શોધખોળ કરો
Advertisement
તમારા ખિસ્સા ખંખરેવાની તૈયારીમાં છે Jio, પાંચ ગણા મોંઘા ડેટા માટે તૈયાર રહો
ટેલિકોમ કંપનીઓને સરકારને હજારો કરોડ રૂપિયા આપવાના છે અને આ કારણે વોડાફોન-આઈડિયા જેવી કંપનીઓ સર્વાઈવલ માટે ઝઝૂમી રહી છે.
નવી દિલ્હીઃ ભારતની ટેલીકોમ કંપનીઓ હાલમાં પોતાના ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. જેની સીધી અસર હવે ધીમે ધીમે ગ્રાહકો પર જોવા મળી રહી છે. હાલમાં જ ટેરિફ વધારવામાં આવ્યા છે. પરંતુ હવે તમારા માટે મોબાઈલનો ઉપયોગ કરવાનું વધારે મોંઘું થઈ શકે છે.
ટેલીકોમન રેગ્યૂલેટર બોડી TRAI એક ફ્લોલ પ્રાઈસિંગ લાવવાની તૈયારી કરી રહ્યું છે. Reliance Jioએ ટ્રાઈને ફ્લોર પ્રાઈસ વધારવાની ભલામણ કરી છે. આ કંપનીએ કહ્યું કે, શરૂઆતમાં ડેટા માટે 14 રૂપિયા પ્રતિ જીબી ફિક્સ કરવા જોઈએ.
Reliance Jioએ ટ્રાઈને એ પણ સલાહ આપી છે કે થોડા સમય એટલે કે છથી નવ મહિના બાદ તેને વધારીને 20 રૂપિયા પ્રતિ જીબી પણ કરી શકાય છે. ET Telecomના એક રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને આ વાત કહેવામાં આવી છે.
રિપોર્ટ્સ અનુસાર રિલાયન્સ જિઓએ કહ્યું કે, ભારતીય કસ્ટમર્સ પ્રાઇસ સેન્સેટિવ છે. ફ્લોપ પ્લાન વધારવા માટે જરૂરત છે કે એક સાથે વધારો કરવામાં ન આવે અને સમયાંતરે ફ્લોર પ્રાઈસ વધારવામાં આવે.
માહિતી પ્રમાણે, ટેલિકોમ કંપનીઓને સરકારને હજારો કરોડ રૂપિયા આપવાના છે અને આ કારણે વોડાફોન-આઈડિયા જેવી કંપનીઓ સર્વાઈવલ માટે ઝઝૂમી રહી છે. TRAI એક કંસ્લસ્ટેશન પેપર પર કામ કરી રહી છે, તેથી તેમને રિવાઈઝ કરી શકાય. ફ્લોર પ્રાઈસિંગ હેઠળ ડેટા માટે એક બેસ પ્રાઈસ ફિક્સ પણ કરવામાં આવશે.
હાલમાં જ વોડાફોન આઈડિયાએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમને પત્ર લખ્યો છે. કંપનીએ કહ્યું કે, 1 જબીી ડેટાની મિનિમમ પ્રાઈસ 35 રૂપિયા કરી દેવી જોઈએ. હાલના સમયમાં તમે 1 જીબી ડેટા માટે અંદાજે 4-5 રૂપિયા આપો છો.
હવે વોડાફોન આઇડિયા અને રિલાયન્સ જિઓ બન્ને કંપની આ ફ્લોર પ્રાઈસિંગ અંતર્ગત ડેટાની કિંમતાં વધારો કરવાની ભલામણ કરી રહી છે જેથી સ્પષ્ટ છે કે આવનારા સમયમાં તેને લઈને નિર્ણય લેવામાં આવશે.
જો TRAI આ બંને કંપનીઓની ભલામણ પર કોઈ વચ્ચેનો રસ્તો કાઢશે તો, આ કેસમાં ડેટાની કિંમતો પણ વધશે. ડેટા પ્રાઈસ વધવાનો મતલબ સીધી રીતે તમારા મોબાઈલ રિચાર્જ પ્લાન પર થશે અને તે પહેલાથી વધારે મોંઘા થઈ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દુનિયા
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion