Parle-G: પારલે જી બિસ્કિટ નવા ફ્લેવરમાં આવશે, સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો
પેકેટ પર લખવામાં આવ્યું હતું કે બિસ્કિટમાં બેરી અને ઓટ્સ છે. નવું પેકેટ અને નવી ફ્લેવરને લઇ લોકો બાળપણની યાજો તાજી કરી રહ્યા છે.
Parle-G New Flavour: ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેણે બાળપણમાં પારલે જી બિસ્કિટ નહીં ખાધા હોય. એટલું જ નહીં, ચા અને પારલે-જીનું કોમ્બિનેશન અનોખું છે. એક ટ્વિટર યુઝરે પારલેજી બિસ્કિટના નવા પેકિંગનો ફોટો શેર કર્યો છે, જે બાદ સોશિયલ મીડિયા પર લોકો તેને ખૂબ શેર કરી રહ્યા છે અને અનેક પ્રકારી ચર્ચા કરી રહ્યા છે.
ટ્વિટર યુઝર @hojevloએ પાર્લે-જીના પેકેટની તસવીર શેર કરી છે, પરંતુ સામાન્ય નથી. તેના બદલે, પેકેટ પર લખવામાં આવ્યું હતું કે બિસ્કિટમાં બેરી અને ઓટ્સ છે. નવું પેકેટ અને નવી ફ્લેવરને લઇ લોકો બાળપણની યાજો તાજી કરી રહ્યા છે. પારલે-જીએ થોડા મહિનાઓ પહેલા ઘણી ફ્લેવર્સ બહાર પાડી હતી અને પેકેટ્સ પહેલાથી જ દેશભરમાં ટ્રેન્ડ કરી રહ્યા છે.
guys new Parle G just dropped pic.twitter.com/iLaQhI3Blp
— jevliska (@hojevlo) January 2, 2023
આ પોસ્ટને 1 લાખથી વધુ વખત જોવામાં આવી છે અને ઘણી પ્રતિક્રિયાઓ મળી છે. આ પોસ્ટને લઈને દરેકની કોમેન્ટ તદ્દન અલગ હતી. જ્યારે કેટલાકે લખ્યું કે તેઓને પાર્લે-જીનો મૂળ સ્વાદ કેવી રીતે ગમ્યો, કેટલાક નવા સ્વાદને અજમાવવા માટે ઉત્સુક હતા. કેટલાક નોસ્ટાલ્જિક ટ્વિટર યુઝર્સે તેમનું દુઃખ વ્યક્ત કર્યું અને જણાવ્યું કે પાર્લે-જી બિસ્કિટનો સ્વાદ અને પેકેજિંગ તેમના બાળપણનું કેવી રીતે પ્રતીક છે.
it literally dropped like 4-5 months ago 🤦🏽♂️ pic.twitter.com/UMl8kF0kZc
— Aaquib (@Aaquibshikalgar) January 2, 2023
ઉત્તરાયણમાં પતંગની દોરીથી બચવા શું કરશો ?
ઉત્તરાયણમાં રોડ ઉપર ટુ વહીલર પર જતાં પતંગની દોરી વચ્ચે આવતા ગળા ઉપર, મોં ઉપર, આંખ ઉપર, કાન ઉપર તથા બીજા અંગો ઉપર મોટી ઈજાઓ થવાની સંભાવના રહેતી હોય છે. આવી કોઈ ઈજા થતા માણસ ટુ વહીલર પરથી પડી જાય અને બીજી ઈજાઓ થાય અથવા કોઈ બીજા સાથે એક્સિડન્ટ થવાની સંભાવના રહેલ હોય છે. ટુ વહીલર પર વધુ સ્પીડમાં જતાં હોય તો આવી ઈજાઓ ગંભીરરૂપમાં થતી હોય છે અને આ ઇજાઓથી બચવા માટે હેલ્મેટ પહેરવી આવશ્યક હોય છે. તથા ઊંચા કોલરના કપડાં કે ગળામાં સ્કાર્ફ કે મફલર પહેરવાથી પણ આ પ્રકારના અકસ્માત ટાળી શકાય છે. ઉત્તરાયણમાં ઓવરબ્રિજ ઉપરથી જવાનું ટાળવું પણ હિતાવહ રહે છે. તથા ટુ વહીલર પર આગળ લગાવવા માટે માર્કેટમાં મળતાં ધાતુના સ્પેશિયલ સળિયા પણ આ ઇજાઓથી બચવા માટે લાભદાયક રહે છે.જે માત્ર 50 રૂપિયામાં આસાનીથી મળી જાય છે.