શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
માત્ર 99 રૂપિયામાં ખરીદી શકાશે Redmiનો ફોન, જાણો શું છે ઓફર
પેટીએમએ ક્રેકર ડીલ્સ Cracker Deals કેટેગરી પણ શરૂ કરી છે. પેટીએમ ક્રેકર ડીલ્સ હેઠળ, કેટલાક ફોનની કિંમત 2 ઑક્ટોબરથી 6 ઑક્ટોબર સુધી દરરોજ સાંજે 6 થી 8 સુધી ઘટાડવામાં આવશે.
નવી દિલ્હીઃ ફેસ્ટિવ સીઝન દરમિયાન ઈ-કોમર્સ કંપનીઓ હાલમાં શાનદાર ઓફર આપી રહી છે. Paytm પર મહા કેશબેક કાર્નિવલ નામથી સેલ ચાલી રહ્યો છે, જેમાં ભારે કેશબેક અને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 29 સપ્ટેમ્બરથી શરૂ થયેલ આ સેલ 6 ઓક્ટોબર સુધી ચાલશે. હવે કંપનીએ ક્રેકર ડીલ્સની જાહેરાત કરી છે. તેમાં તમને રેડમીનો ફોન માત્ર 99 રૂપિયામાં અને અન્ય બજેટ ફોન માત્ર 1 રૂપિયામાં ખરીદી શકો છો. ક્રેકર ડીલ્સ 2થી 6 ઓક્ટોબર સુધી રહેશે.
પેટીએમએ ક્રેકર ડીલ્સ Cracker Deals કેટેગરી પણ શરૂ કરી છે. પેટીએમ ક્રેકર ડીલ્સ હેઠળ, કેટલાક ફોનની કિંમત 2 ઑક્ટોબરથી 6 ઑક્ટોબર સુધી દરરોજ સાંજે 6 થી 8 સુધી ઘટાડવામાં આવશે. જો કે યૂઝર્સને કેશબેક દ્વારા લાભ મળશે.
એટલે કે, ફોન ખરીદતી વખતે ગ્રાહકોને સંપૂર્ણ કિંમત ચૂકવવી પડે છે, ત્યારબાદ તમને પેટીએમ ઍકાઉન્ટમાં કેશબેક દ્વારા ઑફરની કિંમત મળશે.
આ સિવાય સેલ દરમિયાન એચડીએફસી બૅન્કના ડૅબિટ અને ક્રેડિટ કાર્ડ યૂઝર્સને 5000 રૂપિયાથી વધુની ખરીદી પર 10% નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઑફર ઇએમઆઈ ટ્રાન્ઝેક્શન પર પણ ઉપલબ્ધ છે.
મોબાઈલ સેલમાં સેમસંગ, વીવો, શિયોમી એમઆઇ, ઓપ્પો, એપલ જેવા બ્રાન્ડના ફોન પર જંગી છૂટ આપવામાં આવી રહી છે. ગ્રાહકો 10,000 રૂપિયા સુધીનું કેશબૅક અને સ્માર્ટફોનની ખરીદી પર 17,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઑફર પણ મેળવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion