શોધખોળ કરો
Advertisement
મારુતિની આ બે કાર ક્રેશ ટેસ્ટમાં થઈ Fail, જાણો કઈ કાર છે સૌથી સુરક્ષિત
તપાસમાં કોઈપણ કારને 5 સ્ટાર નથી મળ્યા. મારુતિની અર્ટિગાને સૌથી વધારે 3 સ્ટાર મળ્યા છે.
નવી દિલ્હીઃ મારુતિ અને હ્યુન્ડાઈની બે કાર વ્હીકલ સેફ્ટી ટેસ્ટમાં સારું પ્રદર્શન કરી શકી નથી. સેફ્ટી ટેસ્ટમાં મારુતિ સુઝુકીની લોકપ્રિય હેચબેક કાર વેગનઆર અને હ્યુન્ડાઈની સેન્ટ્રોને લેવલ ટૂ સ્ટાર અને ડેટસન રેડીગોને માત્ર એક સ્ટારનું રેટિંગ મળ્યું છે. વાહન સુરક્ષા ગ્રુપ ગ્લોબલ એનસીએપી(Global NCAP)એ તેની જાણકારી આપી.
આપને એ જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં એબીએસ, સીટ-બેલ્ટ રિમાઇન્ડર્સ, સ્પીડ અલાર્મ અને ડ્રાઇવર સાઇટ એરબેગ જેવા સેફ્ટી ફીચર્સને અનિવાર્ય કરવાં છતાંય આ કારો ક્રેશ ટેસ્ટમાં નિષ્ફળ રહી છે.
તપાસમાં કોઈપણ કારને 5 સ્ટાર નથી મળ્યા. મારુતિની અર્ટિગાને સૌથી વધારે 3 સ્ટાર મળ્યા છે. જોકે આ એમપીવીનું બૉડીશેલ, ફુટવેલ રીજનને અનસ્ટેબલ રેટ કરવામાં આવ્યા છે. કારને Head (માથું) અને Neck (ગરદન) પ્રોટેક્શનના હિસાબથી સારી કહેવામાં આવી છે. જ્યારે ડ્રાઇવરની છાતીના પ્રોટેક્શનના મામલામાં તે માર્જિનલ રહી છે.
મારુતિની લોકપ્રિય હૅચબૅક વેગન આરને એડલ્ટ પ્રોટેક્શનમાં બે સ્ટાર આપવામાં આવ્યા છે. કારના બૉડીશેલ અને ફુટવેલ અનસ્ટેબલ છે. હેડ અને નેક પ્રોટેક્શના મામલે તે માત્ર ઠીક છે, જ્યારે ચેસ્ટ (છાતી)ના પ્રોટેક્શનમાં તેને નબળી કહેવામાં આવી છે.
વેગન આરની જેમ જ હ્યૂન્ડઇ સેન્ટ્રોને પણ બે જ સ્ટાર મળ્યા છે. આ કારને ડ્રાઇવરના ચેસ્ટ પ્રોટેક્શનના મામલામાં નબળું રેટિંગ આપવામાં આવ્યું છે. સૌથી ઓછા સ્ટાર ડેટસન રેડીગોને મળ્યા છે. આ કારને સેફ્ટીના મામલે ખૂબ ખરાબ ગણવામાં આવી છે અને ક્રેશ ટેસ્ટમાં તેને માત્ર એક સ્ટાર મળ્યો છે. ડ્રાઇવરની ચેસ્ટ પ્રોટેક્શનને લઈ તેને ખૂબ ખરાબ રેટિંગ આપવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
દેશ
Advertisement