શોધખોળ કરો

Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ

Maharashtra Assembly Election Results 2024: મહારાષ્ટ્ર ચૂંટણીના વલણોમાં, ભાજપ 125 બેઠકો પર આગળ છે, જ્યારે એકનાથ શિંદેની શિવસેના 56 બેઠકો પર આગળ છે અને અજિત પવારનો જૂથ NCP 35 બેઠકો પર આગળ છે.

Maharashtra Assembly Election Results 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે અને પ્રારંભિક વલણોમાં, ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ) અને શિવસેના (એકનાથ શિંદે) નું મહાગઠબંધન આગળ છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ગઠબંધન 216 સીટો પર આગળ છે. બીજી તરફ, કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ) અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)નું મહાવિકાસ અઘાડી ગઠબંધન 54 બેઠકો પર આગળ છે. જો અંત સુધી આ જ વલણ રહ્યું તો મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનશે, પરંતુ ફરી એકનાથ શિંદે મુખ્યમંત્રી બનશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.

મુખ્યમંત્રી પદ માટે મહાયુતિ તરફથી હજુ સુધી કોઈ ચહેરો સામે આવ્યો નથી. આવી સ્થિતિમાં, ત્રણ લોકોને સીએમ પદના મુખ્ય દાવેદાર માનવામાં આવે છે, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર અને એકનાથ શિંદે. આ દરમિયાન અજિત પવારના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. રાજ્યની 288 બેઠકોમાંથી, મહાયુતિ 216 બેઠકો પર આગળ છે, જેમાંથી ભાજપ 122 પર આગળ છે, એકનાથ શિંદેની સેના 57 બેઠકો પર આગળ છે અને અજિત પવારનું જૂથ NCP 37 બેઠકો પર આગળ છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે અજિત પવાર, દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેની સીટોની શું હાલત છે-

દેવેન્દ્ર ફડણવીસ સીટની શું છે હાલત?
એકનાથ શિંદે નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ અહીં સાડા સાત હજાર મતોથી આગળ છે. ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, તેમને અત્યાર સુધીમાં 17 હજાર 781 વોટ મળ્યા છે અને તેઓ તેમના હરીફ પર 7,630 વોટથી આગળ છે. કોંગ્રેસે તેમની સામે પ્રફુલ્લ વિનોદરાવને મેદાનમાં ઉતાર્યા હતા. હાલમાં તેઓ 10 હજાર 151 વોટ પર છે. અહીં ત્રીજા ઉમેદવાર બહુજન સમાજ પાર્ટીના સુરેન્દ્ર શ્રવણ ડોંગરે છે. તેઓ 405 મતો સાથે ત્રીજા સ્થાને છે.

શું છે એકનાથ શિંદેની સીટની હાલત?
કોપરી પાચપાખાડી સીટ પર શિવસેનાના બંને જૂથો સામસામે છે. એક તરફ એકનાથ શિંદે છે અને બીજી બાજુ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના કેદાર પ્રકાશ દિઘે છે. આવી સ્થિતિમાં સ્પર્ધા ખૂબ જ રસપ્રદ છે. એકનાથ શિંદે પોતાની સીટ પર 22 હજાર 881 વોટથી આગળ ચાલી રહ્યા છે અને અત્યાર સુધીમાં તેમને 30,629 વોટ મળ્યા છે. તે જ સમયે, કેદાર પ્રકાશ દિઘે 7,748 મતો પર છે, જ્યારે ત્રીજા અપક્ષ ઉમેદવાર માત્ર 111 મતો પર છે.

શું છે અજિત પવારની બેઠકની હાલત?
બારામતી સીટ પર કાકા-ભત્રીજાનો પક્ષ આમને-સામને છે. અજિત પવારની સામે કાકા શરદ પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ ચંદ્ર પવાર જૂથ)ના યુગેન્દ્ર શ્રીનિવાસ પવારને મેદાનમાં ઉતાર્યા છે. અજિત પવાર 15 હજાર 382 મતોના માર્જિનથી આગળ છે, હાલમાં તેઓ 35 હજાર 432 મતો પર છે. જ્યારે, યુગેન્દ્ર 20 હજાર 50 મતો પર છે. ત્રીજા ઉમેદવાર ભારતીય પ્રજા સુરાજ્ય પ્રકાશ પાર્ટીના અનુરાગ આદિનાથ છે જે 34 હજાર 681 મતોથી પાછળ છે. તેમને અત્યાર સુધીમાં 750 વોટ મળ્યા છે. અજિત પવાર જીત તરફ આગળ વધી રહ્યા છે. આ દરમિયાન બારામતીમાં અજીત દાદા પવારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો...

Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં NDAની સુનામી, ઝારખંડમાં સોરેનની વાપસી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Embed widget