શોધખોળ કરો

LIC Customer: છેતરપિંડી કરનારાઓએ શોધી કાઢ્યા નવા રસ્તા, LIC ગ્રાહક KYC કરતી વખતે રહે સાવધાન, નહીં તો થશે મોટું નુકસાન

દેશમાં મોબાઈલથી ઓનલાઈન શોપિંગના વધી રહેલા ચલણ વચ્ચે છેતરપિંડી કરનારાઓએ પોતાનો ફાયદો ઉઠાવવા માટે ઘણા રસ્તાઓ બનાવ્યા છે.

LIC Customer KYC Update: જો તમે ભારતીય જીવન વીમા નિગમ (LIC ગ્રાહકો) ના ગ્રાહક છો અથવા LIC ની પોલિસીમાં રોકાણ કરો છો, તો તમારે આ સમાચાર વાંચવા જ જોઈએ. આ માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે, જો તમે આ નહી કરો તો તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

છેતરપિંડી કરનારાઓએ છેતરપિંડી કરવાના નવા રસ્તા અપનાવ્યા

દેશમાં મોબાઈલથી ઓનલાઈન શોપિંગના વધી રહેલા ચલણ વચ્ચે છેતરપિંડી કરનારાઓએ પોતાનો ફાયદો ઉઠાવવા માટે ઘણા રસ્તાઓ બનાવ્યા છે. આવી સ્થિતિમાં તેઓએ છેતરપિંડી કરવાના નવા રસ્તા શોધી કાઢ્યા છે. હવે છેતરપિંડી કરનારાઓએ LIC ગ્રાહકોને તરત જ KYC અપડેટ કરવા માટે મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું છે. આમાં, તમને લિંક દ્વારા તરત જ KYC કરવા માટે કહેવામાં આવે છે. જો તેમ કરવામાં નહીં આવે તો LIC ભારે ચાર્જ વસૂલવાની ધમકી આપી રહી છે. એલઆઈસીએ સચેત રહેવાની અને આવા મેસેજથી દૂર રહેવાની સલાહ આપી છે.

એલઆઈસીએ ફેક મેસેજ માટે એલર્ટ જાહેર કર્યું છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, LICએ એક જાહેર સૂચના જારી કરીને કહ્યું કે સાયબર ગુનેગારો હાલમાં ગ્રાહકોને નકલી મેસેજ મોકલી રહ્યા છે. મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે જો તાત્કાલિક KYC કરવામાં નહીં આવે તો ALIC ગ્રાહકો પર દંડ લગાવશે. એલઆઈસીનું કહેવું છે કે આવો કોઈ મેસેજ ગ્રાહકોને મોકલવામાં આવ્યો નથી અને તે નકલી છે. જીવન વીમા પૉલિસીઓ માટે તેના ગ્રાહક KYC અપડેટ કરવામાં નિષ્ફળ રહેવા માટે કોઈ દંડ લાદવામાં નથી આવતો.

LICએ કહ્યું, ફેક મેસેજ છે

LICએ ગ્રાહકોને જાણ કરી છે કે આવી ચેતવણીઓ ખોટી છે. એલઆઈસી દ્વારા આવો કોઈ મેસેજ કોઈને મોકલવામાં આવ્યો નથી. આવી કોઈ લિંક ખોલશો નહીં. LICએ કહ્યું કે અમે અમારા ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપવા માટે અમારી પોલિસીધારકોને KYC વિગતો અપડેટ કરવા પ્રોત્સાહિત કરીએ છીએ, તેમ કરવામાં નિષ્ફળતા માટે અમારા દ્વારા કોઈ દંડ વસૂલવામાં આવતો નથી.

LIC નો સંપર્ક કેવી રીતે કરવો

તમે આ નંબર પર ફોન દ્વારા LIC નો સંપર્ક કરી શકો છો - 022- 6827 6827.

તમે ઇન્ટરનેટ વેબસાઇટ www.licidia.in પર ઑનલાઇન મુલાકાત લઈ શકો છો.

ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર એલઆઈસી ઈન્ડિયા ફોરએવર નામનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, તમે તેની સાથે કનેક્ટ થઈ શકો છો.

તમે કોઈપણ નિયુક્ત એલઆઈસી એજન્ટ અથવા શાખાની મુલાકાત લઈને સાચી માહિતી મેળવી શકો છો.

તમારી સંપર્ક વિગતો આ રીતે અપડેટ કરો

આ માટે તમારે પહેલા https://merchant.licindia.in/LICEPS/portlets/visitor/updateContact/UpdateContactController.jpf ની મુલાકાત લેવી પડશે.

પૂરું નામ, જન્મ તારીખ, સંપર્ક નંબર દાખલ કરો.

ડેક્લેરેશન પર ટિક કરો અને સબમિટ પર ક્લિક કરો.

આગળના પેજમાં પોલિસીની વિગતો દાખલ કરો અને તેની ચકાસણી કરો.

તમારી સંપર્ક વિગતો અપડેટ કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Embed widget