શોધખોળ કરો
ડુંગળીના નિકાસ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ, વધતી કિંમતોના કારણે લેવાયો નિર્ણય
દેશમાં ડુંગળીની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને સરકારે તેના નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે.
![ડુંગળીના નિકાસ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ, વધતી કિંમતોના કારણે લેવાયો નિર્ણય *Onion Export Banned Government bans export of all varieties of onions with immediate effect* ડુંગળીના નિકાસ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ, વધતી કિંમતોના કારણે લેવાયો નિર્ણય](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/15032944/14.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃદેશમાં ડુંગળીની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને સરકારે તેના નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે. ડાયરેક્ટ્રરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ એક નોટિફિકેશનમાં કહ્યું કે, બધા પ્રકારની ડુંગળીની નિકાસ પર તત્કાલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમાં બેંગલૂર રોજ અને કૃષ્ણાપુરમ ડુંગળી પણ સામેલ છે. અત્યાર સુધી ડુંગળીના આ પ્રકારની નિકાસ પર કોઈ પ્રતિબંધ હતો નહીં.
એક અધિકારીએ કહ્યું કે, દેશમાં ડુંગળીની કિંમતો વધી ગઇ છે અને સ્થાનિક બજારમાં તેની અછત છે. કોરોના મહામારી દરમિયાન છેલ્લા કેટલાક મહિનાઓમાં ડુંગળીની વધારે નિકાસ થઇ છે. ભારતે એપ્રિલ-જૂન દરમિયાન 19.8 કરોડ ડોલરની ડુંગળીની નિકાસ કરી છે જ્યારે છેલ્લા એક વર્ષમાં 44 કરોડ ડ઼ોલર ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. ભારતમાંથી બાંગ્લાદેશ, મલેશિયા, યુએઇ અને શ્રીલંકામાં ડુંગળીની સૌથી વધુ નિકાસ થાય છે.
હજુ માત્ર 15 દિવસ પહેલા છૂટકમાં 15થી 20 રૂપિયે વેચાતી ડુંગળીનો ભાવ 45-50 રૂપિયા કિલો પર પહોંચી ગયો છે. એશિયાના સૌથી મોટા શાકમાર્કૉ દિલ્હીના આઝાદપુર બજારમાં આજે ડુંગળીનો હોલસેલ રેટ 26થી 37 રૂપિયે કિલો રહ્યો છે. વ્યાપારીઓનું કહેવું છે કે ડુંગળીની કિંમતોમાં ઝડપથી વધારો થવા પાછળનું કારણ ડુંગળીનો પાક ખરાબ થવો છે. વાસ્તવમાં કર્ણાટકમાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદના કારણે ડુંગળીનો પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)