શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 81 રૂપિયાને પાર, ડીઝલ પણ 80ની લગોલગ, જાણો દેશમાં ક્યાં ભાવ 100 રૂપિયાની નજીક પહોંચ્યો ?
પેટ્રોલ, ડીઝલની કિંમતમાં આ સતત બીજા દિવસે વધારો કરવામાં આવ્યો છે. 6 ડિસેમ્બર સુધી પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત 48 દિવસ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
એક મહિના બાદ સરકારી માલીકીની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ભાવ વધારો કરતા પેટ્રોલની કિંમત ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગઈ. ઓઈલ કંપનીઓએ જાહેર કરેલા પ્રાઈઝ નોટિફિકેશન અનુસાર આજે પેટ્રોલ પ્રતિ લીટરે 26 પૈસા જ્યારે ડિઝલની કિંમતમાં પ્રતિ લીટરે 25 પૈસાનો વધારો થયો છે. જ્યારે વેટના દરોના ફેરફાર હોવાથી અમદાવાદમાં પેટ્રોલમાં 30 પૈસા અને ડિઝલમાં 36 પૈસાનો વધારો થયો છે. નવા ભાવ વધારાથી અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 81.65 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતી લીટર 80.17 રૂપિયા પર પહોંચી ગઈ છે.
પેટ્રોલ, ડીઝલની કિંમતમાં આ સતત બીજા દિવસે વધારો કરવામાં આવ્યો છે. 6 ડિસેમ્બર સુધી પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત 48 દિવસ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
આ સાથે જ ભારતના મુંબઈ, ભોપાલ અને ઔરંગાબાદ પેટ્રોલના ભાવ 90 રૂપિયાને પણ પાર કરી ગયા છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 90.83 રૂપિયા પ્રતિ લિટર છે તો ભોપાલમાં 92.03 રૂપિયા અને ઔરંગાબાદમાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત 92.06 રૂપિયાએ પહોંચી ગઈ છે. ઉપરાંત ઇન્દોર, કોલ્હાપુર નાગપુરમાં પણ પેટ્રોલના ભાવ 90 રૂપિયાને પાર કરી ગયા છે.
તમને જણાવીએ કે માર્ચ બાદ પ્રથમ વખત સપ્ટેમ્બરમાં ડીઝળની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 82 દિવસ સુધી કિંમતમાં કોઈ ફેરફાર કર્યો ન હતો, કારણ કે તેમને વધારો કવામાં આવેલ રેકોર્ડ એક્સાઈઝ ડ્યૂટીને પેટ્રોલ ડીઝલની ઘટતી કિંમત સાથે એડજસ્ટ કરવાની હતી.
જોકે 20 નવેમ્બર બાદથી 7 ડિસેમ્બર સુધી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝળની કિંમતમાં 17 વખત વધારો કર્યો હતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમત આ 17 દિવસમાં 2.65 રૂપિયા પ્રતિ લિટર વધી ગઈ હતી. જ્યારે ડીઝલની કિંમત 3.4 રૂપિયા પ્રતિ લિટર વધી છે. પેટ્રોલ ડીઝળના આ ભાવની સપાટી સપ્ટેમ્બર 2018માં હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement