શોધખોળ કરો
Advertisement
આ દિગ્ગજ કંપનીએ કર્મચારીઓને સપ્તાહમાં ત્રણ દિવસની રજા આપી, પરિણામ જાણીને ચોંકી જશો તમે
માઈક્રોસોફ્ટ-જાપાન અનુસાર મિટિંગમા ભાગ લેવા માટે લોકોની સંખ્યા 5 નક્કી કરી દીધી અને કર્મચારીઓને મેઈલના બદલે ઓનલાઈન વાતચીત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
નવી દિલ્હીઃ માઈક્રોસોફ્ટે જાપાનમાં પોતાના એક યૂનિટના અંદાજે 2300 કર્મચારીઓ પાસે સપ્તાહમાં ચાર દિવસ કામ કરાવવાનો પ્રયોગ શરૂ કર્યો. માઈક્રોસોફ્ટના આ પ્રયોગની ખૂબ જ ઉત્સાહજનક અસર જોવા મળી. ત્રણ દિવસની રજા આપવાથી કંપનીના ઉત્પાદક્તામાં 40 ટકાનો વધારો જોવા મળ્યો છે.
જાપાનમાં માઈક્રોસોફ્ટે ઓગસ્ટ મહિનામાં પોતાના કર્મચારીઓને અઠવાડિયામાં 3 દિવસ એટલે શુક્રવારે પણ રજાનો અવકાશ આપ્યો. આ વિશેષ રજા 2300 ફુલ ટાઈમ કર્મચારીઓને આપવામાં આવી છે.
માઈક્રોસોફ્ટ-જાપાન અનુસાર મિટિંગમા ભાગ લેવા માટે લોકોની સંખ્યા 5 નક્કી કરી દીધી અને કર્મચારીઓને મેઈલના બદલે ઓનલાઈન વાતચીત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કંપનીને એનું પરિણામ પણ સકારાત્મક મળ્યું છે.
ગયા વર્ષ કરતાં આ ઓગસ્ટમાં લગભગ 40 ટકા વેચાણ વધ્યું અને સાથે સાથે લાઈટ તેમજ કાગળનો ખર્યો પણ અડધો ઘટી ગયો. માઈક્રોસોફ્ટ જાપાનનું કહેવું છે કે, આ પ્રયોગ પછી અમને ખબર પડી કે દરેક કર્મચારી કામ કરવાની અલગ અલગ રીત પસંદ કરે છે. આવું કરવાથી લોકોની કાર્ય કરવાની ક્ષમતા પણ વધે છે.
જાપાન સરકાર કામના દબાણ સાથે સંઘર્ષ કરી રહેલા કર્મચારીઓ માટે નવી નવી કામ કરવાની પદ્ધતિઓને પ્રોત્સાહન આપી રહી છે. આમાં વિવિધ રીતો જેમકે કામના કલાકો ઘટાડો અને ઓછા વ્યસ્ત કલાકો વગેરેને મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. કંપનીનો આ પ્રયાસ એનો જ એક ભાગ છે. આ પ્રયાસોનો ઉદ્દેશ્ય કર્મચારીઓના કામના ભારણને દૂર કરવાનું તેમજ દંપતીને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહન આપવાનું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion