શોધખોળ કરો
Advertisement
મારુતિ સુઝુકી 12 મે થી માનેસર પ્લાટમાં પ્રોડક્શન શરૂ કરશે, જાણો ડીલર્સ માટે શું બનાવ્યા નવા નિયમ
કંપનીના જણાવ્યા મુજબ, નવા નિયમો અંતર્ગત ગ્રાહકો અને કર્મચારીઓની સુરક્ષા માટે તમામ શોરૂમમાં સાફ સફાઈનું વધારે ધ્યાન રાખવામાં આવશે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી લોકડાઉન વચ્ચે તેનો માનેસર પ્લાન્ટ ફરી કાર્યાન્વિત કરવા જઈ રહી છે. કંપની 12 મે થી પ્લાન્ટમાં પ્રોડક્શન શરૂ કરશે. પ્રોડક્શન શરૂ કરતા પહેલા કંપનીએ તેના ડીલર્સ માટે નવા માપદંડ જાહેર કર્યા છે.
કંપનીના જણાવ્યા મુજબ, નવા નિયમો અંતર્ગત ગ્રાહકો અને કર્મચારીઓની સુરક્ષા માટે તમામ શોરૂમમાં સાફ સફાઈનું વધારે ધ્યાન રાખવામાં આવશે. કંપનીએ નવા નિયમ બનાવતી વખતે ગ્રાહકોની સાથે થનારી દરેક પ્રકારની વાતચીતને ધ્યાનમાં રાખી છે.
કંપનીના જણાવ્યા મુજબ, શો રૂમમાં આવવાથી લઈ વાહનની ડિલિવરી સુધીની તમામ બાબતો ધ્યાનમાં રાખી નવા નિયમ બનાવાયા છે. કંપનીએ કહ્યું, નવા નિયમ સાયન્સ રિસર્ચ પર આધારિત છે. મારુતિ સુઝુકીએ જણાવ્યું કે, નવા નિયમ લાગુ કરવા તથા સ્થાનિક રાજ્ય સરકારની મંજૂરી લીધા બાદ કંપની ધીમે ધીમે ડીલર શો રૂમ ખોલી રહી છે.
મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેકટર તથા સીઈઓ કેનિચી આયુકાવાએ કહ્યું કે, તેમના તમામ ડીલરને વધારે સંપર્કમાં આવતી તમામ વસ્તુઓ સહિત અન્ય સ્થાનો પર સ્વચ્છતાનું પૂરું ધ્યાન રાખવા કહ્યું છે. દેશમાં કોરોના વાયરસના કારણે 24 માર્ચથી લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે કંપનીએ તમામ પ્લાન્ટ અને શો રૂમ પૂરી રીતે બંધ કરી દીધા હતા. મારુતિ સુઝુકીના દેશભરમાં 1900થી વધારે શહેરોમાં 3080 ડીલર શો રૂમ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement