LIC Policy Loan: તમે તમારી પૉલીસ પર પણ લઇ શકો છો લૉન, જાણો શું છે નિયમ.......
જો તમે એલઆઇસીની વીમા પોલીસી ખરીદી છે તો તમે તેના બદલામાં આ પર્સનલ લૉન લઇ શકો છો. એલઆઇસી બહુ જ ઓછા વ્યાજ દર પર પોતાના ગ્રાહકોને આ લૉન આપે છે.
નવી દિલ્હીઃ કોરોના મહામારીના આ સમયમાં લોકો આર્થિક રીતે મોટા પડકારોનો સામનો કરી રહ્યાં છે. આવામાં જો તમારે મેડિકલ ઇમર્જન્સી, લગ્ન, ઘર કે ઉચ્ચ શિક્ષણ માટે લૉન જોઇતી હોય તો આના માટે તમે જીવન વીમા નિગમ એટલે કે એલઆઇસીની આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો. જો તમે એલઆઇસીની વીમા પોલીસી ખરીદી છે તો તમે તેના બદલામાં આ પર્સનલ લૉન લઇ શકો છો. એલઆઇસી બહુ જ ઓછા વ્યાજ દર પર પોતાના ગ્રાહકોને આ લૉન આપે છે.
તમે એલઆઇસીની આ પર્નલ લૉન ફક્ત એન્ડોમેન્ટ પ્લાન, ઇનકમ પ્લાન અને યૂનિટ લિન્ક્ડ પ્લાનના બદલે જ લઇ શકો છો. તમે ઓછામાં ઓછા છ મહિનાની સમયમર્યાદા માટે આ લૉન લઇ શકો છો. જોકે આને પૉલીસીની મેચ્યૂરિટી પીરિયડ સુધી પણ ચૂકવી શકાય છે. કંપની આ લૉનના બદલે તમારી એલઆઇસી પૉલીસી સિક્યૂરિટી તરીકે પોતાની પાસે રાખી લે છે. એલઆઇસી તમને પૉલીસીના બદલે ફક્ત 10.5 ટકા જ વ્યાજ પર લૉન આપે છે, જે અન્ય સંસ્થાઓના વ્યાજદરથી એકદમ ઓછુ છે.
કોણે અને કેટલી મળે છે લૉન-
એલઆઇસી પૉલીસીના બદલે લૉન લેવા માટે આ ખુબ જરૂરી છે કે તમારે લૉન લેવા માટે અરજી કરતા પહેલા કમ સે કમ ત્રણ વર્ષ સુધીનો પીરિયડ ભરેલો હોય. આ માટે તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઇએ. સાથે જ આમા તમે પોતાની પૉલીસીની સરેન્ડર વેલ્યૂની મેક્સિમમ 90% સુધી લૉન લઇ શકો છો. જોકે જો તમારી એલઆઇસી પૉલીસી પેડઅપ છે તો તમે સરેન્ડર વેલ્યૂના 85% સુધી જ લૉન લઇ લઇ શકો છો.
સાથે તમને આમાં ફક્ત વ્યાજ ચૂકવવાની પણ સુવિધા મળે છે, અને લૉનના મૂલધન એમાઉન્ટને તમે મેચ્યૂરિટી પીરિયડ બાદ મળનારી વીમા રકમમાંથી ચૂકવી શકો છો. ઉલ્લેખનીય છે કે એલઆઇસી પૉલીસી મેચ્યૉર થયા બાદ તમને મળનારી રકમ જ સરેન્ડર વેલ્યૂ કે કેશ વેલ્યૂ હોય છે. સાથે જ જો તમે સમય પર લૉનનુ વ્યાજ નથી ચૂકવતા તો વ્યાજની રકમ મૂલધનમાં જોડી દેવામા આવે છે. તમારે પછી આ આખી રકમ પર વ્યાજ ચૂકવવુ પડે છે.
જો તમે પોતાની લૉન ચૂકવવામાં નિષ્ફળ રહો છો તો એલઆઇસી તમારી વીમા પૉલીસીની મેચ્યૂરિટી એમાઉન્ટમાંથી આ પૈસા કાપી લે છે. આ ઉપરાંત જો તમારી પૉલીસી લૉન ચૂકવતા પહેલા જ મેચ્યૉર થઇ જાય છે તો એલઆઇસી તમારી સરેન્ડર વેલ્યૂથી લૉનની રકમ કાપીને તમારી બીકીના પૈસા પાછા આપી શકે છે.