શોધખોળ કરો

EMI કેલ્ક્યુલેટર દ્વારા તમારી લોનની ચુકવણી માટે સ્માર્ટ પ્લાન બનાવો

પર્સનલ લોન એ આકસ્મિક ખર્ચને મેનેજ કરવા માટે સરળ અને ઝડપી માર્ગ છે, પછી ભલે તે તબીબી કટોકટી હોય, લગ્ન પ્રસંગ હોય, ઘરનું નવીનીકરણ કરવાનું હોય કે દેવાનું એકત્રીકરણ હોય.

Loan: પર્સનલ લોન એ આકસ્મિક ખર્ચને મેનેજ કરવા માટે સરળ અને ઝડપી માર્ગ છે, પછી ભલે તે તબીબી કટોકટી હોય, લગ્ન પ્રસંગ હોય, ઘરનું નવીનીકરણ કરવાનું હોય કે દેવાનું એકત્રીકરણ હોય. જો કે, લોન લેતા પહેલા, નાણાકીય તણાવ ઓછો કરવા માટે તમારી તેની ચુકવણી માટે સ્માર્ટ રીતે પ્લાનિંગ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ એવો સમય છે જ્યારે પર્સનલ લોન EMI કેલ્ક્યુલેટર તમારા શ્રેષ્ઠ સાધન છે.

EMI કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમે તમારી પર્સનલ લોન માટે માસિક હપ્તાઓનો અંદાજ લગાવી શકો છો. તેના માટે આરામદાયક ચુકવણી યોજના પસંદ કરી શકો છો અને એ સુનિશ્ચિત કરી શકો છો કે તમારી લોનની ચુકવણી બોજ ન બને. બજાજ ફાઇનાન્સ તરફથી પર્સનલ લોન તમને ઓછા વ્યાજ દર સાથે લવચીક મુદત જેવી આકર્ષક શરતો સાથે આપવામાં આવે છે. તે તમારા ચુકવણીના બોજને ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી તમે તમારું નાણાકીય આયોજન આરામદાયક રીતે કરી શકો છો. તો ચાલો જોઈએ કે,  અનુકૂળ શરતો સાથે પર્સનલ લોન કેવી રીતે મેળવવી અને EMI ને સરળતાથી મેનેજ કેવી રીતે કરવું જોઈએ.

શા માટે પર્સનલ લોન સ્માર્ટ પસંદગી ગણવામાં આવે છે

ઘર અથવા કાર લોનથી વિપરીત, પર્સનલ લોન એ અસુરક્ષિત લોન છે, તેનો અર્થ એ છે કે તમારે કોઈ કોલેટરલ આપવાની જરૂર નથી. બજાજ ફિનસર્વ પર્સનલ લોન સાથે, તમે આ લાભ મેળવી શકો છો:

  • ઝડપી પ્રક્રિયા અને વિતરણ - સફળ પર્સનલ લોન અરજી થતાં તમને તાત્કાલિક મંજૂરી મળી શકે છે અને આ ભંડોળ 24 કલાકની અંદર તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે*.
  • ઉપયોગ માટેની વિશાળ શ્રેણી – તમારી વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આ રકમનો ઉપયોગ કરી શકો છો - મુસાફરી, શિક્ષણ, તબીબી બિલ અથવા કટોકટીના અન્ય કોઈપણ ખર્ચ.
  • ચુકવણીનો લવચીક સમયગાળો - તમે તમારી ચુકવણીના બજેટના આધારે 12 થી 96 મહિના વચ્ચેનો સમયગાળો પસંદ કરી શકો છો.
  • ન્યૂનતમ દસ્તાવેજીકરણ – આ માટે કોઈ જટિલ પેપરવર્ક નથી; તમે માત્ર અમુક દસ્તાવેજો સાથે જ જરૂરી ભંડોળ મેળવી શકો છો.

જો કે, આવી પર્સનલ લોન અનુકૂળતા આપે છે, ત્યારે તેનું અયોગ્ય આયોજન હોય તો તે વધુ ઉચ્ચ EMI અને નાણાકીય તણાવ ઊભો કરી શકે છે અને આ જ કારણે અહી EMI કેલ્ક્યુલેટર આવશ્યક છે.

તમારી લોન ચુકવણીનું અસરકારક રીતે આયોજન કેવી રીતે કરવું

પર્સનલ લોન EMI કેલ્ક્યુલેટર એક ઓનલાઈન ટૂલ છે જે તમને દર મહિને કેટલી ચુકવણી કરવી પડશે તે નક્કી કરવામાં મદદ કરે છે. તે તમને આવું કરવાની સુવિધા આપે છે:

  • લોન માટે અરજી કરતા પહેલા તમારા માસિક EMI નો અંદાજ મેળવવો.
  • શ્રેષ્ઠ ચુકવણી યોજના શોધવા માટે વિવિધ લોનની રકમ, વ્યાજ દર અને મુદતની તુલના કરવી.
  • તમારા બજેટમાં બંધબેસે એવી EMI પસંદ કરીને નાણાકીય તણાવ ઓછો કરવો.

EMI કેલ્ક્યુલેટરમાં લોનની રકમ અને મુદતને સમાયોજિત કરીને, તમે તમારી નાણાકીય પરિસ્થિતિને અનુરૂપ વિવિધ ચુકવણી યોજનાઓ જોઈ શકો છો.

કલ્પના કરો કે તમને ઘરના નવીનીકરણ માટે રૂ. 5 લાખની પર્સનલ લોનની જરૂર છે. વ્યક્તિગત લોન EMI કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમે વિવિધ ચુકવણી વિકલ્પો શોધી શકો છો:

વિકલ્પ 1 - ઝડપી ચુકવણી:

  • લોનની મુદત: 3 વર્ષ
  • EMI: વધારે, પરંતુ તમને ચૂકવવામાં આવતા કુલ વ્યાજ પર બચત થાય છે
  • શ્રેષ્ઠ: જેઓ ઉચ્ચ EMI ભરી શકે છે અને લોનને ઝડપથી બંધ કરવા માંગે છે તેમના માટે શ્રેષ્ઠ છે

વિકલ્પ 2 - ઓછો માસિક બોજ:

  • લોનની મુદત: 5 વર્ષ
  • EMI: નાની રકમ, પરંતુ ચૂકવવામાં આવતું કુલ વ્યાજ વધે છે
  • શ્રેષ્ઠ: જેઓ નાના, અને વ્યવસ્થિત EMI પસંદ કરે છે તેમના માટે યોગ્ય છે

EMI કેલ્ક્યુલેટરમાં લોનની રકમ અને મુદતને સમાયોજિત કરીને, તમે તમારા નાણાકીય સ્વાસ્થ્યને અનુરૂપ સુસજ્જ નિર્ણય લઈ શકો છો.

તમારી પર્સનલ લોનનું સમજદારીપૂર્વક આયોજન કેવી રીતે કરવું જોઈએ

  1. તમને જેટલી રકમ જોઈએ છે તે જ ઉધાર લો

લોનની વધુ રકમ લેવાનું આકર્ષણ હોય છે, પરંતુ જરૂર કરતાં વધુ ઋણ લેવાથી વધુ EMI અને વધુ વ્યાજની ચૂકવણી કરવી પડે છે. માટે તમારી વાસ્તવિક નાણાકીય જરૂરિયાતની ગણતરી કરો અને તે મુજબ જ લોન માટે અરજી કરો.

  1. ચુકવણી માટે યોગ્ય સમયગાળો પસંદ કરો

તમારી EMI રકમ તમારા લોન સમયગાળા પર આધાર રાખે છે:

  • ટૂંકી મુદત → વધુ EMI પરંતુ ચૂકવવામાં આવતું કુલ વ્યાજ ઓછું હોય છે.

લાંબા ગાળા માટે  → નાનું EMI પરંતુ એકંદર વ્યાજ ખર્ચ વધારે આવે છે.

પરવડી શકે તેવી મુદત શોધવા માટે EMI કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

  1. અરજી કરતા પહેલા વ્યાજ દરોની તુલના કરો

વિવિધ લોન ઓફરોની તુલના કરો અને તમારી પ્રોફાઇલ માટે સૌથી ઓછું વ્યાજ દર ધરાવતી લોન પસંદ કરો. દરોમાં માત્ર થોડોક તફાવત પણ સમય જતાં તમારા હજારો રૂપિયા બચાવી શકે છે.

  1. સ્વસ્થ ક્રેડિટ સ્કોર જાળવી રાખો

685 થી ઉપરનો ક્રેડિટ સ્કોર હોય તો અનુકૂળ શરતો સાથે પર્સનલ લોન મેળવવાની શક્યતા વધારે હોય છે. જો તમારો સ્કોર ઓછો હોય, તો અરજી કરતા પહેલા તેને સુધારવા માટે પ્રયાસ કરો.

  1. વધારાના શુલ્ક માટે તપાસ કરો

તમારી લોનને અંતિમ સ્વરૂપ આપતા પહેલા, આ બધુ તપાસો:

  • પ્રોસેસિંગ ફી અને સંબંધિત શુલ્ક
  • પ્રીપેમેન્ટ અથવા ફોરક્લોઝર શુલ્ક – અમુક ધિરાણકર્તા શૂન્ય દંડ સાથે વહેલી ચુકવણીની સુવિધા આપે છે, જેનાથી તમે લોન ઝડપથી બંધ કરી શકો છો.
  1. તમારી EMI ચુકવણીઓને સ્વચાલિત કરો

EMI ન ચૂકવવાથી દંડ થઈ શકે છે અને તમારા ક્રેડિટ સ્કોર પર અસર થઈ શકે છે. દર મહિને સમયસર EMI ચુકવણી સુનિશ્ચિત કરવા માટે ઓટો-ડેબિટ સુવિધા સેટ કરો.

  1. શક્ય હોય ત્યારે પાર્ટ-પેમેન્ટ કરો

જો તમને બોનસ અથવા વધારાની આવક મળે છે, તો તમારી લોનમાં પાર્ટ-પ્રીપેમેન્ટ કરતા રહો. આવું કરવાથી બાકી મુદ્દલની રકમ ઘટે છે અને વ્યાજ ખર્ચ બચાવવામાં મદદ મળે છે.

નિષ્કર્ષ

જો પર્સનલ લોનનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવામાં આવે તો તે આકર્ષક નાણાકીય ટૂલ બની શકે છે. અરજી કરતા પહેલા, હંમેશા પર્સનલ લોન EMI કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો જેથી તમે કેટલી EMI આરામથી ચૂકવી શકો છો તે તપાસી શકો છો. આ એ સુનિશ્ચિત કરે છે કે તમારું માસિક બજેટ સ્થિર રહે છે, અને તમને ચુકવણી કરવા માટે વધુ નાણાકીય તણાવનો સામનો કરવો પડે નહીં.

*નિયમો અને શરતો લાગુ

Disclaimer:  This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ
વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ
વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ
PM Kisan 22nd Installment: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 22મો હપ્તો, જાણો લેટેસ્ટ અપડેટ
PM Kisan 22nd Installment: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 22મો હપ્તો, જાણો લેટેસ્ટ અપડેટ
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Embed widget