LIC IPO Share Listing: આજે લિસ્ટ થશે LICના શેર, ઘટાડા સાથે ખુલે તો રોકાણકારોએ શું કરવું જોઈએ, જાણો નિષ્ણાંતોએ શું કહ્યું...
શેરબજારમાં તાજેતરની નબળાઈને જોતા બજારના નિષ્ણાતો પણ આશંકા સેવી રહ્યા છે કે તેની શરૂઆત ધીમી થઈ શકે છે.
LIC IPO Share Listing: દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના શેરનું લિસ્ટિંગ સ્થાનિક શેરબજારમાં આજે થવા જઈ રહ્યું છે. સવારે LICના શેરના લિસ્ટિંગ સાથે કરોડો રોકાણકારો અને શેરધારકોની રાહનો અંત આવશે.
સરકારે LICના IPOમાંથી રૂ. 21,000 કરોડ એકત્ર કર્યા
સરકાર આ IPOમાંથી રૂ. 20,557 કરોડ એકત્ર કરવામાં સફળ રહી છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેનું લિસ્ટિંગ પ્રીમિયમ પર થશે, જેથી રોકાણકારો-વેપારીઓ તેમજ પોલિસીધારકોને લિસ્ટિંગમાં સારો ફાયદો થશે.
જો શેરનું લિસ્ટિંગ ધમાકેદાર ન રહે તો રોકાણકારોએ શું કરવું જોઈએ?
શેરબજારમાં તાજેતરની નબળાઈને જોતા બજારના નિષ્ણાતો પણ આશંકા સેવી રહ્યા છે કે તેની શરૂઆત ધીમી થઈ શકે છે. જોકે, બજારના નિષ્ણાતો કહે છે કે રોકાણકારો અને શેરધારકોએ ગભરાવું જોઈએ નહીં અને તેમણે મધ્યમથી લાંબા ગાળા માટે LICના શેર રાખવા જોઈએ.
949 ઇશ્યૂ કિંમત છે
સરકારે LICના શેરની ઇશ્યૂ કિંમત 949 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. જોકે, LIC પોલિસીધારકો અને છૂટક રોકાણકારોને અનુક્રમે શેર દીઠ રૂ. 889 અને રૂ. 904ના ભાવે શેર મળશે. આવતીકાલે એટલે કે 17મી મેના રોજ BSE અને NSE પર શેર લિસ્ટ થશે.
જાણો IPOની ખાસ વાતો
LICનો IPO 9 મેના રોજ બંધ થયો હતો અને તેના શેર 12 મેના રોજ બિડર્સને ફાળવવામાં આવ્યા હતા. સરકારે IPO દ્વારા LICમાં 22.13 કરોડથી વધુ શેર એટલે કે 3.5 ટકા હિસ્સો ઓફર કર્યો છે. આ માટે, કિંમતની શ્રેણી 902-949 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી હતી.
LICના IPOને લગભગ ત્રણ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. આમાં સ્થાનિક રોકાણકારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જ્યારે વિદેશી રોકાણકારોની પ્રતિક્રિયા 'ઠંડી' હતી. દેશના ઈતિહાસમાં આ સૌથી મોટો આઈપીઓ છે. સરકારે આ IPO દ્વારા LICમાં તેનો 3.5 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે.