શોધખોળ કરો
Advertisement
સતત છઠ્ઠા દિવસે પેટ્રોલના ભાવમાં ભડકો, ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ભાવ 86 રૂપિયાને પાર, જાણો શું છે તમારા શહેરમાં ભાવ
સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી રાહત મળે તેમ લાગતું નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ પોતાનો રેકોર્ડ તોડી રહ્યા છે.
ગાંધીનગરઃ સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી રાહત મળે તેમ લાગતું નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ પોતાનો રેકોર્ડ તોડી રહ્યા છે. આજે દેશમાં સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 34 પૈસા અને ડીઝલના ભાવમાં 44 પૈસાનો વધારો થયો છે, જ્યારે અન્ય શહેરોમાં પણ કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. ઘણા શહેરોમાં પેટ્રોલ 90 રૂપિયાને વટાવી ગયું છે. મુંબઇની વાત કરીએ તો પેટ્રોલ લીટર દીઠ 95 રૂપિયાને પાર કરી ગયું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત ટૂંક સમયમાં સદીથી ફટકારી શકે છે.
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 85.95 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 85.14 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 85.86 રૂપિયા અને ડીઝલનો ભાવ 85.06 રૂપિયા પ્રતિ લીટર, સુરતમાં પેટ્રોલનો ભાવ 85.96 રૂપિયા અને ડીઝલનો ભાવ 85.17 રૂપિયા પ્રતિ લીટર, વડોદરામાં પેટ્રોલનો ભાવ 85.89 રૂપિયા અને 85.08 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો છે.
અમરેલીમાં પેટ્રોલનો ભાવ 68.68 રૂપિયા પ્રતિ લીટર, અરવલ્લીમાં 86.54 રૂપિયા પ્રતિ લીટર,, બનાસકાંઠામાં 86.48 રૂપિયા પ્રતિ લીટર, ભરૂચમાં 86.28 રૂપિયા પ્રતિ લીટર, ભાવનગરમાં 87.02 રૂપિયા રૂપિયા પ્રતિ લીટર, બોટાદમાં 87.10 રૂપિયા પ્રતિ લીટર, છોટા ઉદેપુરમાં 86.26 રૂપિયા પ્રતિ લીટર, દાહોદમાં 86.38 રૂપિયા પ્રતિ લીટર, દેવભૂમિ દ્વારકામાં 86.16 રૂપિયા પ્રતિ લીટર, ગાંધીનગરમા 86.04 રૂપિયા પ્રતિ લીટર, ગીર સોમનાથમાં 87.51 રૂપિયા પ્રતિ લીટર, જામનગરમાં 86.08 રૂપિયા પ્રતિ લીટર, મોરબીમાં 85.95 રૂપિયા પ્રતિ લીટર, નર્મદામાં 86.17 રૂપિયા પ્રતિ લીટર, પંચમહાલમાં 86.01 રૂપિયા પ્રતિ લીટર, પાટણમાં 85.99 રૂપિયા પ્રતિ લીટર, પોરબંદરમા 86.37 રૂપિયા પ્રતિ લીટર, સુરેન્દ્રનગરમાં 86.82 રૂપિયા પ્રતિ લીટર,, તાપીમાં 86.64 રૂપિયા પ્રતિ લીટર, ડાંગમાં 87 રૂપિયા પ્રતિ લીટર, વસલાડમાં 86.62 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement