શોધખોળ કરો
Advertisement
ટ્રાઈના નવા ટેરિફ ઓર્ડરથી હાહાકાર, 150 ચેનલો થઈ શકે છે બંધ, જાણો વિગત
નવો ટેરિફ ઓર્ડર ચાલુ વર્ષે 1 જાન્યુઆરીથી નોટિફાઈ કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ ટ્રાઈના નવા ટેરિફ ઓર્ડરથી ટીવી બ્રોડકાસ્ટ કંપનીઓમાં હાહાકાર મચી ગયો છે. આ કંપનીઓનું કહેવું છે કે જો ન્યૂ ટેરિફ ઓર્ડર NTO 2.0 લાગુ કરવામાં આવશે તો દેશની 100-150 ચેનલો બંધ થઈ જશે. રેવન્યૂને લઈ સંઘર્ષ કરી રહેલી ચેનલો પર તે ખૂબ ભારે પડશે.
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, સ્ટાર અને ડિઝની ઈન્ડિયાના ચેરમેન તથા વોલ્ટ ડિઝની એશિયા પેસિફિકના પ્રેસિડેંટ ઉદય શંકર તથા ઝી એન્ટરટેનમેંટના એમડી સીઈઓ પુનીત ગોયન્કાએ NTO 2.0 ચેનલો માટે ઘાતક સાબિત થશે તેમ કહ્યું છે. જો લાગુ થશે તો આગામી થોડા વર્ષોમાં 100થી 150 ચેનલો બંધ થઈ જશે.
નવો ટેરિફ ઓર્ડર ચાલુ વર્ષે 1 જાન્યુઆરીથી નોટિફાઈ કરવામાં આવ્યો હતો. પરંતુ દેશના ટોપ ટેલિવિઝન બ્રોડકાસ્ટર્સ, ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન તથા ફિલ્મ અને ટીવી પ્રોડ્યૂસર ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ બોમ્બે હાઇકોર્ટમાં પડકારી છે. જોકે કોર્ટે આ મામલે બ્રોડકાસ્ટર્સને કોઈ રાહત ન આપતા ફેંસલો સુરક્ષિત રાખ્યો છે. ટ્રાઈએ 24 જુલાઈએ બ્રોડકાસ્ટર્સને કહ્યું કે તેઓ NTO 2.0ની જોગવાઈઓ મુજબ રેફરેંસ ઈંટરકનેક્ટ ઓફરને સંશોધિત કરીને તેને પોતાની વેબસાઇટ પર પબ્લિશ કરે. જોકે સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ઈન્ડિયા બ્રોડકાસ્ટર્સ ફાઉન્ડેશનને હાલ નવો ટેરિફ ઓર્ડર લાગુ નહીં કરવામાં આવે તેવું આશ્વાસન આપ્યું છે.
NTO 2.0 અંતર્ગત ટ્રાઇએ એક ચેનલનું મહિને 12 રૂપિયાની ફી નિર્ધારીત કરી છે. ચેનલના બુકે પર આપવામાં આવતા ડિસ્કાઉન્ટને પણ 33 ટકા કરી દેવામાં આવ્યું છે. પરિણામે ચેનલોને બજારમાં ટકી રહેવા મુશ્કેલી પડશે. તેનાથી માત્ર અંગ્રેજી ચેનલની જ નહીં પણ પ્રાદેશિક ચેનલની રેવન્યૂ પણ ઘટશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement