શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ બેંકે કરી મોટી જાહેરાત, પાકતી મુદત પહેલા FD તોડશો તો પણ નહીં લાગે પેનલ્ટી, જાણો વિગત
બેંકનો આ નવો નિયમ તમામ એફડી અને રિકરિંગ ડિપોઝિટ પર લાગુ થશે. બે વર્ષથી વધારે સમયની નવી ડિપોઝિટને સમય પહેલા બંધ કરાવવા પર કોઇ પેનલ્ટી નહીં લાગે.
મુંબઈઃ એક્સિસ બેંકે તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. રિટેલ ટર્મ ડિપોઝિટની પ્રીમેચ્યોર ક્લોઝર પર હવેથી પેનલ્ટી નહીં લાગે. બેંકે કહ્યું કે, 15 ડિસેમ્બર કે તે બાદની તમામ ટર્મ ડિપોઝિટને સમય પહેલા બંધ કરાવવા પર કોઈ પેનલ્ટી નહીં લાગે. બેંક આમ કરીને વધુને વધુ ગ્રાહકોને ટર્મ ડિપોઝિટ માટે પ્રેરિત કરવા માંગે છે.
બેંકનો આ નવો નિયમ તમામ એફડી અને રિકરિંગ ડિપોઝિટ પર લાગુ થશે. બે વર્ષથી વધારે સમયની નવી ડિપોઝિટને સમય પહેલા બંધ કરાવવા પર કોઇ પેનલ્ટી નહીં લાગે. જો પૂરા રૂપિયા 15 મહિના બાદ ઉપાડવામાં આવશે તો પેનલ્ટી શૂન્ય હશે. નવું ફીચર તમામ નવી ફિક્સ્ડ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ પર લાગુ થશે.
નવા નિયમમાં થોડો બદલાવ પણ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ટર્મ ડિપોઝિટની પ્રિંસિપલ વેલ્યુના 25 ટકા સુધી પ્રથમ ઉપાડ પર કોઇ પેનલ્ટી નહીં લાગે. એક્સિસ બેંકના અધિકારીના જણાવ્યા મુજબ, બેંક સતત તેના ગ્રાહકોને નવી સર્વિસ ઉપલબ્ધ કરાવી રહી છે અને ગ્રાહકોને ધ્યાનાં રાખી અનેક પ્રકારના લાભ આપી રહી છે.
બેંકે ગ્રાહકોની સાથે ક્વોલિટી બુક વધારવા પર ભાર આપી રહી છે. જેના કારણે આ પગલું લેવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion