શોધખોળ કરો

Online Gaming Budget: હવે ઓનલાઈન ગેમ રમવી થઈ ગઈ મોંઘી, જીતેલી રકમ પર લાગશે 30% ટેક્સ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં ઓનલાઈન ગેમિંગ સેક્ટરની કમાણી વર્ષ 2025 સુધીમાં $5 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે. વર્ષ 2023માં 5G ટેક્નોલોજીની રજૂઆત સાથે, આ ક્ષેત્રે વધુ વેગ પકડ્યો છે.

Online Gaming TDS Budget 2023: કેન્દ્ર સરકારે ગઈકાલે સંસદમાં નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ (Budget 2023-24) રજૂ કર્યું હતું. આ બજેટમાં ઓનલાઈન ગેમિંગ સેક્ટરને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ઓનલાઈન ગેમિંગથી મળેલી આવક અથવા તમે જીતેલી કુલ રકમ પર 30 ટકા ટેક્સ લાદવામાં આવી રહ્યો છે. આ સાથે સરકારે આ બજેટમાં 10,000 રૂપિયાની વર્તમાન મર્યાદાને નાબૂદ કરવાની વાત કરી છે. જાણો શું છે સંપૂર્ણ વિગતો....

આવક પર 30% ટેક્સ

બજેટ 2023-24માં મોદી સરકારે ઓનલાઈન ગેમિંગમાં જીતેલી કુલ રકમ પર 30 ટકા સુધીનો ટેક્સ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે, ટૅક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) પર હાલની રૂ. 10,000ની મર્યાદાને નાબૂદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં ઓનલાઈન ગેમિંગ પર TDS માટે બે નવી જોગવાઈઓ લાવવાનો પ્રસ્તાવ જારી કરવામાં આવ્યો છે. તેમાં નાણાકીય વર્ષમાં ચૂકવવામાં આવેલી કુલ જીતની રકમ પર 30 ટકા ટેક્સ વસૂલવાની અને TDS વસૂલવા માટે રૂ. 10,000ની હાલની મર્યાદાને દૂર કરવાની જોગવાઈનો સમાવેશ થાય છે.

વ્યાપાર 5 અબજ ડોલર સુધી પહોંચશે

જો વપરાશકર્તા ખાતામાંથી રકમ ઉપાડતો નથી, તો નાણાકીય વર્ષના અંતે સ્ત્રોત પર કરની કપાત થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં ઓનલાઈન ગેમિંગ સેક્ટરની કમાણી વર્ષ 2025 સુધીમાં $5 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે. વર્ષ 2023માં 5G ટેક્નોલોજીની રજૂઆત સાથે, આ ક્ષેત્રે વધુ વેગ પકડ્યો છે.

મંત્રી રાજીવે શું કહ્યું

અગાઉ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર (Rajeev Chandrasekhar, Minister of State for Electronics and Information Technology) એ ઓનલાઈન ગેમિંગ અંગેના નિયમોને કડક બનાવવાની માંગ કરી હતી. IT નિયમોમાં સુધારાનો ડ્રાફ્ટ સુરક્ષિત, વિશ્વસનીય અને જવાબદાર ઈન્ટરનેટ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. સરકાર દ્વારા કાળજીપૂર્વક અભ્યાસ કર્યા મુજબ, આ સુધારાઓ ખુલ્લા પરામર્શ દ્વારા મૂકવામાં આવશે.

આ બજેટ આગામી 25 વર્ષની બ્લૂ પ્રિન્ટ

નાણામંત્રીએ કહ્યું કે દેશની આઝાદીના સુવર્ણકાળનું આ પ્રથમ બજેટ છે. અમે દરેક વિભાગ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને યુવાનો અને તમામ વર્ગના લોકોને આર્થિક મજબૂતી આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. વિશ્વમાં મંદી હોવા છતાં, અમારું વર્તમાન વિકાસ અનુમાન 7 ટકાની આસપાસ છે અને ભારત પડકારજનક સમયમાં ઝડપી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. વિશ્વભરના લોકોએ ભારતના વિકાસની પ્રશંસા કરી છે અને આ બજેટ આગામી 25 વર્ષ માટેનું બ્લુ પ્રિન્ટ છે. કોવિડ રસીકરણ અભિયાન દેશને એક નવા સ્તરે લઈ ગયો છે અને વિશ્વએ ભારતની શક્તિને ઓળખી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget