(Source: ECI/ABP News/ABP Majha)
OLX ગ્લોબલ સ્તર પર 15 ટકા સ્ટાફની કરશે છટણી, 1500 કર્મચારીઓ પર પડશે અસર, ભારતમાં શું થશે અસર?
કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે “OLX તેના વૈશ્વિક કર્મચારીઓમાં 15 ટકા વર્કફોર્સને ઘટાડી રહી છે
OLX to Layoff 15 per cent of its Workforce Globally: વૈશ્વિક આર્થિક સંકટ વચ્ચે અન્ય બહુરાષ્ટ્રીય કંપની મોટા પાયે છંટણી કરવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર, ડચ ઓનલાઈન માર્કેટપ્લેસ OLX તેના વૈશ્વિક વર્કફોર્સમાં લગભગ 15 ટકા એટલે કે લગભગ 1500 કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢશે.
આ અંગેના સમાચારને સમર્થન આપતા કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે “OLX તેના વૈશ્વિક કર્મચારીઓમાં 15 ટકા વર્કફોર્સને ઘટાડી રહી છે. જે તમામ દેશોમાં કર્મચારીઓ, વ્યવસાયિક એકમો અને કામગીરીને અસર કરશે. બદલાતી મેક્રો ઇકોનોમિક પરિસ્થિતિઓને કારણે અમે ખર્ચ ઘટાડવા માટે જરૂરી પગલાં લઈ રહ્યા છીએ.
કંપનીના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું હતું કે, “અફસોસની વાત છે કે અમે અમારા કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહ્યા છીએ. અમે અમારા મૂલ્યવાન યોગદાનકર્તાઓ સાથે ભાગ લેવા બદલ દિલગીર છીએ. પરંતુ, આપણી ભાવિ મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે આમ કરવું જરૂરી છે. જો કે આ છટણીને કારણે ભારતમાં કેટલા કર્મચારીઓને બરતરફ કરવામાં આવશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી, પરંતુ ચર્ચા છે કે આ છટણીથી સૌથી વધુ અસર એન્જિનિયરિંગ અને ઓપરેશનલ ટીમને થશે.
કંપનીએ 2006માં વૈશ્વિક સ્તરે કામગીરી શરૂ કરી
નોંધનીય છે કે OLX એ 2006 માં આંતરરાષ્ટ્રીય સ્તરે તેની કામગીરી શરૂ કરી હતી. વૈશ્વિક સ્તરે તેની 20 થી વધુ બ્રાન્ડ્સ છે. કંપની તેના માર્કેટપ્લેસ પર ઈલેક્ટ્રોનિક્સ, ફર્નિચર અને ઓટોમોબાઈલ સહિતની શ્રેણીઓમાં ઉત્પાદનોની ખરીદી અને વેચાણની સુવિધા આપે છે.
આ છટણીની જાહેરાત સાથે OLX હવે આલ્ફાબેટની માલિકીની Google (Google), Microsoft (Microsoft), Amazon (Amazon), Meta, SAP અને Philips જેવી મોટી કંપનીઓની યાદીમાં જોડાઈ ગઈ છે, જેમણે તાજેતરમાં હજારો નોકરીઓ છીનવી છે. દરેક કંપનીએ છટણી પાછળ આર્થિક સંકટને જવાબદાર ઠેરવ્યું છે.
IMFએ બજેટ પહેલા આપ્યા સારા સમાચાર, રોકેટની ઝડપે ચાલશે ભારતીય અર્થવ્યવસ્થા, દૂર દૂર સુધી રેસમાં કોઈ નથી
Indian Economy: નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. આ પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ સારા સમાચાર આપ્યા છે. તેમનું કહેવું છે કે 2023 અને 2024માં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હશે. IMF અનુસાર, ભારતીય અર્થતંત્રનો વિકાસ 2023માં 6.1 ટકા અને 2024માં 6.8 ટકા રહેવાની ધારણા છે. બીજી તરફ, 2023માં વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડો થવાની ધારણા છે. 2022માં તે 3.4 ટકા રહેવાનો અંદાજ હતો જ્યારે 2023માં તે 2.9 ટકા થઈ શકે છે. 2024માં વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ 3.1 ટકા રહી શકે છે. તેવી જ રીતે 2023માં ચીનની અર્થવ્યવસ્થા 5.1 ટકાની ઝડપે વૃદ્ધિ પામી શકે છે. 2022માં તેની સ્પીડ ત્રણ ટકા હતી જ્યારે 2024માં તે 4.5 ટકા રહી શકે છે.
IMFના ચીફ ઇકોનોમિસ્ટ અને ડાયરેક્ટર પિયર-ઓલિવિયર ગૌરીનચાસે કહ્યું કે 2022 માટે અમારા અગાઉના અંદાજમાં કોઈ ફેરફાર થયો નથી. આ દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા 6.8 ટકાની ઝડપે વધી શકે છે. 2023માં તેમાં થોડો ઘટાડો થઈ શકે છે અને તે 6.1 ટકા પર રહી શકે છે. આમાં બાહ્ય પરિબળો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પરંતુ 2024માં તે ફરી 6.8 ટકા વધી શકે છે. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં આર્થિક સર્વે રજૂ કરશે. તે પહેલા IMFનું અનુમાન ઉત્સાહ વધારનારું છે