શોધખોળ કરો
Advertisement
મારુતિ સુઝુકીએ આપ્યો ઝટકો, કારની કિંમતમાં કર્યો 10,000 રૂપિયા સુધીનો વધારો
અલગ-અલગ મોડલ્સના હિસાબે કારની કિંમત (એકસ શો રૂમ દિલ્હી) 0 થી 4.7 ટકા સુધી વધારવામાં આવી છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટા કાર મેન્યુફેક્ચર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે સિલેક્ટેડ મોડલ્સના ભાવમાં વધારો કરવાનો ફેંસલો લીધો છે. કંપનીએ કહ્યું કે, કારની નવી કિંમતમાં 4.7 ટકાનો વધારો કર્યો છે. નવો ભાવ વધારો આજથી જ લાગુ કરી દેવાયો છે. જેના કારણે મારુતિની કાર 10,000 રૂપિયા સુધી મોંઘી થઈ ગઈ છે.
કેમ કરવામાં આવ્યો ભાવ વધારો
કંપનીએ જણાવ્યું, ઈનપુટ કોસ્ટ સતત વધવાના કારણે કારની કિંમતમાં વધારો કરાયો છે. અલગ-અલગ મોડલ્સના હિસાબે કારની કિંમત (એકસ શો રૂમ દિલ્હી) 0 થી 4.7 ટકા સુધી વધારવામાં આવી છે.
કયા મોડલમાં કેટલો વધારો
અલ્ટો મોડલના ભાવમાં 6,000થી 9,000 રૂપિયા, એસ પ્રેસોના ભાવમાં 1,500 થી 8,000 રૂપાયા, વેગન આરમાં 1,500 થી 4,000 રૂપિયા સુધી વધારો કરાયો છે. કંપનીએ અર્ટિગના ભાવમાં પણ 4,000 થી 10,000 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે બલેનોની કિંમતમાં 3,000 થી 8,000 રૂપિયા અને એક્સએલ6ન ભાવમાં 5,000 રૂપિયા સુધી વધારો થયો છે. આ તમામ કિંમત એક્સ શો રૂમ દિલ્હી છે.
આ ડીલરશિપથી કંપની કરે છે કારનું વેચાણ
મારુતિ તેની કારને બે ડીલરશિપ અરીના અને નેક્સાથી વેચે છે. નેક્સા કંપનીની પ્રીમિયમ ડીલરશિપ છે. જેમાં ઈગ્નિસ, બલેનો, સિયાઝ, એસ-ક્રોસ અને એક્સએલ6 વેચવામાં આવે છે. જ્યારે અરીના ડીલરશિપથી કંપની અલ્ટો, અલ્ટો કે10, સેલેરિયો, વેગન આર, સ્વિફ્ટ, ડિઝાયર, એસ-પ્રેસો, બ્રેઝા, અર્ટિગા અને ઇકો વેન વેચે છે.
પંતના બચાવમાં આવ્યો ઓસ્ટ્રેલિયાનો પૂર્વ દિગ્ગજ બેટ્સમેન, કહ્યું- જલદી કરશે વાપસી
IPL 2020ની ફાઇનલ ક્યાં રમાશે ? કેટલા વાગે શરૂ થશે મેચ ? જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement