IOCLએ જાહેર કર્યા પેટ્રૉલ-ડીઝલના નવા ભાવ, અહીંથી જાણો તમારા શહેરમાં આજથી કેટલો થયો વધારો-ઘટાડો......
પેટ્રૉલ-ડીઝલ (Petrol-Diesel) ની કિંમતોમાં સતત રાહત મળી રહી છે. 8 જૂને ઘરેલુ માર્કેટમાં ઇંધણની કિંમતોમાં કોઇ વધારો નથી કર્યો.
Petrol Price Update: પેટ્રૉલ-ડીઝલ (Petrol-Diesel) ની કિંમતોમાં સતત રાહત મળી રહી છે. 8 જૂને ઘરેલુ માર્કેટમાં ઇંધણની કિંમતોમાં કોઇ વધારો નથી કર્યો. વળી, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં તેજી આવી છે. આજે પણ બ્રેન્ટ ક્રૂડ અને WTI Crude ની કિંમતોમાં ધરખમ વધારો થયો છે. ઘરેલુ માર્કેટમાં 21 મેએ સરકારે એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી હતી. જે પછી ઇંધણની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
21 મેએ સસ્તુ થયુ હતુ ઇંધણ -
21 મેએ મોદી સરકારે પેટ્રૉલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા એક્સસાઇઝ ડ્યૂટી ઓછી કરી હતી. જે પછી પેટ્રૉલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થઇ ગયુ હતુ. આ પછીથી સતત ઇંધણની કિંમતોમાં કોઇ ફેરફાર નથી થઇ રહ્યો.
જો તમે આજે પોતાની ગાડીની ટન્કી ભરાવવા માંગતા હોય તો તે પહેલા તમારા શહેરમાં લેટેસ્ટ રેટ્સ ચેક કરી લો. જાણો.......
ચેક કરો પેટ્રૉલનો લેટેસ્ટ રેટ્સ -
દિલ્હી - 96.72 રૂપિયા પ્રતિ લીટર
મુંબઇ - 111.35 રૂપિયા પ્રતિ લીટર
ચેન્નાઇ - 102.63 રૂપિયા પ્રતિ લીટર
કોલકત્તા - 106.03 રૂપિયા પ્રતિ લીટર
ચેક કરો ડીઝલના લેટેસ્ટ રેટ્સ -
દિલ્હી - 89.62 રૂપિયા પ્રતિ લીટર
મુંબઇ - 97.28 રૂપિયા પ્રતિ લીટર
ચેન્નાઇ - 94.24 રૂપિયા પ્રતિ લીટર
કોલકત્તા - 92.76 રૂપિયા પ્રતિ લીટર
SMS દ્વારા ચેક કરી શકો છો પેટ્રૉલ-ડીઝલના ભાવ -
તમે તમારા શહેરમાં પેટ્રૉલ-ડીઝલની કિંમતો દરરોજ SMS દ્વારા ચેક પણ કરી શકો છો. ઇન્ડિયન ઓઇલ (IOC) ના ગ્રાહકો RSP<ડીલર કૉડ> લખીને 9224992249 નંબર પર એચપીસીએલ (HPCL) ના ગ્રાહકો HPPRICE <ડીલર કૉડ> લખીને 9222201122 નંબર પર મોકલી શકે છે. બીપીસીએલ (BPCL) ગ્રાહકો RSP<ડીલર કૉડ> લખીને 9223112222 નંબર પર મોકલી શકો છો.