શોધખોળ કરો
Advertisement
આ છે Jioના નવા IUC TOP-UP પ્લાન, જાણો કેટલી મિનિટ મળશે ફ્રીમાં
જિઓ યૂઝર્સને જિઓ ઉપરાંત બાકીનાં નેટવર્ક પર કરવામાં આવતો વોઇસ કૉલ માટે 6 પૈસા પ્રતિ મિનિટનો ચાર્જ લાગશે.
નવી દિલ્હીઃ કૉલ ટર્મિનેશન ચાર્જ સાથે જોડાયેલા નિયમોની અનિશ્ચિતતાનાં કારણે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ટેલિકૉમ કંપની રિલાયન્સ જિઓએ બુધવારનાં જાહેરાત કરી કે તેઓ કસ્ટમર્સ પાસેથી કૉલિંગનાં પૈસા લેશે. જિઓ યૂઝર્સને જિઓ ઉપરાંત બાકીનાં નેટવર્ક પર કરવામાં આવતો વોઇસ કૉલ માટે 6 પૈસા પ્રતિ મિનિટનો ચાર્જ લાગશે. જો કે તેમને બરાબર રમકનો ફ્રી ડેટા આપીને જિઓ તેને બેલેન્સ પણ કરવાનું છે.
કંપનીએ આ જાહેરાત કર્યા બાદ નવા IUC ટૉપ-અપ વાઉચર પ્લાન પણ જાહેર કર્યા છે. આ પ્લાન મુજબ અન્ય મોબાઇલ નેટવર્કમાં કૉલ કરવા માટે રૂપિયા 10થી લઈને 100 સુધીના વાઉચર બહાર પાડવામાં આવ્યા છે. ગ્રાહકોને 10 રૂપિયાના વાઉચરમાં અન્ય નેટવર્કમાં 124 મિનિટ્સનો ટૉકટાઇમ અને 1 જી.બી. ડેટા મળશે. જ્યારે આ પ્લાન મુજબ 20 રૂપિયાના વાઉચર પર 249 મિનિટ અને 2 જી.બી. ડેટા મળશે.
50 રૂપિયાના વાઉચર પર ગ્રાહકોને 656 મિનિટ્સનો અન્ય નેટવર્ક પરનો ટૉકટાઇમ અને 5 જી.બી. ડેટા મળશે જ્યારે જયારે 100 રૂપિયાના વાઉચર પર 1362 મિનિટ અને 10 જી.બી. ડેટા મળશે. આ વાઉચરમાં જી.એસ.ટી અલગથી લાગુ થશે.
જિઓનાં જે ગ્રાહકો બુધવારથી રિચાર્જ કરાવશે, તેમને અન્ય મોબાઇલ ઓપરેટર્સને કૉલ કરવા માટે આઇયુસી ટોપ-અપ વાઉચર્સ મારફતે મિનિટદીઠ 6 પૈસાનાં પ્રવર્તમાન આઇયુસી દરનો ચાર્જ લાગુ થશે. જ્યાં સુધી ટ્રાઈ ઝીરો ટર્મિનેશન ચાર્જની વ્યવસ્થા ન લાવેસ, ત્યાં સુધી આ ચાર્જ લાગુ થશે. “જિઓ આઇયુસી ટોપ-અપ વાઉચર વપરાશને આધારે સમકક્ષ મૂલ્ય જેટલો વધારાનો ડેટા પ્રદાન કરશે. એનાથી ગ્રાહકો માટે ટેરિફમાં કોઈ વધારો નહીં થાય.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
ગુજરાત
Advertisement