગ્રી બતાવવુ પડશે. હવે તમે સબમિટ બટન પર ક્લિક કરી દો. 

હવે મોબાઇલ નંબર કે ઇમેલ આઇડી પર ઓટીપી આવશે, હવે OTP એન્ટર કરીને સબમિટ કરી દો. તમામ સ્ટેપ્સ ફોલો થઇ ગયા પછી તમારા આધાર એડ્રેસની ડિટેલની સાથે અપડેટ થઇ જશે. ઇમેલ અને એસએમએસના માધ્યમથી પણ આના અપડેટ થવાની જાણકારી આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget