શોધખોળ કરો

‘દરેક બાટલા પર ₹700નું...’, LPG સિલિન્ડર ભાવ વધારવા પર સરકારે કર્યો ખુલાસો

lpg price hike justification: તાજેતરમાં થયેલા ₹89ના ભાવ વધારાનો સરકારે બચાવ કર્યો; વૈશ્વિક બજારમાં ભાવ વધ્યા હોવાથી ઓઇલ કંપનીઓને ₹60,000 કરોડનો ફટકો પડ્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડર ભાવવધારો વૈશ્વિક ભાવ વધારાથી ન્યાયી ઠેરવ્યો.
  • તાજેતરમાં કુલ ₹89 ભાવવધારાથી કંપનીઓને સિલિન્ડર દીઠ ₹703 નુકસાન.
  • ઉજ્જવલા લાભાર્થીઓને સબસિડી મળે છે, ભારત અન્ય દેશોથી સસ્તું.
  • દેશમાં ગેસ પુરવઠો જાળવવા સરકારે ઉત્પાદન, આયાત વધારી છે.

lpg price hike justification: દેશમાં સામાન્ય માણસ પર મોંઘવારીનો માર પડી રહ્યો છે અને તાજેતરમાં જ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કુલ ₹89 નો વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારા અંગે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરતા પોતાનો બચાવ કર્યો છે. સરકારનું કહેવું છે કે વૈશ્વિક બજારમાં ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે, જેથી એક સિલિન્ડર પાછળ ₹700 નું નુકસાન થઈ રહ્યું છે. આમ છતાં, પાકિસ્તાન અને અમેરિકા જેવા દેશોની સરખામણીમાં ભારતમાં રસોઈ ગેસ હજુ પણ સસ્તો છે અને ગ્રાહકોને વૈશ્વિક ભાવ વધારાની સીધી અસરથી બચાવવાના પૂરા પ્રયાસો થઈ રહ્યા છે.

ભાવ વધારાનું ગણિત અને ઉજ્જવલા યોજના

તાજેતરમાં કેન્દ્ર સરકારે 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં ₹29 નો વધારો કર્યો છે. આ પહેલાં 7 માર્ચના રોજ ₹60 નો વધારો કરાયો હતો. આ બંને વધારા મળીને સિલિન્ડર કુલ ₹89 મોંઘો થયો છે.

દિલ્હીનો ભાવ: દિલ્હીમાં જે સિલિન્ડર પહેલા ₹913 માં મળતો હતો, તેની કિંમત હવે વધીને ₹942 થઈ ગઈ છે.

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ (PMUY): આ લાભાર્થીઓને ₹300 ની સબસિડી મળ્યા બાદ આ સિલિન્ડર ₹642 માં પડશે. જોકે, નોંધનીય છે કે ગયા વર્ષે આ સબસિડી વર્ષમાં 9 વખત આપવામાં આવતી હતી, જે હવે ઘટાડીને વર્ષમાં 4 વખત કરી દેવામાં આવી છે.

સિલિન્ડર દીઠ ₹700 નું નુકસાન કેમ?

સરકારે આ ભાવ વધારા પાછળનું કારણ સમજાવતા કહ્યું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સપ્લાય ખોરવાવાને કારણે ફેબ્રુઆરીથી વૈશ્વિક બજારમાં LPG ના બેન્ચમાર્ક (સાઉદી કરાર ભાવ)માં લગભગ 46% નો ઉછાળો આવ્યો છે. આ કારણે ઘરેલુ LPG સિલિન્ડર સપ્લાય કરવાનો અસલી ખર્ચ ₹1600 ને પાર થઈ ગયો છે. પરિણામે, તાજેતરના ભાવ વધારા પહેલા જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓને એક સિલિન્ડર દીઠ ₹703 નું તોતિંગ નુકસાન ભોગવવું પડી રહ્યું હતું.

આ પણ વાંચોઃ મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?

ઓઇલ કંપનીઓને ₹60,000 કરોડનો ફટકો

સરકારના જણાવ્યા મુજબ, ગ્રાહકો અત્યારે માત્ર ₹942 જ ચૂકવે છે, જ્યારે બાકીનો ખર્ચ સરકાર અને ઓઇલ કંપનીઓ પોતાના માથે ઉઠાવી રહી છે. ગયા નાણાકીય વર્ષમાં ઘરેલુ ગેસ પરનું કુલ નુકસાન લગભગ ₹60,000 કરોડ પર પહોંચી ગયું હતું, જે તેના આગલા વર્ષે ₹41,338 કરોડ હતું. આ નુકસાનને થોડું સરભર કરવા માટે કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ કંપનીઓને ₹30,000 કરોડનું વળતર પણ આપ્યું છે.

અન્ય દેશો કરતા ભારતમાં ગેસ સસ્તો

કટોકટીના આ સમયમાં દેશમાં ગેસની અછત ન સર્જાય તે માટે સરકારે ઘરેલુ ઉત્પાદનમાં 60% થી વધુનો વધારો કર્યો છે અને અમેરિકા, કેનેડા અને અલ્જેરિયા જેવા દેશોમાંથી વધારાની આયાત પણ કરી છે. સરકારે દાવો કર્યો છે કે, આટલી મુશ્કેલીઓ હોવા છતાં, ભારતમાં ઘરેલુ ગેસના ભાવ પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા જેવા પાડોશી દેશો અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા વિકસિત દેશો કરતા ઘણા ઓછા છે. આ ભાવ વધારાનો મુખ્ય હેતુ દેશભરમાં રસોઈ ગેસ સતત મળતો રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

આ પણ વાંચોઃ પેટ્રોલ-CNG ભૂલી જશો! 29 kmpl માઈલેજવાળી આ હાઇબ્રિડ કાર્સની બજારમાં ભારે ડિમાન્ડ

Frequently Asked Questions

એલપીજીના ભાવમાં વધારો શા માટે થયો છે?

વૈશ્વિક બજારમાં ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે અને પશ્ચિમ એશિયાના તણાવને કારણે સપ્લાય ખોરવાઈ છે. આનાથી એક સિલિન્ડર પાછળ ₹700 નું નુકસાન થતું હતું.

તાજેતરમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કેટલો વધારો થયો છે?

તાજેતરમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કુલ ₹89 (₹29 + ₹60) નો વધારો કરાયો છે. દિલ્હીમાં તેની કિંમત હવે વધીને ₹942 થઈ ગઈ છે.

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ભાવવધારાની શું અસર થશે?

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ₹300 ની સબસિડી મળ્યા બાદ સિલિન્ડર ₹642 માં મળશે. જોકે, આ સબસિડી હવે વર્ષમાં 9 ને બદલે 4 વખત જ અપાશે.

અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં રસોઈ ગેસ મોંઘો છે?

ના, સરકારના દાવા મુજબ ભારતમાં ઘરેલુ ગેસના ભાવ પાકિસ્તાન, નેપાળ અને અમેરિકા જેવા દેશો કરતાં ઘણા ઓછા છે. ગ્રાહકોને વૈશ્વિક ભાવ વધારાની સીધી અસરથી બચાવવાના પ્રયાસો થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget