શોધખોળ કરો
Advertisement
આજે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા લગ્નગ્રંથીથી જોડાશે, જાણો લગ્નની શું છે વિષેશતા
મુંબઈ: મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી આજે શ્લોકા મહેતા સાથે લગ્નગ્રંથીથી જોડાઈ જશે. આકાશ અંબાણીની જાન આજે બપોરે 3.30 કલાકે ટ્રાઈડેન્ટ હોટલથી જીઓ સેન્ટર જવા નિકળશે. આ પહેલા અંબાણી પરિવારે ભોજનની સેવા કરી હતી. તેમાં તેમણે આશરે બે હજાર અનાથ બાળકોને ભોજન આપ્યું હતું.
આકાશ અંબાણીની જાન સાંજે જીઓ ટાવર પહોંચશે. લગભગ સાંજે 6:30 કલાકે જાનનું સ્વાગત અને નાસ્તો કરાવવામાં આવશે. તેમજ 8.01 કલાકના સમય સુધી હસ્તમેળાપની વિધી યોજાઈ જશે. ત્યાર બાદ રાત્રિ ભોજન થશે. આ અગાઉ સોશિયલ મીડિયા પર લગ્નના વેન્યૂના ફોટો અને વીડિયો સામે આવ્યા હતા.
આ વીડિયોમાં જોવા મળ્યું હતું કે, લગ્ન સ્થળની સજાવટ કરવા માટે ખાસ કરીને જાપાનમાંથી ફૂલો મંગાવવામાં આવ્યા છે. આ સિવાય, હાથીઓ અને ઘોડાઓની ખાસ ડમી બનાવવામાં આવી છે. સંગીત સેરેમનીમાં શ્લોકા મહેતાએ પોતાની માતા સાથે અનુષ્કા શર્માના સોંગ પર ડાંસ કર્યો હતો.
અંબાણી પરિવાર સાથે નજીકથી જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, બધાં મહેમાનોને આમંત્રણ મોકવામાં આવ્યું છે. આ લગ્નમાં મહેમાનોની યાદીમાં બોલિવૂડ સેલેબ્સ, રાજકારણી, રમત-ગમત અને બિઝનેસમેનની ઘણી હસ્તીઓનો સમાવેશ થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement