(Source: ECI/ABP News/ABP Majha)
મુંબઈ ઈન્ડિયન્સ સાથે નીતા અંબાણીની સ્પોર્ટ્સ જર્ની ખૂબ જ શાનદાર રહી છે
મુંબઈ ઈન્ડિયન્સ સાથેની 2008થી શરુ થયેલી સફર નીતા અંબાણી માટે ખૂબ જ યાદગાર છે . મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીની માલિક રિલાયન્સ કંપની છે.
મુંબઈ ઈન્ડિયન્સ સાથેની 2008થી શરુ થયેલી સફર નીતા અંબાણી માટે ખૂબ જ યાદગાર છે . મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીની માલિક રિલાયન્સ કંપની છે, જેનું સંચાલન અંબાણી પરિવાર કરે છે. નીતા અંબાણી અને તેમના પુત્ર આકાશ અંબાણી ઘણીવાર મુંબઈની ટીમના સમર્થનમાં સાથે જોવા મળે છે. નીતા અંબાણી માત્ર વિશ્વભરની મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત નથી, તેઓ એક સારા બિઝનેસવુમન પણ છે. મુંબઈ ઈન્ડિયન્સ સાથેની નીતા અંબાણીની સ્પોર્ટ્સ જર્ની પણ ખૂબ જ યાદગાર રહી છે.
Mi ને સૌથી સફળ ફ્રેન્ચાઇઝી બનાવી
તેમણે 2008 થી અત્યાર સુધીમાં ટીમને એક નવી ઊંચાઈ આપી છે. મુંબઈ ઈન્ડિયન્સમાં તેમણે હંમેશા યુવા પ્રતિભાને તક આપી છે. Mi ને સૌથી સફળ ફ્રેન્ચાઇઝી બનાવવા માટે નીતા અંબાણીનો જુસ્સો અને સમર્પણ છે. ખેલાડીઓને વિશ્વ કક્ષાનું પ્રશિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવામાં નીતા અંબાણીની સૌથી મોટી ભાગીદારી છે.
મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણીએ જેદ્દાહમાં આઈપીએલની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ઘણા યુવા ખેલાડીઓ ખરીદવા વિશે વાત કરી હતી. નીતા અંબાણીએ કહ્યું MIએ ઐતિહાસિક રીતે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ઘણા બધા ખેલાડીઓ આપ્યા છે અને તેમણે મરાઠીમાં મેસેજ સાથે તેમના જુસ્સાદાર સમર્થન માટે MI પલ્ટનનો આભાર માન્યો હતો.