શોધખોળ કરો
Advertisement
ભારતની આ બેંકમાં કેશિયર નહીં, રોબોટ ગણશે તમારા રૂપિયા, જાણો વિગત
દેશની ખાનગી બેંક ICICI માં હવે નોટોની ગણતરી માટે રોબોટ તૈનાત કરવામાં આવ્યા છે. જે હવે નોટોની ગણતરી કરશે.
નવી દિલ્હીઃ દેશની ખાનગી બેંક ICICI માં હવે નોટોની ગણતરી માટે રોબોટ તૈનાત કરવામાં આવ્યા છે. આઈસીઆઈસીઆઈ બેંકના ઓપરેશન્સ એન્ડ કસ્ટમર સર્વિસના પ્રમુખ અનુભૂતિ સંઘાઈએ કહ્યું કે, રોબોટિક આર્મ્સ હાલ મુંબઈ, સાંગલી, નવી દિલ્હી, બેંગલુરુ, જયપુર, હૈદરાબાદ, ચંદીગઢ, ભોપાલ, રાયપુર, સિલિગુડી અને વારાણસી સહિત કુલ 12 શહેરોમાં કામ કરી રહ્યા છે.
આ રોબોટ બેંકના કામકાજના કલાકો દરમિયાન રોજની 60 લાખ નોટો ગણી શકે છે. અનુભૂતિના કહેવા પ્રમાણે કેશ પ્રોસેસિંગ માટે રોબોટ તૈનાત કરી હોય તેવી આઈસીઆઈસીઆઈ ભારતની પ્રથમ વાણિજ્ય બેંક છે.
રોબોટિક આર્મ્સ 70થી વધારે પેરામીટર્સ પર વિવિધ સેન્સર્સના પ્રયોગથી કોઈપણ જાતના બ્રેક અને વિધ્ન વગર કામ કરી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા સ્વચ્છ નોટ નીતિને અનિવાર્ય બનાવવામાં આવ્યા બાદ બેંક તેમની કરન્સી ચેસ્ટમાં ઉચ્ચ ટેકનોલોજીવાળા મશીનોથી નોટની ગણતરી કરે છે. જે બાદ તેમને બીજી વખત તેમની શાખાઓ-એટીએમમાં મોકલે છે.
માત્ર 2999 રૂપિયામાં ખરીદો આ ઈલેક્ટ્રિક બાઈક, ફૂલ ચાર્જ થવા પર દોડશે 156 KM
પંચમહાલઃ મોરવા હડફના ડાંગરિયા ગામે શ્વાનનો આતંક, સાત લોકો પર કર્યો હુમલો, મહિલા સહિત બેનાં મોત
અમદાવાદના રોડ રસ્તાની હાલતને લઈ કમિશ્નર વિજય નહેરાએ કરી ચોંકાવનારી કબૂલાત, જાણો શું કહ્યું
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement