Markets, 26 November 2021: શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1300 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટી 400 પોઈન્ટ તૂટી 17200ની નીચે
એશિયન બજારોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. Nikkei 225માં 2%થી વધુની નબળાઈ છે. સ્ટ્રેટ ટાઇમ્સ અને હેંગ સેંગ 1% કરતા વધુ નીચે છે.
કોવિડ-19ના નવા પ્રકારનું આગમન અર્થતંત્રની ફરીથી પાટે ચડેલી ગાડીને ગબડાવી શકે છે. આ ડરને કારણે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે સ્થાનિક શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 10.41 વાગ્યે, BSE સેન્સેક્સ 1,322.44 પોઈન્ટ અથવા 2.25% ઘટીને 57,472 ના સ્તર પર આવી ગયો. બીજી તરફ, નિફ્ટી 405.85 પોઈન્ટ અથવા 2.31% ઘટીને 17,130 પર છે.
11માંથી 10 ક્ષેત્રીય સૂચકાંકો ઘટ્યા હતા
ફાર્મા સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટ્યા હતા. સૌથી વધુ ઘટાડો રિયલ્ટી, મીડિયા અને બેન્કિંગ શેરોમાં જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના 30માંથી 29 શેર લાલ નિશાનમાં છે. માત્ર ડો. રેડ્ડીઝ ટોપ ગેઇનર્સમાં છે. બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, મારુતિના શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે.
એશિયન બજારો પણ ઘટ્યા છે
એશિયન બજારોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. Nikkei 225માં 2%થી વધુની નબળાઈ છે. સ્ટ્રેટ ટાઇમ્સ અને હેંગ સેંગ 1% કરતા વધુ નીચે છે. તાઈવાન વેઈટેડ, કોસ્પી અને શાંઘાઈ કમ્પોઝીટમાં પણ નબળાઈ જોવા મળી રહી છે. યુએસ બજારો ગુરુવારે બંધ હતા, પરંતુ ફુગાવો અને લેબર ડેટા આવતા આગામી દિવસોમાં નજીકથી જોવામાં આવશે.
નિફ્ટીના ફાર્મા ઈન્ડેક્સમાં આજે 1 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. ફાઈઝરમાં 5 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, સિપ્લા, કેડિલા, ડૉ. રેડ્ડીઝની સાથે પેથલેબના શેરમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. કોવિડ-19ના આ નવા વેરિઅન્ટના આગમનના સમાચાર વચ્ચે એવિએશન મલ્ટીપ્લેક્સ અને હોટેલ શેરોમાં વેચાણનું દબાણ વધ્યું છે.
અન્ય એશિયન બજારોની જેમ ભારતીય બજારોમાં પણ આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કોરોનાના નવા વેરિએન્ટે બજારને ડરાવી દીધું છે. એવું માનવામાં આવે છે કે કોરોનાનું આ નવું વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ચેપી હોઈ શકે છે. આ સમાચારની અસર એ છે કે સેન્સેક્સ લગભગ 1300 પોઈન્ટ્સ નીચે સરકી ગયો છે જ્યારે નિફ્ટી 17200 ની નીચે સંઘર્ષ કરી રહ્યો છે.