શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ઈન્ડિયન ઓઈલનું કંડલા કોમ્પલેક્સ BS-6 ઈંધણ માટે એડવાન્સ સલ્ફર એનલાઈઝર લેબ ટેસ્ટિંગ સુવિધા ધરાવતું ગુજરાતનું છે પ્રથમ ટર્મિનલ, આવી છે સુવિધાઓ

ભારતમાં વીએલએસએફઓ માર્પોલ બંકરિંગ ફ્યુઅલનું ઉત્પાદન અને વેચાણ કરનાર ઈન્ડિયન ઓઈલ પ્રથમ કંપની છે.

કંડલાઃ સમગ્ર ભારતમાં આગામી 01.04.2020થી ઈંધણના વર્તમાન બીએસ-4 માપદંડને બદલે સીધાં જ બીએસ-6નું અનુપાલન અમલી બનશે. બીએસ-6માં સલ્ફરનું પ્રમાણ 10 પીપીએમ છે, જે બીએસ-4ના 50 પીપીએમની તુલનાએ ઘણું ઓછું છે. બીએસ-6 ઈંધણ પૂરું પાડવા માટેના ગુણવત્તા નિયમનના ચુસ્ત અનુપાલન માટે રિફાઈનરીઝ, પાઈપલાઈન્સ, સ્ટોરેજ ટર્મિનલ્સ તથા રિટેલ આઉટલેટ્સ જેવી તમામ માળખાકીય સુવિધાઓમાં સુધારો કરાયો છે.  અખિલ ભારતીય સ્તરે બીએસ-6માં પરિવર્તિત થવાનો આયોજિત ખર્ચ આશરે રૂ. 17,000 કરોડ જેટલો થશે. ઈન્ડિયન ઓઈલનો એનર્જી ગેટવે માત્ર પશ્ચિમ અને ઉત્તરમાં જ નહીં, પરંતુ અનિવાર્ય સંજોગોમાં પૂર્વ અને દક્ષિણમાં બીએસ-6નો અવિરત પુરવઠો ઉપલબ્ધ બનાવવામાં કંડલા કોમ્પ્લેક્સ અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે.  સંપૂર્ણ કાર્યરત સુવિધાઓ(ટેન્કર લોડિંગ/ અનલોડિંગ, રેક લોડિંગ/અનલોડિંગ, ટીટી લોડિંગ, પાઈપલાઈન રિસીપ્ટ/ડિલિવરી) ધરાવતું કંડલા કોમ્પલેક્સ પશ્ચિમમાં ઈન્ડિયન ઓઈલનો એનર્જી ગેટવે છે, જે દેશમાં કટોકટીના સંજોગોના સંચાલનની ક્ષમતા ધરાવે છે. કઈ કઈ સુવિધાઓ છે કંડલા સંકુલ ઈન્ડિયન ઓઈલની ત્રણ સુવિધાઓ ધરાવે છે, જેમાં કંડલા ફોરશોર ટર્મિનલ- ઈન્ડિયન ઓઈલનું સૌથી મોટું પીઓએલ ટર્મિનલ, કંડલા મેઈન ટર્મિનલ- ઈન્ડિયન ઓઈલનું પ્રથમ અને સૌથી જૂનું ટર્મિનલ તથા કંડલા એલપીજી ઈમ્પોર્ટ પ્લાન્ટનો સમાવેશ થાય છે. ટર્મિનલ પાસે સૌથી વધુ ટેન્કેજ હોવાને કારણે અછતના સમયમાં તે બફર તરીકે ઉપયોગી નિવડે છે. તે ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ તથા મધ્ય ભારતના રાજ્યોમાં વિતરણ માટેની આયાતનું સંચાલન કરવા ઉપરાંત મથુરા, બરૌની, બોંગાઈગાંવ, કોયલી તથા પાણિપત જેવી રિફાઈનરીઝના ઈવેક્યુએશન માટે નિકાસ કરે છે. લેબ ટેસ્ટિંગ સુવિધા ધરાવતું  ગુજરાતનું પ્રથમ ટર્મિનલ દિલ્હીમાં પ્રદુષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે 01-04-2018થી જ નેશનલ કેપિટલ ટેરિટરી(એનસીટી)માં બીએસ-6નો પુરવઠો શરૂ કરી દીધો હતો. આ ઉપરાંત સરકારે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને હરિયાણા તથા દિલ્હી એનસીટીના સંલગ્ન 20 જિલ્લાઓમાં બીએસ-6 ઓટો ઈંધણનો પુરવઠો ઉપલબ્ધ બનાવવાનું શરૂ કરી દીધું છે. કંડલા કોમ્પલેક્સે મેરઠ ટર્મિનલ તથા કાનપુર ટર્મિનલને બીએસ-6માં  રૂપાંતરણ માટે વહેલા બીએસ-6 એમએસ રેક લોડિંગ્સ ઉપલબ્ધ બનાવતા આ શક્ય બન્યું હતું. કંડલા કોમ્પલેક્સ, બીએસ-6 ઈંધણ માટે એડવાન્સ સલ્ફર એનલાઈઝર લેબ ટેસ્ટિંગ સુવિધા ધરાવતું  ગુજરાતનું પ્રથમ ટર્મિનલ છે. ભારતમાં વીએલએસએફઓ માર્પોલ બંકરિંગ ફ્યુઅલનું ઉત્પાદન અને વેચાણ કરનાર ઈન્ડિયન ઓઈલ પ્રથમ કંપની છે. કંડલા કોમ્પલેક્સ 127 રિટેલ આઉટલેટ્સ, 15 એલપીજી બોટલિંગ પ્લાન્ટ્સ, 53 કન્ઝ્યૂમર્સ અને 5 એસકેઓ ડિલર્સને ઉત્પાદનો ઉપલબ્ધ બનાવે છે. આ ઉપરાંત તે 20 ઔદ્યોગિક ગ્રાહકો, 25 બંકરિંગ ગ્રાહકો તથા 10 ટ્રેડ કેરિયર વેસલ્સને પુરવઠો ઉપલબ્ધ બનાવે છે. કોમ્પલેક્સ મુખ્યત્વે જેબેલ અલી, ફુજૈરાહ, તાનજંગ, મલેશિયા, ઓમાન, ચીન, સાઉદી અરેબિયા, કતાર, આબુ ધાબીમાંથી એલપીજીની આયાત કરે છે અને ફુજૈરાહ, ઈરાક, મલેશિયા, બાંગ્લાદેશ તથા શ્રીલંકામાં નિકાસ કરે છે. કંડલા કોમ્પલેક્સના સ્થળોને બ્રિટિશ સેફ્ટી કાઉન્સિલ, લંડન તરફથી 2017, 2018 તથા 2019ના ઈન્ટરનેશનલ બ્રિટિશ સેફ્ટી એવોર્ડ્ઝ એનાયત કરાયા હતાં.  દેશની એલપીજીની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કોમ્પલેક્સે એલપીજી પ્લાન્ટની લોડિંગ કામગીરી 24 કલાક શરૂ કરી છે. પીએમયુવાયના 8 કરોડ જોડાણમાંથી આઈઓસીએ 3.5 કરોડ જોડાણો આપ્યાં છે. 2014માં અખિલ ભારતીય સ્તરે એલપીજીનો વ્યાપ 56 ટકા હતો જે હાલમાં 97 ટકા છે. સ્માર્ટ ટર્મિનલની આ છે ખાસિયતો કંડલા એક સ્માર્ટ ટર્મિનલ હોવાને કારણે ટેન્ક ટ્રક ભરવાની કામગીરી સંપૂર્ણપણે ઓટોમેશન પર થાય છે. ટેન્ક ટ્રકનું લાઈનમાં લાગવું, પ્રત્યેક ટીટીને ફાળવાતું આરએફઆઈડી કાર્ડ અને મુખ્ય દરવાજા નજીક આરએફઆઈડી પણ આપમેળે બની જાય છે. ટર્મીનલમાં ટેન્ક ભરવા માટે ડ્રાઈવર્સને માહિતી આપવા વિઝ્યુઅલ ડિસ્પ્લે સિસ્ટમ પણ ઓટોમેટેડ છે. સ્માર્ટ ટર્મિનલનું મહત્વના ડિફરન્શિયેટર 1. એસએમએસ ઈન્ટેન્ડિંગ, 2. ઓટો ટીટી ક્યુઈંગ, 3. ઓટો ટીટી પ્લાનિંગ અને શેડ્યુલિંગ, 4. ઓટો ફિલિંગ એડવાઈસ જનરેશન, 5. અમાનવી ટ્રક ફિલિંગ, 6. ઈનવોઈસ પર ઓટો ક્યુસી ડેટાનું રેકોર્ડિંગ, 7. ઓટો ઈનવોઈસ જનરેશન, 8. એસએમએસ મારફત ઉત્પાદનની માહિતી, 9. ઓટો ગેજ બૂકિંગ-ઓપનિંગ સ્ટોક સર્ટીફિકેટ, અને 10. ઓટો રોકર છે. સ્માર્ટ ટર્મિનલનો કન્સેપ્ટ્સ સચોટ જથ્થા અને ગુણવત્તાપૂર્ણ ઉત્પાદનોની ડિલિવરી સુનિશ્ચિત કરે છે, કારણ કે ત્યાં કોઈ માનવ દરમિયાનગીરી નથી હોતી અને તે ઉત્પાદનના પરિણામોના લોડિંગ અને રેકોર્ડિંગમાં સામેલ છે. તેને પરીણામે ટર્મીનલની અંદર ટ્રકનો ટર્નઅરાઉન્ડ સમય લગભગ 2 ક્લાક અને 40 મિનિટ જેટલો ઘટ્યો છે. દેશમાં જાહેર અથવા ખાનગી ક્ષેત્રે સૌપ્રથમ વખત આટલા વ્યાપક પ્રમાણમાં સ્ટોરેજ ટર્મીનલમાં ઓટોમેશન અને ટેક્નોલોજીનો સફળતાપૂર્વક વ્યાવસાયિક અમલ કરાયો છે. સ્માર્ટ ટર્મીનલે માત્ર ભારતમાં જ નહીં વિશ્વમાં બધા ટર્મીનલ્સ માટે નવા સિમાચિહ્નો સ્થાપિત કર્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Reality check : ગુજરાત યુનિ.માં હેલ્મેટના નિયમનું ઉલ્લંઘન, એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં ખુલાસોAhmedabad Bopal Accident case: અકસ્માત સર્જનાર નશામાં ધૂત નબીરાના નફ્ફટાઈ ભર્યા બોલVadodara News |  ફોન લેનની કામગીરીનો પાદરામાં ખેડૂતોએ કર્યો વિરોધ, વળતર ન મળ્યાનો લગાવ્યો આરોપHarsh Sanghavi: કાયદા-વ્યવસ્થાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બોલાવી બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
IPL 2025 Mega Auction: અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
IPL 2025 PBKS: પંજાબ કિંગ્સે 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો, ટીમે કેપ્ટન માટે ખોલ્યો ખજાનો?
IPL 2025 PBKS: પંજાબ કિંગ્સે 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો, ટીમે કેપ્ટન માટે ખોલ્યો ખજાનો?
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
Mallika Sagar: કોણ છે IPL 2025 ની ઓક્શનર મલ્લિકા સાગર ? નેટવર્થ જાણી ચોંકી જશો
Mallika Sagar: કોણ છે IPL 2025 ની ઓક્શનર મલ્લિકા સાગર ? નેટવર્થ જાણી ચોંકી જશો
Embed widget