Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ
સમાચાર લખાય છે ત્યાં સુધી પ્રિયંકા ગાંધી વાયનાડથી 167500 મતોથી આગળ છે. 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી સતત બીજી વખત આ સીટ પરથી જીત્યા હતા.
કેરલમાં વાયનાડ લોકસભા સીટ માટે 13 નવેમ્બરે પેટાચૂંટણી માટે મતદાન થયું હતું, આ બેઠક કોંગ્રેસના નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી પડી હતી. આજે પરિણામ જાહેર થશે. પ્રારંભિક વલણોમાં પ્રિયંકા ગાંધી આગળ છે. કોમ્યુનિસ્ટ પાર્ટી બીજા સ્થાને છે, જ્યારે ભાજપ ત્રીજા સ્થાને છે. પ્રિયંકા ગાંધીની જીત નિશ્ચિત માનવામાં આવે છે. એક લાખથી વધુ મતે પ્રિયંકા ગાંધી આગળ છે.
સમાચાર લખાય છે ત્યાં સુધી પ્રિયંકા ગાંધી વાયનાડથી 167500 મતોથી આગળ છે. 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી સતત બીજી વખત આ સીટ પરથી જીત્યા હતા. તેમણે CPI(M)ના ઉમેદવાર એની રાજાને 3 લાખ 64 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. જો કે, 2024ની લોકસભા ચૂંટણીમાં વાયનાડ સિવાય રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી. બંને સીટો જીત્યા બાદ રાહુલે વાયનાડ સીટ છોડવાનો નિર્ણય કર્યો અને પ્રિયંકા ગાંધીને અહીંથી પેટાચૂંટણીમાં ઉતારવામાં આવ્યા.
વાયનાડમાં 16 ઉમેદવારો
આ વખતે વાયનાડમાં 16 ઉમેદવારો મેદાનમાં છે. પ્રિયંકા પહેલીવાર ચૂંટણી મેદાનમાં છે. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીની આગેવાની હેઠળના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) એ સત્યન મોકેરીને મેદાનમાં ઉતાર્યા છે અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે.
2024ની ચૂંટણીના પરિણામો
2024ની લોકસભા ચૂંટણીમાં વાયનાડ લોકસભા સીટ પર 73.57 ટકા મતદાન થયું હતું. તે સમયે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને કુલ 6,47,445 મત મળ્યા હતા, જ્યારે તેમના નજીકના હરીફ એની રાજાને 2,83,023 મતો મળ્યા હતા. એ જ રીતે ત્રીજા સ્થાને રહેલા બીજેપી ઉમેદવાર કે સુરેન્દ્રનને માત્ર 141,045 વોટ મળ્યા.
શું 2019માં રાહુલ ગાંધી જીત્યા ?
કેરળની વાયનાડ લોકસભા સીટ દક્ષિણ ભારતમાં હાઇ પ્રોફાઇલ સીટ રહી છે. 2019માં અમેઠીમાં ચૂંટણી હાર્યા બાદ રાહુલ ગાંધી અહીંથી ચૂંટણી લડ્યા હતા અને જીતીને સંસદ પહોંચ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં, રાહુલ ગાંધીએ આ બેઠક પરથી ચૂંટણી લડી હતી અને કુલ 7,06,367 મતો મેળવ્યા હતા. ચૂંટણી પંચના આંકડા મુજબ રાહુલ ગાંધીને કુલ 64.94 ટકા વોટ મળ્યા છે. તે સમયે બીજા સ્થાને રહેલા સીપીઆઈ (માર્કસિસ્ટ)ના પીપી સુનીરને માત્ર 2,74,597 મત મળ્યા હતા. કોંગ્રેસના દિવંગત નેતા એમઆઈ શનાવાસ 2009 અને 2014માં આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2018માં તેમના દુર્ભાગ્યપૂર્ણ અવસાન પછી, રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણીમાં આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી.
Maharashtra Election Result 2024: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામમાં કોણ આગળ કોણ પાછળ ? જુઓ VIP બેઠકો