શોધખોળ કરો
Advertisement
રિલાયન્સના શેરમાં કેમ બોલ્યો મોટો કડાકો ? જાણો કેમ અચાનક થયો આટલો મોટો ઘટાડો
રિલાયન્સના શેરમાં બોલેલા કડાકા પાછળનું કારણ કઇંક અલગ છે. હાલ સોશિયલ મીડિયા ટ્વિટર પર હેશટેગ રિલાયન્સ ટ્રેન્ડ થઈ રહ્યું છે.
મુંબઈઃ દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં આજે કડાકો બોલ્યો હતો અને ભાવ ઘટીને 1890 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. શેરમાં આવેલી વેચવાલીના કારણે સંપત્તિમાં આશરે એક લાખ રૂપિયાનો ઘટાડો થયો હતો. શુક્રવારે રિલાયન્સનું માર્કેટ કેપ 13,89,159.20 કરોડ રૂપિયા હતું, જે સોમવારે 1.12 લાખ કરોડ ઘટીને 12,77,991.30 કરોડ રૂપિયા થઈ ગયું હતું.
દિવસના અંતે રિલાયન્સનો શેર 8.62 ટકાના ઘટાડા સાથે 1877.30ની સપાટી પર બંધ રહ્યો હતો. 12 મે બાદ દેશની સૌથી મૂલ્યવાન કંપનીના શેરમાં આટલો મોટો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત 20 જુલાઈ બાદજ પ્રથમ વખત કંપનીનો શેર તેના નીચલા સ્તર પર પહોંચ્યો છે. આ ઘટાડાના કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ ઘટાજો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ મુજબ માર્ચ બાદ પ્રથમ વખત મુકેશ અંબાણીની સંપત્તિમાં આટલો મોટો ઘટાડો થયો છે.
રિલાયન્સના શેરમાં બોલેલા કડાકા પાછળનું કારણ કઇંક અલગ છે. હાલ સોશિયલ મીડિયા ટ્વિટર પર હેશટેગ રિલાયન્સ ટ્રેન્ડ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચા મુજબ મુકેશ અંબાણી લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યુ છે. લંડનમાં આ સર્જરી બાદ તેના વજનમાં 30 કિલો ઘટાડો પણ થયો છે. જો આ સમાચાર પબ્લિશ થયા હોત તો માર્કેટમાં ઉથલપાથલ મચી જાત. આ કારણે અંબાણી પરિવાર આઇપીએલમાં પણ જોવા મળ્યો નથી.
રિઝર્વ બેંકે છ હજાર કરોડ રૂપિયાનું સોનું વેચવું પડ્યું, જાણો શું છે કારણ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion