Most Expensive Cities For Petrol: વિશ્વના આ શહેરોમાં પેટ્રોલ છે સૌથી મોંઘું, જાણો એક લીટરની કેટલી છે કિંમત
Petrol Prices: ભારતમાં છેલ્લા થોડા મહિનામાં પેટ્રોલના ભાવમાં ઉછાળો આવ્યો છે. સરકારે ડ્યૂટી ઘટાડીને થોડી રાહત આપી છે.
World's 10 Most Expensive Cities For Petrol: ભારતમાં પેટ્રોલની કિંમત એ સ્તર પર છે જે લગભગ એક વર્ષ પહેલા સુધી ક્યારેય પહોંચી ન હતી. જો કે, હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટી અને ઘણા રાજ્યો દ્વારા વેટ ઘટાડવામાં આવ્યા બાદ લોકોને થોડી રાહત મળી છે, પરંતુ હજુ પણ દેશમાં પેટ્રોલના ભાવ ખૂબ ઊંચા છે. આવું માત્ર ભારતમાં જ નથી. વિશ્વના ઘણા દેશોમાં પેટ્રોલના ભાવ ખૂબ ઊંચા છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા પ્રકાશિત તાજેતરના અભ્યાસમાં વિશ્વના દસ શહેરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યાં પેટ્રોલ સૌથી મોંઘું છે અને સદનસીબે ભારતનું કોઈ શહેર આ યાદીમાં નથી.
હોંગ કોંગ
હોંગકોંગ આ યાદીમાં ટોચ પર છે, જ્યાં પેટ્રોલ સૌથી મોંઘુ છે. અહીં 2011માં પેટ્રોલની કિંમત $2.13 પ્રતિ લીટર હતી, જે 2016માં ઘટીને $1.73 થઈ ગઈ હતી, પરંતુ પછી 2020માં કિંમત વધીને $2.19 થઈ ગઈ અને હવે 2021માં વધીને $2.50 થઈ ગઈ છે. ભારતીય ચલણમાં તે 188.10 રૂપિયાની આસપાસ છે.
એમ્સ્ટર્ડમ
આ યાદીમાં બીજા ક્રમ નેધરલેન્ડનું એમ્સ્ટરડેમ શહેર આવે છે. અહીં એક લિટર પેટ્રોલની કિંમત $2.18 છે. 2011માં તેની કિંમત $2.40 હતી, જે 2016માં ઘટીને $1.69 થઈ અને 2020માં વધીને $1.91 થઈ ગઈ.
ઓસ્લો
નોર્વેનું ઓસ્લો શહેર ત્રીજા નંબર પર છે. 2021માં અહીં એક લિટર પેટ્રોલની કિંમત $2.06 છે. 2011માં તેની કિંમત $2.62 પ્રતિ લિટર હતી, જે 2016માં ઘટીને $1.54 થઈ અને 2020માં વધીને $1.76 થઈ ગઈ.
તેલ અવીવ
EIU રિપોર્ટ અનુસાર, 2021માં અહીં એક લિટર પેટ્રોલની કિંમત $2 છે. 2011માં તેની કિંમત $2.05 પ્રતિ લિટર હતી, જે 2016માં ઘટીને $1.45 થઈ અને 2020માં વધીને $1.65 થઈ ગઈ.
હેમ્બર્ગ
જર્મનીના હેમ્બર્ગમાં 2021માં એક લિટર પેટ્રોલની કિંમત $1.99 રહી. 2011માં તેની કિંમત પ્રતિ લિટર $2.24 હતી. જે 2016માં ઘટીને $1.44 અને 2020માં વધીને $1.45 થઈ.
યાદીમાં અન્ય કયા શહેરો છે?
EIU રિપોર્ટ અનુસાર, ગ્રીસનું એથેન્સ 6ઠ્ઠું (2021માં $1.98), ઈટાલીનું રોમ 7મું (2021માં $1.98), સ્વીડનનું સ્ટોકહોમ 8મું (2021માં $1.97), આઈસલેન્ડનું રેકજાવિક નવમું અને ફિનલેન્ડનું શહેર 97મું ($2021માં $1.98) છે. (2021માં $1.96).