અનંત-રાધિકાના લગ્નથી લઈ IPL ફ્રેન્ચાઇઝી સુધી, નીતા અંબાણીએ પોતાના ભાવનાત્મક વિચારો શેર કર્યા
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને ફાઉન્ડર નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યૂમાં ઘણા વિષયો પર ખુલીને વાત કરી હતી.
Nita Ambani: રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને ફાઉન્ડર નીતા અંબાણીએ બ્લૂમબર્ગની હસલિંડા અમીન સાથે એક ઈન્ટરવ્યૂમાં ઘણા વિષયો પર ખુલીને વાત કરી હતી. તેમાં તેમણે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, વિશ્વ મંચ પર ભારતની છબી વધારવાના તેમના વિઝન અને અનંત અંબાણીના લગ્ન પર થયેલા ખર્ચને લઈ કરવામાં આવી રહેલી આલોચનાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
શું અનંત અંબાણીના થયેલા ભવ્ય લગ્નની ટીકાથી અંબાણી પરિવાર પરેશાન છે ?
નીતા અંબાણીએ જવાબ આપ્યો - "દરેક માતા-પિતા તેમના બાળક માટે શ્રેષ્ઠ કરવા માંગે છે." તેમણે કહ્યું કે આ લગ્નને કારણે, ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને તેની સંસ્કૃતિની ઝલક એક જગ્યાએ જોવા મળી. આ લગ્ને 'મેક ઇન ઇન્ડિયા' બ્રાન્ડના ધ્વજવાહક તરીકે કામ કર્યું.
શું લગ્નની કોઈ એવી ક્ષણ છે જે તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય ?
“મારો પુત્ર અનંત અસ્થમાને કારણે નાની ઉંમરથી જ સ્થૂળતા સાથે સંઘર્ષ કરી રહ્યો છે. જ્યારે તે સ્ટેજ પર એક આત્મવિશ્વાસુ દુલ્હાના રુપમાં આવીને મને કહ્યું... 'મા, હું કેવો દેખાઉં તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ મારું હૃદય કેવું છે તે મહત્વનું છે.' જ્યારે મે તેને જીવનસાથીનો હાથ પકડીને જોયો, ત્યારે મને લાગે છે કે એક મા માટે આનાથી વધુ હૃદયસ્પર્શી બીજી કોઈ ક્ષણ કોઈ હોઈ નહીં."
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથેના તેમના લગ્ન અંગે તેમણે કહ્યું, "હું હંમેશા મારા બાળકોને કહું છું કે તમારા જીવનસાથીની પસંદગી એ જીવનનો સૌથી મોટો નિર્ણય છે અને હું મારા જીવનના દરેક દિવસનો આભાર માનું છું કારણ કે મારા લગ્ન મારા બેસ્ટ ફ્રેન્ડ સાથે થયા છે."
આગળ જતા રિલાયન્સ ગ્રુપના બિઝનેસની કમાન કોના હાથમાં હશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે ?
આ પ્રશ્નના જવાબમાં નીતા અંબાણીએ કહ્યું કે તેમના તમામ બાળકો તેમના કામ પ્રત્યે ઉત્સાહી છે અને એક માતા-પિતાના રુપમાં તમે બસ તેમને તેમના સપનાની ઉડાન ભરતા જોવા માંગો છો.
અંબાણી પરિવારમાં તેમનાથી નાની મહિલાઓ માટે એક માર્ગદર્શકના રુપમાં તેમની ભૂમિકા શું છે ?
તેના પર નીતા અંબાણીએ કહ્યું, "મારા માટે એ મહત્વનું છે કે તેમના સપના પૂરા થાય." તેમણે આગળ કહ્યું કે તેઓ પરિવારના સભ્યો પાસેથી ઘરનો બોજ ઉઠાવવા માટે જાતે જ આગળ આવે છે જેથી કરીને મોટા બિઝનેસ વિઝનને પરિપૂર્ણ કરી શકાય.
ડિઝની-રિલાયન્સ મર્જરને લઈ તમે કેટલા ઉત્સાહિત છો ?
“આ એક નવુ ચેપ્ટર છે, એક નવી શરૂઆત છે. હું નવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર છું અને ઉત્સાહિત પણ છું.'' નીતા અંબાણીને વિશ્વાસ છે કે આ મર્જર દ્વારા ભારતને વિશ્વના નકશા પર લાવી શકાશે.
આઈપીએસ ફ્રેન્ચાઇઝી પર નીતા અંબાણીએ કહ્યું, "મને ક્રિકેટથી પ્રેમ થઈ ગયો છે." તેમણે એમ પણ કહ્યું કે તેમને તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ પર ગર્વ છે. નીતા અંબાણીએ કહ્યું કે ખાસ કરીને મહિલા ટીમની ખેલાડીઓનું જે બેકગ્રાઉન્ડ છે, જે તેમનો સંઘર્ષ છે, તેને બાજુ પર રાખીને પૂરા દિલથી રમવાની તેમની વાત ખરેખર પ્રેરણાદાયી છે. નીતા અંબાણીએ કહ્યું કે, "હું ગ્લોબલ લેવ પર ભારતને એક મલ્ટી સ્પોર્ટિંગ પાવરહાઉસના રુપમાં જોવા માંગુ છું."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું, ભારત માટે ઓલિમ્પિકની યજમાનીનો અર્થ શું છે ?
તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, "આ માત્ર મારું સપનું નથી, પરંતુ 1.4 અબજ ભારતીયોનું સપનું છે કે ભારતમાં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે. આ માટે નીતા અંબાણીએ ઈનોવેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત પ્રગતિને મહત્ત્વપૂર્ણ ગણાવ્યું છે.





















