શોધખોળ કરો

Loan EMI Bounce: લોનનો હપ્તો ચૂકવવામાં નિષ્ફળ જશો તો શું બેંક SIM બ્લોક કરી શકે? જાણો નિયમ

Loan EMI default rules: ગભરાવાની જરૂર નથી, જાણો EMI ડિફોલ્ટ થવા પર બેંક પાસે કયા અધિકારો છે અને 90 દિવસનો નિયમ શું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • લોન EMI ડિફોલ્ટથી બેંક SIM કાર્ડ બ્લોક ન કરે.
  • EMI ન ભરવાથી ક્રેડિટ સ્કોર બગડે, દંડ લાગે.
  • ફોન EMI પર હોય તો 90 દિવસે સેવા રોકાય.
  • આર્થિક તકલીફમાં બેંકનો સંપર્ક કરો, ઉકેલ મળશે.

Loan EMI default rules: જો તમે કોઈપણ બેંક અથવા નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) પાસેથી પર્સનલ, હોમ કે કાર લોન લીધી હોય અને કોઈ આર્થિક તંગીના કારણે તમારો માસિક હપ્તો (EMI) સમયસર ચૂકવી શક્યા ન હોવ, તો સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓ જોઈને મૂંઝવણમાં મુકાવાની બિલકુલ જરૂર નથી. ઘણા લોકોના મનમાં એવો ડર હોય છે કે હપ્તો બાઉન્સ થતાં જ બેંક તેમનો મોબાઈલ નંબર કે સિમ કાર્ડ બ્લોક કરી દેશે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે. આરબીઆઈ (RBI) ના નિયમો અનુસાર, જો કોઈ ગ્રાહક EMI નથી ચૂકવતો, તો બેંક પોતાની લેણી રકમ વસૂલવા માટે કાનૂની રસ્તો અપનાવી શકે છે, પરંતુ તેને ગ્રાહકનું સિમ કાર્ડ નિષ્ક્રિય કરવાનો કોઈ જ કાનૂની અધિકાર નથી.

જોકે, બેંક સિમ કાર્ડ બ્લોક નથી કરી શકતી તેનો અર્થ એવો બિલકુલ નથી કે તમે લોન ચૂકવવામાંથી બચી જશો, કારણ કે હપ્તો ન ભરવાના કારણે તમારા ક્રેડિટ પ્રોફાઇલને મોટું નુકસાન થાય છે. પ્રથમ તો, EMI ચૂકવવામાં નિષ્ફળ જતાં તમારો ક્રેડિટ સ્કોર (CIBIL Score) ખૂબ જ ખરાબ થઈ જાય છે, જેના કારણે ભવિષ્યમાં હોમ લોન, કાર લોન કે ક્રેડિટ કાર્ડ મેળવવું લગભગ અશક્ય બની જાય છે. આ ઉપરાંત, મોડી ચુકવણી કરવા બદલ બેંકો ભારે પેનલ્ટી, લેટ ફી અને વધારાનું વ્યાજ પણ વસૂલ કરે છે, જે આખરે તમારા ખિસ્સા પર મોજો વધારે છે. જો તમે ગીરવે મૂકેલી લોન લીધી હોય અને ઘણા મહિનાઓ સુધી હપ્તો ન ભરો, તો બેંક તે પ્રોપર્ટી જપ્ત કરવાની કાનૂની પ્રક્રિયા પણ શરૂ કરી શકે છે.

સિમ કાર્ડ અથવા ફોનની સેવાઓ ક્યારે બંધ થઈ શકે, તેની પણ એક ખાસ શરત છે. જો તમે ફાઇનાન્સ અથવા EMI પર નવો જ મોબાઈલ ફોન ખરીદ્યો હોય, તો જ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે. આરબીઆઈ (RBI) અને ટેલિકોમ નિયમો મુજબ, આ કિસ્સામાં પણ બેંક કે ફાઇનાન્સ કંપની તાત્કાલિક કોઈ પગલાં લઈ શકતી નથી. જો ગ્રાહક સતત 90 દિવસ સુધી પોતાના મોબાઈલના હપ્તા ન ચૂકવે, ત્યારે જ કંપની કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને ફોનની કેટલીક સેવાઓ પર પ્રતિબંધ લગાવી શકે છે. જોકે, આવી સ્થિતિમાં પણ ઇનકમિંગ કોલ, ઇન્ટરનેટ અને ઇમરજન્સી (SOS) જેવી પ્રાથમિક સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી શકાતી નથી.

નાણાકીય નિષ્ણાતો સલાહ આપે છે કે જો ભવિષ્યમાં ક્યારેય આર્થિક તકલીફના કારણે લોનનો હપ્તો ભરવામાં મુશ્કેલી પડે, તો બેંકથી ભાગવા કે બાબત છુપાવવાને બદલે સીધો તમારી બેંક શાખાનો સંપર્ક કરવો જોઈએ. મોટાભાગની બેંકો ગ્રાહકની જેન્યુઈન સમસ્યા જોઈને લોન રિસ્ટ્રક્ચરિંગ (Loan Restructuring), હપ્તાની રકમ ઓછી કરવી અથવા લોનની મુદત વધારી આપવા જેવા શાનદાર વિકલ્પો આપે છે. વહેલી તકે બેંક સાથે વાતચીત કરવાથી તમે મોટી પેનલ્ટી અને ભવિષ્યના કાનૂની વિવાદોથી બહુ આસાનીથી બચી શકો છો.

આ પણ વાંચોઃ મિત્રની લોનમાં 'ગેરંટર' બનતા પહેલા સાવધાન: બેંક તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી કરી શકે છે!

Frequently Asked Questions

શું EMI ચૂકવવામાં નિષ્ફળ જતાં બેંક મારું સિમ કાર્ડ બ્લોક કરી શકે છે?

ના, આરબીઆઈના નિયમો અનુસાર, બેંક EMI ન ચૂકવવા બદલ તમારું સિમ કાર્ડ નિષ્ક્રિય કરી શકતી નથી. સોશિયલ મીડિયા પર ચાલતી આ વાત તદ્દન ખોટી છે.

EMI ન ચૂકવવાના મુખ્ય પરિણામો શું છે?

EMI ન ભરવાથી તમારો ક્રેડિટ સ્કોર ખૂબ ખરાબ થાય છે, જેના કારણે ભવિષ્યમાં લોન કે ક્રેડિટ કાર્ડ મેળવવું મુશ્કેલ બને છે. બેંકો ભારે પેનલ્ટી, લેટ ફી અને વધારાનું વ્યાજ પણ વસૂલ કરે છે.

કઈ પરિસ્થિતિમાં ફોનની સેવાઓ પર પ્રતિબંધ લાગી શકે છે?

જો તમે ફાઇનાન્સ પર મોબાઈલ ફોન લીધો હોય અને 90 દિવસ સુધી સતત હપ્તા ન ચૂકવો, તો કાયદાકીય પ્રક્રિયા પછી કેટલીક સેવાઓ પર પ્રતિબંધ લાગી શકે છે. જોકે, ઇનકમિંગ કોલ જેવી પ્રાથમિક સેવાઓ બંધ થતી નથી.

જો લોનનો હપ્તો ભરવામાં મુશ્કેલી પડે તો શું કરવું જોઈએ?

બેંકથી છુપાવવાને બદલે તરત જ તમારી બેંક શાખાનો સંપર્ક કરવો જોઈએ. બેંકો લોન રિસ્ટ્રક્ચરિંગ, હપ્તાની રકમ ઓછી કરવી અથવા મુદત વધારવા જેવા વિકલ્પો આપી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Advertisement

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Embed widget