(Source: ECI/ABP News/ABP Majha)
New Company Scam Exposed: ઉત્તર ગુજરાતમાં BZ, નાવસ્ટાર્ટ બાદ વધુ એક કંપનીનું ઉઠમણું
પાલનપુરના વડગામ તાલુકાનું મજાદર ગામ આવેલી પ્રસિદ્ધિ નિર્માણ કો ઓપરેટિવ સોસાયટી નામની કંપનીએ રોકાણકારો સાથે છેતરપિંડી કરી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ કંપનીના માલિક રમણભાઈ નાઈએ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સહિતના વિસ્તારોમાં લાખો લોકો પાસેથી રોકાણ કરીને કરોડો રૂપિયા ઉંચા કર્યા હતા અને હવે નાસી છૂટ્યા છે.
ધ્રાંગધ્રાના મેથાણ ગામમાં 100થી વધુ મહિલાઓ પાસે રમણભાઈ નાઈએ વર્ષે 12 હજાર રૂપિયા લેખે 6 વર્ષ માટે 72 હજાર રૂપિયાના રોકાણની સ્કીમ મૂકી હતી અને 6 વર્ષે 98 હજાર રૂપિયા પરત આપવાનું વચન આપ્યું હતું. પરંતુ નિર્ધારિત સમય પછી પણ રોકાણકારોને નાણાં પરત મળ્યા નથી. આથી રોકાણકારોમાં ભારે રોષ છે.
પોલીસમાં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થવાથી રોકાણકારોમાં રોષ વધ્યો છે. પાલનપુરમાં આવેલી પ્રસિદ્ધિ નિર્માણની ઓફિસ પર છેલ્લા કેટલાક દિવસથી તાળા લાગેલા છે અને રમણભાઈ નાઈનો કોઈ અતો પત્તો નથી.