શોધખોળ કરો
Advertisement
પેટ્રૉલ-ડીઝલની કિંમતો વધવાનો સીલસીલો ફરી શરૂ, દિલ્હીમાં 72 રૂપિયા 17 પૈસા પ્રતિ લીટર પહોંચ્યુ પેટ્રૉલ
નવી દિલ્હીઃ ફરી એકવાર પેટ્રૉલ-ડીઝલની કિંમતોમાં વધારાનો સીલસીલો શરૂ થઇ ગયો છે. આજે દિલ્હીમાં પેટ્રૉલિયમ કંપનીઓએ પેટ્રૉલ પર 10 પૈસા અને ડીઝલ પર 13 પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંક્યો છે. આની સાથે જ હવે દિલ્હીમાં એક લીટર પેટ્રૉલ 72 રૂપિયા 17 પૈસા અને ડીઝલ 67 રૂપિયા 54 પૈસા પ્રતિ લીટર થઇ ગયુ છે.
મુંબઇની વાત કરીએ તો અહીં ડીઝલ પર 14 પૈસા અને પેટ્રૉલ પર 10 પૈસા પ્રતિ લીટરની તેજી જેવા મળી. અહીં પેટ્રૉલ 77 રૂપિયા 80 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 70 રૂપિયા 76 પૈસા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પેટ્રૉલ-ડીઝલના ભાવના વધારાનો સીલસીલો 11 ફેબ્રુઆરીથી શરૂ થયો હતો, ત્યારબાદ કિંમતો કાંતો વધી છે કાંતો સ્થિર રહી છે. 11 ફેબ્રુઆરીએ એક લીટર પેટ્રૉલની કિંમત દિલ્હીમાં 70 રૂપિયા 33 પૈસા હતી. ડીઝલ 65 રૂપિયા 62 પૈસા પ્રતિ લીટર હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement