LIC Aadharshila Policy: LIC મહિલાઓ માટે લઈને આવ્યું શાનદાર સ્કીમ, 87 રુપિયાના રોકાણ પર મળશે 11 લાખનુ ફંડ
ભારતીય જીવન વીમા નિગમ (LIC) તેના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે અલગ-અલગ યોજનાઓ લાવતી રહે છે.
ભારતીય જીવન વીમા નિગમ (LIC) તેના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે અલગ-અલગ યોજનાઓ લાવતી રહે છે. LIC મહિલાઓ માટે એક ખાસ સ્કીમ લાવ્યું છે, જેનું નામ LIC આધારશિલા પોલિસી છે. આ સ્કીમમાં દરરોજ માત્ર 87 રૂપિયાનું રોકાણ કરીને તમે પાકતી મુદતના સમયે મોટી રકમ મેળવી શકો છો. આ રીતે આ પોલિસી ઓછી આવક ધરાવતા પરિવારો માટે રોકાણનો વધુ સારો વિકલ્પ બની શકે છે. ચાલો જાણીએ આ સ્કીમ વિશે વિગતવાર માહિતી.........
LIC આધારશિલા પોલિસી વિશે
LIC આધારશિલા પોલિસી એ નોન-લિંક્ડ, પર્સનલ લાઈફ ઈન્સ્યોરન્સ સ્કીમ છે. જે ખાસ મહિલાઓ માટે લાવવામાં આવી છે. આ સ્કીમમાં ઓછામાં ઓછા 10 વર્ષ અથવા 20 વર્ષ માટે રોકાણ કરી શકાય છે. પાકતી મુદત સુધી તેમાં જમા કરીને રોકાણકાર લાખો રૂપિયાનું ભંડોળ એકત્ર કરી શકે છે. બીજી તરફ, જો પોલિસી ધારક પોલિસી પૂર્ણ થયા પહેલા મૃત્યુ પામે છે, તો આવી સ્થિતિમાં પરિવારને આર્થિક સહાય મળે છે.
આ રીતે તમે 11 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકો છો
મહિલાઓ માટે લાવવામાં આવેલી LICની આ ખાસ પોલિસીમાં 8-55 વર્ષની મહિલાઓ રોકાણ કરી શકે છે. પોલિસી પાકતી સમયે મહિલાની મહત્તમ ઉંમર 70 વર્ષ હોય શકે છે. આ સ્કીમ 10 થી 20 વર્ષ માટે ખરીદી શકાય છે. બીજી તરફ, જો તમે 11 લાખ રૂપિયા સુધીનું ભંડોળ એકત્ર કરવા માંગતા હોય તો દરરોજ ફક્ત 87 રૂપિયા જ જમા કરાવવાના રહેશે. આ કિસ્સામાં વાર્ષિક 31,320 રૂપિયાનું પ્રીમિયમ કરવામાં આવશે. 10 વર્ષના સમયગાળામાં જમા થયેલી કુલ રકમ રૂ 3,13,200 હશે. બીજી તરફ, જો તમે 70 વર્ષની ઉંમરે પૈસા ઉપાડો છો, તો તમને 11 લાખ રૂપિયાનું ફંડ મળી શકે છે.
ધારો કે 21 વર્ષની ઉંમરે એક યુવતી 20 વર્ષ માટે જીવન આધાર શિલા યોજનામાં રોકાણ કરે છે તો તેણે દર વર્ષે 18,976 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. 20 વર્ષમાં લગભગ 3 લાખ 80 હજાર રૂપિયા જમા થશે અને મેચ્યોરિટી પર 6 લાખ 62 હજાર રૂપિયા મળશે. 5 લાખ બેઝિક સમ એશ્યોર્ડ અને 1,62,500 લોયલ્ટી એડિશન આમાં સામેલ કરવામાં આવશે.
રોકાણ માટે જરુરી માપદંડ
LIC આધારશિલા પોલિસીમાં માત્ર મહિલાઓ જ રોકાણ કરી શકે છે.
રોકાણ કરવા માટે મહિલા પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે.
મહિલાઓ આ યોજનામાં માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે રોકાણ કરી શકે છે.
રોકાણની મર્યાદા 3 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
માત્ર 8 થી 55 વર્ષની વયજૂથની મહિલાઓ જ રોકાણ કરી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માહિતી માટે છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com તરફથી નાણાંનું રોકાણ કરવાની અહીં ક્યારેય સલાહ આપવામાં આવતી નથી.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial