શોધખોળ કરો
પંતના બચાવમાં આવ્યો ઓસ્ટ્રેલિયાનો પૂર્વ દિગ્ગજ બેટ્સમેન, કહ્યું- જલદી કરશે વાપસી
ટીમ ઈન્ડિયામાં કેએલ રાહુલની વિકેટકિપર બેટ્સમેન તરીકેની ફોર્મુલા સફળ રહ્યા બાદ પંત માટે વાપસી વધુ મુશ્કેલ થઈ ગઈ છે.
![પંતના બચાવમાં આવ્યો ઓસ્ટ્રેલિયાનો પૂર્વ દિગ્ગજ બેટ્સમેન, કહ્યું- જલદી કરશે વાપસી Former Australian captain Ricky Ponting said very soon pant will be team india playing eleven પંતના બચાવમાં આવ્યો ઓસ્ટ્રેલિયાનો પૂર્વ દિગ્ગજ બેટ્સમેન, કહ્યું- જલદી કરશે વાપસી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/28012006/pant.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન ડેમાં માથામાં બોલ વાગ્યા બાદ પંત સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો. જે બાદ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે પણ પ્રથમ બંને ટી-20માં ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સીરિઝ અને ન્યૂઝીલેન્ડ સામેની બે ટી-20 મેચમાં લોકેશ રાહુલે વિકેટકિપર અને બેટ્સમેનની બેવડી ભૂમિકા ભજવી હતી. પંતને લઈ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે કહ્યું, પંત એક ટેલેન્ટેડ ખેલાડી છે અને ટૂંક સમયમાં પ્લેઇંગ ઇલેવનમાં વાપસી કરશે.
પંત ટેલેન્ટેડ છે, તેની સાથે કામ કરવા ઉત્સુકઃ પોન્ટિંગ
પંત ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે અને પોન્ટિંગ આ ટીમનો કોચ છે. તેણે કહ્યું, પંત સાથે આગામી સીઝનમાં કામ કરવાને લઈ ઉત્સાહિત છું. ટ્વિટર પર એક સવાલના જવાબમાં પોન્ટિંગે જણાવ્યું, પંત ટેલેન્ટેડ યુવા ખેલાડી છે. તે ખૂબ ઝડપથી ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં વાપસી કરશે તેવો મને વિશ્વાસ છે.
રાહુલના વિકેટકિપિંગથી ખુશ છે કોહલી
ટીમ ઈન્ડિયામાં કેએલ રાહુલની વિકેટકિપર બેટ્સમેન તરીકેની ફોર્મુલા સફળ રહ્યા બાદ પંત માટે વાપસી વધુ મુશ્કેલ થઈ ગઈ છે. ટીમ મેનેજમેન્ટે પંતને મોકા આપ્યા પરંતુ વિકેટકિપિંગ અને બેટિંગમાં ધાર્યા મુજબ દેખાવ કર્યો નથી. કોહલી પણ કહી ચુક્યો છે કે રાહુલ ટીમમાં વિકેટકિપર બેટ્સમેન તરીકે રહેશે. કેએલ રાહુલ વિકેટકિપિંગ કરતો હોવાથી ટીમ ઈન્ડિયા એક એકસ્ટ્રા બેટ્સમેન, બોલર અને ઓલરાઉન્ડર પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકે છે. 2003ના વર્લ્ડકપમાં પણ ભારતે આ ફોર્મુલા અપનાવી હતી અને ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું.
IPL 2020ની ફાઇનલ ક્યાં રમાશે ? કેટલા વાગે શરૂ થશે મેચ ? જાણો વિગતે
પદ્મશ્રી એવોર્ડ: અદનાન સામીએ ટિકાકારોને આપ્યો સણસણતો જવાબ, જાણો વિગતે
ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેને કેમેરા સામે જ ચહલને આપી ગાળ ને રોહિત શર્માએ........
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)