શોધખોળ કરો
Advertisement
હવે રાંધણ ગેસ સીલિન્ડર નોંધાવશો તો પણ મળશે 50 રૂપિયા કેશબેક, જાણો શું કરવાનું રહેશે ?
આ પહેલા ઇન્ડેને એલપીજી સિલિન્ડર બુકિંગ માટે નવો નંબર જાહેર કર્યો હતો.
નવી દિલ્હીઃ હવે એલપીજી બુકિંગ કરાવવા પર ગ્રાહકોને કેશબેક મળશે. સરકારી ઓઈલ કંપની ઇન્ડેને પોતાના ગ્રાહકોને રાહત આપતા એલપીજી સિલિન્ડર બુકિંગ પર કેશબેકની જાહેરાત કરી છે. કંપનીએ ટ્વીટ કરીને લખ્યું કે, એલપીજી ગ્રાહકો હવે એમેઝોન પેના માધ્યમથી એલપીજી સિલિન્ડર બુકિંગ કરી શકાશે અને તેના માટે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકે છે.
આ સાથે જ એમેઝોન પે મારફતે પ્રથમ વખત સિલિન્ડર બુક કરાવવા પર અને ઓનલાઈન પેમેન્ટ કરવા પર ગ્રાહકોને 50 રૂપિયા સુધી કેશબેક મળી શકે છે. જોકે આ કેશબેકનો લાભ માત્ર એક જ વખત મળશે.
આ માટે ગ્રાહકોએ એમેઝોન એપના પેમેન્ટ ઓપ્શનમાં જવાનું રહેશે. ત્યાર બાદ પોતાના ગેસ સર્વિસ પ્રોવાઈડરની પસંદગી કરવાની રહેશે અને અહીં પોતાનો રજિસ્ટર્જડ મોબાઈલ નંબર અથવા એલપીજી નંબર નાંખવાનો રહેશે. આ માટે ગ્રાહકે એમેઝોન પેના માધ્યમથી જ પેમેન્ટ કરવાનું રહેશે.
નોંધનીય છે કે, આ પહેલા ઇન્ડેને એલપીજી સિલિન્ડર બુકિંગ માટે નવો નંબર જાહેર કર્યો હતો. જો તમે ઇન્ડેનના ગ્રાહક છો તો તમે નવા નંબર 7718955555 પર કોલ કરીને સિલિન્ડર બુક કરાવી શકો છો. અથવા બીજી સરળ રીત છે વોટ્સએપ. તમે વોટ્સએપ મેસેન્જર પર REFILL ટાઈપ કરીને તેને 7588888824 પર મોકલી દો, ધ્યાન રહે કે તમારો વોટ્સએપ નંબર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જ હોય.Kind Attention!! The Indane IVRS number is changing & there will be only one uniform number pan India. The new IVRS number for #Indane refill booking is 7718955555 @IndianOilcl #LPGCylinder pic.twitter.com/7cfuRRkuZj
— IndianOil Punjab (@ioclpunjab) November 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion