શોધખોળ કરો
Advertisement
મારુતિ સુઝુકીને નડ્યું લોકડાઉન, 2003માં લિસ્ટિંગ થયા બાદ પ્રથમ વખત નોંધાવી ખોટ, જાણો વિગત
કંપનીએ કહ્યું, કોવિડ-19 મહામારીના કારણે જૂન ત્રિમાસિક તેમના ઇતિહાસમાં અભૂતપૂર્વ રહ્યું. આ દરમિયાન લોકડાઉનના કારણે મોટાભાગના સમયમાં કોઈ પ્રોડક્શન ન થયું અને વેચાણ પણ ન થયું.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાને કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલું લોકડાઉન નડ્યું છે. કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ થયા બાદ સૌપ્રથમ વખત પહેલા ક્વાર્ટરમાં ખોટ નોંધાવી છે. ચાલુ વર્ષે એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં કંપનીને 249.4 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી છે.
કોરોના વાયરસ મહામારીના કારણે જૂન ત્રિમાસિકમાં વાહનોનું વેચાણ ખરાબ રીતે પ્રભાવિત થવાથી મારુતિ સુઝુકીને ખોટ થઈ છે. ગત વર્ષે સમાન ત્રિમાસિકમાં કંપનીને 1435.5 કરોડ રૂપિયાનો નફો થયો હતો. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, જૂન ત્રિમાસિકમાં તેણે 76,599 વાહનો વેચ્યા. જેમાંથી ઘરેલુ બજારમાં 67,027 યૂનિટ વેચ્યા, જ્યારે 9,572 યૂનિટની નિકાસ કરવામાં આવી. ગત વર્ષે સમાન ગાળામાં મારુતિએ 4,02,594 વાહનો વેચ્યા હતા.
કંપનીએ કહ્યું, કોવિડ-19 મહામારીના કારણે જૂન ત્રિમાસિક તેમના ઇતિહાસમાં અભૂતપૂર્વ રહ્યું. આ દરમિયાન લોકડાઉનના કારણે મોટાભાગના સમયમાં કોઈ પ્રોડક્શન ન થયું અને વેચાણ પણ ન થયું. મે મહિનામાં મર્યાદિત માત્રામાં ઉત્પાદન અને વેચાણ થયું. અમારી પ્રથમ પ્રાથમિકતા તમામ કર્મચારીઓ અને વેલ્યૂ ચેનમાં સામેલ તમામ એસોસિએટ્સના સ્વાસ્થ્ય અને સુરક્ષાની હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement