શોધખોળ કરો
Advertisement
આકાશ અંબાણી અને શ્લોકા મહેતા લગ્નગ્રંથીથી જોડાયા, વરઘોડામાં મુકેશ-નીતા અંબાણી ઝૂમ્યાં
મુંબઈ: શનિવારે દેશના સૌથી શ્રીમંત અને વિશ્વના છઠ્ઠા ક્રમના અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતા લગ્રનગ્રંથીથી જોડાયા હતાં. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રની અનેક હસ્તીઓ પહોંચી હતી.
મુકેશ અંબાણીના નિવાસ સ્થાન એન્ટિનિયાને ફૂલો અને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું હતું. આકાશ અને શ્લોકાના લગ્ન જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાયા હતા. જોકે બધી વિધિ શરૂ થતાં અગાઉ આકાશે તેના દાદા ધીરુભાઈ અંબાણી અને નાનાને શ્રદ્ધાંજલિ આપી હતી.
આકાશની જાન એન્ટિલિયાથી બપોરે નીકળી હતી તે સમયે મુકેશ અંબાણી અને તેમનાં પત્ની નીતા અંબાણી પણ અન્ય લોકો સાથે વરઘોડામાં મન મૂકીને નાચ્યાં હતાં. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જુલાઈ 2018માં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈ થઈ હતી. શ્લોકાના પિતા રસેલ મહેતાનો ડાયમંડ બિઝનેસ છે.
ઈશા પિરમાલએ ભાઈ આકાશના લગ્નમાં લૂણ ખખડાવતી જોવા મળી હતી. આ જોઈને સૌ મહેમાનો કૂતુહલ ફેલાઈ ગયું હતું અને આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
આકાશ અંબાણીની જાનમાં માતા નીતા અંબાણી સહિત જાનૈયાઓ મન મૂકીને ડાન્સ કરી રહ્યા હતા જ્યારે શાહરૂખ ખાન પણ નીતા અંબાણી જોડે ડાન્સ કરતો જોવા મળ્યો હતો.
આકાશ અંબાણીના જમણા હાથ પર બંધાયેલું મીંઢળ સૌનું ધ્યાન ખેંચતું હતું. મીંઢળનું સોપારી જેવડું ફળ લગ્નમાં માણેકસ્તંભ સ્થાપીને તથા વરરાજાના હાથે બાંધવામાં આવે છે. મીંઢળને મદન ફળ પણ કહે છે. લગ્ન લેવાય તે દિવસથી મીંઢળ બંધાય છે, જે લગ્ન બાદ છોડવાની પ્રથા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement