શોધખોળ કરો

EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!

અગાઉ સભ્યોને તેમની પ્રોફાઇલ અપડેટ કરવા માટે તેમના એમ્પ્લોયર પાસેથી મંજૂરી લેવી પડતી હતી

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ સભ્યોની પ્રોફાઇલ અપડેટ કરવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા સુધારા હેઠળ EPF સભ્યો કોઈપણ દસ્તાવેજો અપલોડ કર્યા વિના પર્સનલ ડિટેઇલ્સ સાથે તેમના આધાર-લિંક્ડ યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને અપડેટ કરી શકે છે.

જો UAN આધાર સાથે જોડાયેલ હોય તો EPF સભ્યો કોઈપણ દસ્તાવેજો અપલોડ કર્યા વિના નામ, જન્મ તારીખ, જેન્ડર, રાષ્ટ્રીયતા, પિતા કે માતાનું નામ, વૈવાહિક સ્થિતિ, જીવનસાથીનું નામ, જોઇન કરવાની તારીખ અને નોકરી છોડવાની તારીખ જેવી વ્યક્તિગત વિગતો સાથે તેમની પ્રોફાઇલ અપડેટ કરી શકે છે. આ માટે બીજા કોઈ દસ્તાવેજની જરૂર રહેશે નહીં.

અગાઉ સભ્યોને તેમની પ્રોફાઇલ અપડેટ કરવા માટે તેમના એમ્પ્લોયર પાસેથી મંજૂરી લેવી પડતી હતી, જેના પરિણામે સરેરાશ 28 દિવસનો વિલંબ થતો હતો. EPFOના આ ફેરફારથી 7 કરોડ સભ્યોને ફાયદો થશે.

આ લોકોએ હજુ પણ મંજૂરી લેવી પડશે

EPFOના એક નિવેદન અનુસાર, 'નાણાકીય વર્ષ 2024-25 માં નોકરીદાતાઓ દ્વારા સુધારા માટે EPFO ​​ને મળેલી કુલ 8 લાખ વિનંતીઓમાંથી લગભગ 45 ટકા ફેરફારો સભ્ય પોતે નોકરીદાતા દ્વારા ચકાસણી અથવા EPFO ​​દ્વારા મંજૂરી વિના અપડેટ કરી શકે છે.' જોકે, જો UAN 1 ઓક્ટોબર, 2017 પહેલા જાહેર કરવામાં આવ્યું હોય તો પ્રોફાઇલમાં કોઈપણ અપડેટ માટે એમ્પ્લોયરની મંજૂરીની જરૂર પડશે.

આધાર-પાન લિંક કરવું ફરજિયાત છે

જોકે, કોઈપણ અપડેટ અથવા ક્લેમ માટે સભ્યોએ તેમના EPF ખાતા સાથે તેમના આધાર અને PAN ને લિંક કરવા પડશે. EPFO વિગતો અને આધાર વચ્ચે કોઈપણ ભૂલ મંજૂરીમાં વિલંબ કરી શકે છે. આવી સમસ્યાઓને દૂર કરવા માટે એમ્પ્લોયર અને EPFO ​​ની મંજૂરીના સમયના આધારે પ્રક્રિયામાં થોડા અઠવાડિયા લાગી શકે છે.

UAN શું છે?

UAN એ 12 અંકનો નંબર છે જે PF ખાતાનું નિરીક્ષણ કરવામાં મદદ કરે છે. પીએફ ખાતામાં બેલેન્સ ચેક કરવાથી લઈને અન્ય કોઈપણ ફેરફાર કરવા સુધી UAN જરૂરી છે. રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન (ELI) યોજનાનો લાભ લેવા માટે, UAN એક્ટિવેશન અને બેન્ક ખાતાને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે.

EPF પ્રોફાઇલ કેવી રીતે અપડેટ કરવી?

EPFની સત્તાવાર વેબસાઇટ www.epfindia.gov.in પર પોર્ટલની મુલાકાત લો.

UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા જેવી વિગતો દાખલ કરીને સભ્ય પોર્ટલમાં લોગ ઇન કરો.

મેનુની ટોચ પર 'મેનેજ કરો' વિકલ્પ પસંદ કરો.

હવે સભ્યોએ 'મોડિફાઇ બેઝિક ડિટેઇલ્સ' નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

આધાર કાર્ડ મુજબ તમારી વ્યક્તિગત વિગતો દાખલ કરો અને સબમિટ કરો.

લાસ્ટમાં 'ટ્રેક રિક્વેસ્ટ' વિકલ્પનો ઉપયોગ કરીને પ્રોફાઇલ અપડેટ પ્રક્રિયાને ટ્રેક કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
IND vs NZ: પહેલી T20 મેચમાં બની ગયા અધધ રેકોર્ડ,સૂર્યકુમાર યાદવએ બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન
IND vs NZ: પહેલી T20 મેચમાં બની ગયા અધધ રેકોર્ડ,સૂર્યકુમાર યાદવએ બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન
Embed widget