મમેન્ટોઝ ઉદેપુરઃ આઇટીસી હોટેલ્સે ભારતમાં તેની પ્રથમ મમેન્ટોઝ પ્રોપર્ટી લૉન્ચ કરી
નાથદ્વારા અને એકલિંગજી મંદીરથી નજીક, ઉદેપુર એરપોર્ટથી 40 મિનિટના અંતરે અને શહેરથી ફક્ત 20 કિમીના અંતરે આવેલ મમેન્ટોઝ ઉદેપુર લગભગ 50 એકરમાં ફેલાયેલ છે
ITC: આઇટીસીના હોટેલ ગ્રૂપે તેની નવી બ્રાન્ડ - મમેન્ટોઝ હેઠળની તેની પ્રથમ પ્રોપર્ટી મમેન્ટોઝ બાય આઇટીસી હોટેલ્સ, ઇકાયા, ઉદેપુરને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. મમેન્ટોઝ બ્રાન્ડની સાથે આઇટીસી હોટેલ્સ વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો, રચના અને વારસો ધરાવતી લાક્ષણિક હોટલો અને રીસોર્ટ્સ મારફતે નવા વિકસી રહેલા સ્થળોએ રોમાંચક અનુભવો પૂરાં પાડવા માટે સજ્જ થઈ ગઈ છે અને તે જે-તે સ્થળના વાતાવરણ અને સમુદાયની સાથે પોતાના અલાયદા અસ્તિત્ત્વને ટકાવી રાખવા માટે પ્રયત્નશીલ છે.
નાથદ્વારા અને એકલિંગજી મંદીરથી નજીક, ઉદેપુર એરપોર્ટથી 40 મિનિટના અંતરે અને શહેરથી ફક્ત 20 કિમીના અંતરે આવેલ મમેન્ટોઝ ઉદેપુર લગભગ 50 એકરમાં ફેલાયેલ છે, જે એક ઉત્કૃષ્ટ રીસોર્ટ હોઈ આરામ અને અંતરંગ ક્ષણોની ખાતરી આપે છે. ઉત્તુંગ શિખરોથી ઘેરાયેલો આ રીસોર્ટ શાસ્ત્રીય લાવણ્ય અને એક વિશિષ્ટ પ્રકારના પ્રાદેશિક આકર્ષણનો સમન્વય કરે છે, જેને તેની સેવા, વાનગીઓ, કામગીરીઓમાં જોઈ શકાતો હોઈ તે ખરેખર નિમજ્જન અનુભવની ખાતરી આપે છે. રિસોર્ટમાં ક્લસ્ટર વિલ્લાઓ છે, જેમની કુલ 117 ચાવીઓ છે, જેમાંથી દરેક વિલાનો દરવાજો ખુલતાની સાથે જ સામે અરવલ્લીની ગિરિમાળાનો સુંદર નજારો દેખાય છે, જાણે કે કુદરતના ખોળે ઝૂલતો સુંદર આધુનિક વારસો જોઈ લ્યો. તે અસ્તિત્ત્વના કણે કણમાં સ્ફૂર્તિ અને હળવાશની પ્રતીતિ કરાવવા માટેની તમામ લાક્ષણિકતાઓ ધરાવે છે. આ ક્લસ્ટર્સમાં એક એક્સકલુઝીવ પૂલ છે, અને ખાસ ક્ષણો માટે પર્સનલ ડેક પણ છે. મમેન્ટોઝ ઉદેપુર એ જાણે કે પ્રકૃતિના પાલવમાં છુપાયેલું એક અમૂલ્ય રત્ન છે!
મમેન્ટોઝ ઉદેપુર તેની સેવાઓ દ્વારા આ શહેરના આતિથ્યસત્કારના પરિદ્રશ્યમાં ધરમૂળથી પરિવર્તન લાવી દેશે અને તે નવરાશના સમયમાં ફરવા નીકળી પડનારા પ્રવાસીઓ અને ઇવેન્ટ્સ માટે એક આદર્શ સ્થળ બની જશે. આ વૈભવી પ્રોપર્ટી 1 લાખ ચોરસ ફૂટના કુલ વિસ્તારની સાથે મીટિંગ્સ, બેન્ક્વેટ્સ અને ઇવેન્ટ્સ માટેની અલાયદી જગ્યાઓ પણ ધરાવે છે. તેમાં એક પણ સ્તંભ વગરના ભવ્ય સ્ટેટરૂમ, અલીશાન પ્રી-ફંક્શન એરીયા તથા તેની સાથે વિશાળ લૉનનો સમાવેશ થાય છે. મમેન્ટોઝ ઉદેપુરની ઇવેન્ટ માટેની જગ્યાઓ તેના મહેમાનોને વિવિધ વિકલ્પો પૂરાં પાડે છે, જેના કારણે તે MICE અને વેડિંગ ડેસ્ટિનેશન બાદ સૌથી વધુ પસંદગીનું સ્થળ બની જાય છે.
આઇટીસી હોટેલ્સના ડિવિઝનલ ચીફ એક્ઝિક્યુટિવ અનિલ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, ‘અમારી વૈભવી હોટેલોના સેગમેન્ટમાં બ્રાન્ડ મમેન્ટોઝનો ઉમેરો થવાથી આઇટીસી હોટેલ્સનો લક્ઝરી પોર્ટફોલિયો વધુ સુદ્રઢ બન્યો છે. આપણે જાણીએ છીએ તેમ ઉદેપુર સંસ્કૃતિ અને પરંપરાઓથી સમૃદ્ધ શહેર છે અને કવિતા, સાહિત્ય, પેઇન્ટિંગ, શિલ્પકલા તથા રંગભૂમિનું આશ્રયસ્થાન છે. ભારતમાં આવેલી આઇટીસી હોટેલ્સની આઇકોનિક પ્રોપર્ટીઓના વારસાને આગળ વધારનાર મમેન્ટોઝ ઉદેપુર એ રાજસ્થાનના સમૃદ્ધ વારસા, ભવ્યતા અને વિવિધરંગી ભાવનાને આપવામાં આવેલું યોગ્ય સન્માન છે. અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વિશ્વસ્તરીય પ્રોપર્ટી રાજસ્થાનના પ્રવાસનના વિવિધરંગી પરિદ્રશ્યમાં અર્થપૂર્ણ યોગદાન આપશે.’
મમેન્ટોઝ બાય આઇટીસી હોટેલ્સ, ઇકાયા, ઉદેપુરના માલિક વિજેન્દ્રસિંહ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘આ ખૂબ જ મહત્ત્વના પ્રસંગે અમે આઇટીસી હોટેલ્સની ‘મમેન્ટોઝ’ બ્રાન્ડ હેઠળની પ્રથમ પ્રોપર્ટી હોવા બદલ ખૂબ જ રોમાંચની લાગણી અનુભવી રહ્યાં છીએ, જે ઉદેપુરમાં ભારતીય વૈભવનું એક જ્વલંત ઉદાહરણ છે. આ ક્ષેત્રની નિષ્ણાત આઇટીસી હોટેલ્સના સાથ અને મમેન્ટોઝ ઉદેપુર નામની આ સીમાચિહ્નરૂપ પ્રોડક્ટને રજૂ કરવાની અમારી ક્ષમતાને પગલે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ પ્રોપર્ટી ઉદેપુરમાં પ્રવાસનને નવા સ્તરે લઈ જશે.’
વિશાળ જગ્યામાં ફેલાયેલી મમેન્ટોઝ ઉદેપુર પ્રોપર્ટી મહેમાનોને પીરસવામાં આવતી એકથી એક ચઢિયાતી વાનગીઓને કારણે આ પ્રદેશની પરંપરાઓનું પ્રતીક બની ગઈ છે, જેમાં ‘કબાબ અને કરી’ જેવી હેરિટેજ વાનગીનો સમાવેશ થાય છે, જે ઉત્તર-પશ્ચિમના સરહદી વિસ્તારની એક પુરસ્કાર વિજેતા વાનગી છે, જેને આઇટીસી હોટેલ્સના પ્રખ્યાત શૅફ દ્વારા વર્ષોના સંશોધન દ્વારા પરિષ્કૃત કરવામાં આવી છે.
મમેન્ટોઝ ઉદેપુરમાં રૉયલ વેગા પણ હશે, જ્યાં ભારતની વૈભવી શાકાહારી વાનગીઓમાંથી કેટલીક ઉત્તમોત્તમ સ્વાદિષ્ટ વાનગીઓને પીરસવામાં આવે છે. ઉદેપુર શહેરથી પ્રેરિત થઈ અહીં ઉદય પેવેલિયન પણ છે, જ્યાં દિવસ દરમિયાન કોઈ પણ સમયે ડાઇનિંગ અને ‘આ લા કાર્ટ’નો આનંદ માણી શકાય છે, જ્યાં અનેકવિધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વ્યંજનો પીરસવામાં આવે છે.
બૂટિક ટી લૉન્જ અરવલ્લી લૉન્જમાં અરવલ્લીની ગિરિમાળાના વિહંગમ દ્રશ્યને માણતા-માણતા ચાની ચૂસકી લેવાનો આનંદ જ અનેરો છે. વૈભવી બાર ધી રૉક સ્ટારમાં રોમાંચક કૉકટેલ્સની સાથે બીજું ઘણું બધું ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આઇટીસી જવાબદારીપૂર્વક રીતે વૈભવને માણવાનું વચન પણ આપે છે અને તે પર્યાવરણ અને તેના સંસાધનોની જાળવણી માટે કટિબદ્ધ પણ છે. આ રીસોર્ટના નિર્માણથી માંડીને તેના સંચાલન સુધી સસ્ટેનેબિલિટી એ મમેન્ટોઝ ઉદેપુરની રચનાના હાર્દમાં રહેલી છે, જેમાં પણ વીજળી, પાણીની બચત કરવા પર, સાઇટને સસ્ટેનેબલ રીતે વિકસાવવા, સસ્ટેનેબલ સામગ્રીનો ઉપયોગ કરવા અને અંદરના માહોલની ગુણવત્તા જાળવવા પર સવિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. મમેન્ટોઝ ઉદેપુર ખાતે તેના આશ્રયદાતાઓને બેજોડ વૈભવી સુવિધાઓ પૂરી પાડવાની સાથે-સાથે વરસાદી પાણીના સંગ્રહ, પાણીનું રીસાઇક્લિંગ, રીસાઇક્લિંગની ઊંચી માત્રા ધરાવતી સામગ્રીનો બાંધકામમાં ઉપયોગ કરવો તથા એર કન્ડિશનિંગ, રેફ્રિજરેશન અને વૉટર પમ્પિંગ માટે વીજળીની બચત કરનારી સિસ્ટમોને કામ લગાડવા જેવી શ્રેણીબદ્ધ સસ્ટેનેબિલિટી પહેલને હાથ ધરવામાં આવી છે.