Jio Phone Next Announced: જિયો અને ગૂગલે મળીને બનાવેલા જિયોફોન નેકસ્ટ સ્માર્ટફોનની શું છે ખાસિયત ? જાણો વિગત
મુકેશ અંબાણીએ કહ્યું, ગૂગલ અને રિલાયન્સે મળીને જિયોફોન નેકસ્ટ (JIOPHONE NEXT) ડેવલપ કર્યો છે. આ ફોન 10 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીથી માર્કેટમાં ઉપલબ્ધ થશે.
મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44મી વાર્ષિક સામાન્ય સભા આજે યોજાઈ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી કંપનીના 3 કરોડથી વધુ શેરધારકોની સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. AGM દરમિયામ મુકેશ અંબાણી 5જી ફોન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.
શું છે ફોનની વિશેષતા
- મુકેશ અંબાણીએ કહ્યું, ગૂગલ અને રિલાયન્સે મળીને જિયોફોન નેકસ્ટ (JIOPHONE NEXT) ડેવલપ કર્યો છે. આ ફોન 10 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીથી માર્કેટમાં ઉપલબ્ધ થશે.
- જિયોફોન નેક્સ્ટ ફૂલી ફીચર્ડ સ્માર્ટોન છે. જે ગૂગલ અને જિયોની તમામ એપ્સનો સપોર્ટ કરશે.
- ભારતીય બજાર માટે ખાસ બનાવવામાં આવેલા આ સ્માર્ટફોન પર યૂઝર્સ ગૂગલ પ્લે પરથી એપ્સ ડાઉનલોડ કરી શકે છે.
- સ્માર્ટફોનમાં શ્રેષ્ઠ કેમેરો અને એન્ડ્રોઈડ અપડેટ પણ મળશે.
- ફૂલી ફીચર્ડ આ સ્માર્ટફોનને મુકેશ અંબાણીએ ભારતનો જ નહીં વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન ગણાવ્યો હતો.
- જિયો ફોન નેકસ્ટમાં વોઇસ આસિસ્ટન્ટ અને લેંગવેજ ટ્રાન્સલેશન ફીચર મળશે.
- જિયો ભારતને 2G મુક્ત અને 5G યુક્ત બનાવશે.
ગ્રીન એનર્જીમાં રિલાયન્સ કરશે પ્રવેશ
મુકેશ અંબાણીએ કહ્યું, 2016માં અમે દેશમાં ડિજિટલ ડ્રાઈવ અંતર્ગત જિયો લોન્ચ કર્યો હતો. હવે 2021મા અમે દેશ અને દુનિયામાં ગ્રીન એનર્જીનો નવો બિઝનેસ લોન્ચ કરી રહ્યા છીએ. અમે રિલાન્ય ન્યૂ એનર્જી કાઉન્સિલ બનાવી છે. કંપની 100 ગીગાવોટ સોલર એનર્જી બનાવશે. અમે જામનગરમાં 5000 એકટરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સ વિકસિત કરવાનું કામ શરૂ કર્યુ છે. આ બિઝનેસમાં 60,000 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે.
Jio is uniquely positioned to quickly and seamlessly upgrade to 5G. To develop 5G ecosystem, we are working with global partners to develop a range of 5G devices. Jio is not just working to make India 2G-mukt, but also 5G-yukt: Reliance Industries Chairman Mukesh Ambani
— ANI (@ANI) June 24, 2021
સૌથી વધુ જીએસટી ભરતી કંપની છે રિલાયન્સ
મુકેશ અંબાણીએ કહ્યું રિલાયન્સ દેશની સૌથી મોટી કસ્ટમ અને એકસાઇઝ ડ્યૂટી ચૂકવતી કંપની છે. અમે દેશના સૌથી મોટા મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટર છીએ. અમે દેશમાં સૌથી વધુ જીએસટી, વેટ અને ઈન્કમ ટેક્સ ભરીએ છીએ.
રિલાયન્સના આંતરરાષ્ટ્રીયકરણની શરૂઆત
રિલાયન્સે ઓ2સી બિઝનેસ માટે સાઉદી અરામકોને સ્ટ્રેટેજિક પાર્ટનર બનાવ્યાની સત્તાવાર જાહેરાત મુકેશ અંબાણીએ કરી હતી. તેમણે કહ્યું સાઉદી અરામકોન ચેરમેન અને સાઉદી અરબના 430 અબજ ડોલરના સોવરેન વેલ્થ ફંડના ગર્વનર યાસિર અલ રૂમાયન રિલાયન્સના બોર્ડ સાથે જોડાયા. યાસિર અલ રૂમાયન રિલાયન્સના બોર્ડમાં ઈંડિપેંડેંટ ડાયરેક્ટર હશે. તેના આવવાથી રિલાયન્સના આંતરરાષ્ટ્રીયકરણની શરૂઆત થઈ છે.