શોધખોળ કરો
Advertisement
આ રાજ્યમાં Swiggy અને Zomatoએ દારૂની હોમ ડિલીવરી કરી શરૂ, અન્ય શહેરમાં પણ આવશે
ગુરુવારે દારૂની હોમ ડીલિવરી રાંચીથી શરૂ થશે અને ઝારખંડના સાત અન્ય શહેરોમાં થોડાક જ દિવસની અંદર તેનું વિસ્તરણ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ ખાવા પીવાના ઓર્ડર કરવા અને ઘરે સામાન પહોંચાડવાની ઓનલાઈન સેવાઓ આપતી કંપનીઓ Swiggy અને Zomatoએ રાંચીમાં દારૂની હોમ ડીલિવરીની શરૂઆત કરીછે. બન્ને કંપનીઓએ ગુરુવારે તેની જાણકારી આપી. તેમણે કહ્યું કે, તે અન્ય રાજ્યોમાં ઓનલાઈન ઓર્ડર પહોંચાડવા અને અને તેની હોમ ડીલિવરી માટે સંબંધિત રાજ્ય સરકારો સાથે વાતચીત કરી રહી છે.
Swiggyએ એક નિવેદનમાં કહ્યું કે, રાંચીમાં ઘરો સુધી દારૂ પહોંચાડવાનું કામ શરૂ થઈ ગયું છે, રાજ્યના અન્ય શહેરોમાં એક સપ્તાહની અંદર આ શરૂ થઈ જશે. Swiggyએ કાયદા અનુસાર દારૂને સુરક્ષિત પહોંચાડવા સુનિશ્ચિત કરવાને લઈને પગલા લીધા છે. તેમાં ફરજિયાતપણે ઉંમર અને ઉપયોગકર્તાની ચકાસણીના ઉપાયો સામેલ છે.
Swiggyના ઉપાધ્યક્ષ (પ્રોડક્ટ) અનુજ રાઠીએ કહ્યું, ‘સુરક્ષિત અને જવાબદાર તરીકે દારૂનું ઘરો સુધી પહોંચાડી અમે રિટેલ દુકાનદારો માટે વધારાનો કારોબાર કરવામાં મદદ કરીશું. સાથે જ દારૂની દુકાનો પર ભીડની સમસ્યા પણ દૂર થશે અને સામાજિક અંતર રાખવામાં મદદ મળશે.’
આવી જ વાત કરતાં Zomatoએ કહ્યું કે, ગુરુવારે દારૂની હોમ ડીલિવરી રાંચીથી શરૂ થશે અને ઝારખંડના સાત અન્ય શહેરોમાં થોડાક જ દિવસની અંદર તેનું વિસ્તરણ કરવામાં આવશે. કંપનીના એક પ્રવક્તાએ કહ્યું, “યોગ્ય મંજૂરી અને લાઇસન્સની સાથે, અમે ઝારખંડમાં દારૂની હોમ ડીલિવરી શરૂ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, કંપનીની પાસે પ્રોદ્યોગિકી અને માળખાગત સુવિધા છે જેનાથીતે નાની નાની શેરી ગલીઓમાં સામાન પહોંચાડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement